Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 39:30 - પવિત્ર બાઇબલ C.L.

30 તેમણે અર્પણના પવિત્ર ચિહ્નરૂપે શુદ્ધ સોનાનું પત્ર બનાવ્યું. તેમણે તેના પર આ શબ્દો કોતર્યા: ‘યાહવેને સમર્પિત’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 અને તેઓએ ચોખ્ખા સોનાનું પવિત્ર મુગટનું પતરું બનાવ્યું, ને તેના પર, ‘યહોવાને માટે પવિત્ર, ’ એવો લેખ, મુદ્રાના જેવી કોતરણીથી કોતર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 તેઓએ શુદ્ધ સોનાનું પવિત્ર મુગટનું પતરું બનાવ્યું; તેઓએ તેના પર પવિત્ર શબ્દો કોતરેલા હતા, યહોવાહને સારુ પવિત્ર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 અંતે તેમણે શુદ્ધ સોનામાંથી એક તકતી બનાવી જેની પર પવિત્ર શબ્દો કોતરેલા હતા, “યહોવા પવિત્રતા” તે મુગટ ઉપર જડેલી હતી.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 39:30
11 Iomraidhean Croise  

“મંડપના પ્રવેશદ્વાર માટે વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસામાંથી અને ઝીણા કાંતેલા અળસી રેસામાંથી ભરત ભરેલો પડદો બનાવવો.


અને ઝીણા કાંતેલા અળસીરેસાનો તથા વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસાનો ગૂંથેલો કમરપટ્ટો બનાવ્યો. તેમણે એ બધું પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે જ બનાવ્યું.


તેમણે તેને પાઘડીની આગળની બાજુએ વાદળી રંગની દોરીથી બાંધ્યું. તેમણે એ બધું પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે જ બનાવ્યું.


તે વખતે ઘોડાઓની ઘંટડીઓ પર આવા શબ્દો કોતરેલા હશે: “પ્રભુને સમર્પિત.” મંદિરનાં રાંધવાનાં તપેલાં પણ વેદી પરનાં પ્યાલાં જેવાં પવિત્ર ગણાશે.


પણ ઈશ્વરની કૃપાથી તમે ઈસુ ખ્રિસ્તમાં મેળવાયા છો. ઈશ્વરે ખ્રિસ્તને આપણું જ્ઞાન બનાવ્યા છે. તેમની મારફતે આપણે ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવ્યા છીએ, ઈશ્વરના અલગ કરાયેલા લોક બન્યા છીએ અને પાપથી મુક્ત થયા છીએ.


ખ્રિસ્ત પોતે નિષ્પાપ હતા, છતાં ઈશ્વરે તેમને આપણે માટે પાપરૂપ કર્યા; જેથી ખ્રિસ્તની સાથે મેળવાયા હોવાથી આપણે ઈશ્વરની પવિત્રતાના ભાગીદાર બનીએ.


આપણને સર્વ દુષ્ટતામાંથી મુક્ત કરવા અને આપણને તેમના શુદ્ધ અને સર્વ સારાં કાર્યો કરવાને આતુર એવા ખાસ લોક બનાવવા માટે પોતાનું સ્વાર્પણ કરનાર પણ તે જ છે.


તે તો ઈશ્વરના ગૌરવનો પ્રકાશ અને તેમના સત્ત્વની આબેહૂબ પ્રતિમા છે અને તે પોતાના સમર્થ શબ્દ દ્વારા આખા વિશ્વને ધરી રાખે છે. માનવજાત માટે પાપોની ક્ષમા હાંસલ કરીને તે સ્વર્ગમાં ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે.


ઈસુ, આપણી જરૂરિયાતો પૂરી કરે તેવા પ્રમુખ યજ્ઞકાર છે. તે પવિત્ર છે; તેમનામાં કોઈ દોષ કે પાપ નથી; તેમને પાપી મનુષ્યોથી અલગ કરવામાં આવેલા છે અને આકાશ કરતાં પણ ઊંચે ચઢાવવામાં આવેલા છે.


આપણા ઈશ્વરનું ભજન કરવાને માટે તમે તેમને યજ્ઞકારોનું રાજ્ય બનાવ્યા છે અને તેઓ પૃથ્વી પર રાજ કરશે.”


Lean sinn:

Sanasan


Sanasan