Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 38:21 - પવિત્ર બાઇબલ C.L.

21 સાક્ષ્યલેખની બે શિલાપાટીઓ જ્યાં રાખવામાં આવી હતી તે મુલાકાતમંડપમાં વપરાયેલ ધાતુઓના પ્રમાણની આ નોંધ છે. એ તૈયાર કરવા માટે મોશેએ આજ્ઞા આપી હતી. આરોન યજ્ઞકારના પુત્ર ઈથામારની દોરવણી નીચે લેવી પુત્રોએ આ નોંધ તૈયાર કરી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 મંડપનો એટલે કરારમંડપનો સામાન કે જે સર્વની ગણતરી લેવીઓની સેવાને માટે મૂસાના હુકમ પ્રમાણે હારુન યાજકના દીકર ઇથામારની હસ્તક કરવામાં અવી, તેની કુલ સંખ્યા એ પ્રમાણે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 મંડપનો એટલે કે સાક્ષ્યમંડપનો સામાન કે જે સર્વની ગણતરી લેવીઓની સેવાને માટે મૂસાના હુકમ પ્રમાણે હારુન યાજકના દીકરા ઈથામારની હસ્તક કરવામાં આવી, તેની કુલ સંખ્યા એ પ્રમાણે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 પવિત્ર તંબુ એટલે કે કરારકોશના તંબુના બાંધકામમાં વપરાયેલ વિવિધ ધાતુનો હિસાબ આ મુજબ છે. મૂસાએ એ યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો, અને તે યાજક હારુનના પુત્ર ઈથામાંરના નિરીક્ષણ હેઠળ તૈયાર કરેલી હતી.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 38:21
31 Iomraidhean Croise  

આમ્રામને બે પુત્રો હતા: આરોન, મોશે; વળી, મિર્યામ નામે એક પુત્રી હતી. આરોનને ચાર પુત્રો હતા: નાદાબ, અબીહૂ, એલાઝાર અને ઇથામાર.


તેથી તેમના આગેવાન યજ્ઞકાર યહોયાદાને બોલાવીને કહ્યું, “પ્રભુના સાક્ષ્યમંડપની જાળવણી માટે લેવીઓ પ્રભુના સેવક મોશેએ ઇઝરાયલના જનસમુદાય માટે નિયત કરેલો કર યહૂદિયા અને યરુશાલેમના લોકો પાસેથી ઉઘરાવવા ગયા નથી તેનું તમે ધ્યાન કેમ નથી રાખ્યું?”


તું કહે છે કે ‘મારો જ મત સાચો છે.’ અને તારી પોતાની દષ્ટિમાં તું નિર્દોષ છે.


જો તું સર્વસમર્થ પાસે પાછો ફરીશ, તો તું સંસ્થાપિત થશે; તેથી તારા નિવાસમાંથી ભૂંડાઈ દૂર કર.


તે પછી યોબે પ્રત્યુત્તર આપતાં કહ્યું;


હે પ્રભુ, તમારા મંદિરમાં કોણ મુકામ કરી શકે? તમારા પવિત્ર સિયોન પર્વત પર કોણ નિવાસ કરી શકે?


પછી હું તને આજ્ઞા લખેલી જે બે શિલાપાટીઓ આપું તે સાક્ષ્યલેખની પાટીઓ કરારપેટીમાં મૂકવી.


મંડપના આચ્છાદનમાં બેસાડેલી કડીઓની હાર નીચે પડદો લટકાવવો. સાક્ષ્યલેખની બે શિલાપાટીઓ સંચિત કરારપેટી આ પડદાની પાછળ મૂકવી. આ પડદો પરમ પવિત્રસ્થાનને પવિત્રસ્થાનથી અલગ પાડશે.


મંડપ તેમજ આસપાસના આંગણા માટેના સર્વ ખીલા તાંબાના બનાવેલા હતા.


યહૂદાના કુળના ઉરીના પુત્ર તથા હુરના પૌત્ર બસાલએલે પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણે સઘળું બનાવ્યું.


તે મંડપમાં સાક્ષ્યલેખ રાખેલી કરારપેટી મૂકજે અને તેને પડદાથી ઢાંકી દેજે. મેજ લાવીને તેના પર તેનાં સર્વ સાધનો ગોઠવજે.


આરોને આમ્મીનાદાબની પુત્રી એટલે નાહશોનની બહેન એલીશેબા સાથે લગ્ન કર્યાં. એલીશેબાએ નાદાબ, અબીહૂ, એલાઝાર અને ઇથામારને જન્મ આપ્યો.


તેને બદલે લેવીઓને કરારપેટી, સાક્ષ્યમંડપ તથા તેનો સરસામાન સાચવવાની સેવા સોંપવી. તેમણે સાક્ષ્યમંડપનો સરસામાન ઊંચકવો, તેની સંભાળ રાખવી અને સાક્ષ્યમંડપની આસપાસ પડાવ નાખવાનો છે.


પણ લેવીઓએ સાક્ષ્યમંડપની આસપાસ પડાવ નાખવાનો છે; જેથી તેઓ સાક્ષ્યમંડપની ચોકી કરે કે કોઈ તેની નજીક જઈને ઇઝરાયલી લોકોના સમાજ પર મારો કોપ પ્રગટાવે નહિ.”


ઇજિપ્તમાંથી નીકળ્યાને બીજા વર્ષના બીજા મહિનાના વીસમા દિવસે સાક્ષ્યમંડપ ઉપરથી વાદળ હટી ગયું.


લેવીવંશના તારા જાતભાઈઓ સાક્ષીના મંડપની સેવામાં સહાય કરવા તારી તથા તારા પુત્રોની સાથે જોડાય.


હે ઇઝરાયલી લોકો, તમારા માંડવા કેવા રમણીય છે, હે યાકોબના વંશજો, તમારા તંબૂઓ કેવા સુંદર છે!


સાક્ષ્યમંડપ, એટલે મુલાકાતમંડપ ઊભો કરવામાં આવ્યો તે દિવસે વાદળે આવીને તેને ઢાંકી દીધો. રાત્રિને સમયે સવાર સુધી તે વાદળ અગ્નિરૂપ લાગતું હતું.


એક તમારે માટે, એક મોશે માટે અને એક એલિયા માટે એમ ત્રણ તંબુઓ હું બનાવીશ.


“આપણા પૂર્વજો પાસે રણપ્રદેશમાં ઈશ્વરની હાજરી સૂચક મંડપ હતો. ઈશ્વરે મોશેને કહ્યા પ્રમાણે અને તેને બતાવવામાં આવેલા નમૂના પ્રમાણે એ મંડપ બનાવેલો હતો.


આપણને ખબર છે કે આ તંબૂ એટલે પૃથ્વી પરનું આપણું આ શરીર તૂટી જવાનું છે, પણ આપણે સારુ રહેવા માટે ઈશ્વરે સ્વર્ગમાં ઘર રાખેલું છે. એ ઘર ઈશ્વરે પોતે જ બનાવ્યું છે, અને તે સદાકાળ ટકનારું છે.


તે માણસ નહિ, પણ પ્રભુ દ્વારા ઊભા કરાયેલા એવા સાચા મંડપના, પ્રમુખ યજ્ઞકાર તરીકે પરમ પવિત્રસ્થાનમાં સેવા કરે છે.


પરંતુ જે સારી બાબતો અત્યારે પણ હયાત છે તેના પ્રમુખ યજ્ઞકાર તરીકે ખ્રિસ્ત આવી પહોંચ્યા છે. જે મંડપમાં તે સેવા કરે છે તે વધુ મહાન અને વધારે સંપૂર્ણ છે. તે મંડપ માણસો દ્વારા બનાવવામાં આવ્યો નથી, એટલે કે તે આ સર્જેલી સૃષ્ટિનો ભાગ નથી.


હું જીવું ત્યાં સુધી આ બાબતોની યાદ તાજી કરાવવી મને યોગ્ય લાગે છે.


પછી સ્વર્ગમાંનું ઈશ્વરનું મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું અને ઈશ્વરના કરારની પેટી મંદિરમાં જોવામાં આવી. પછી વીજળીના ચમકારા, કડાકા અને મેઘગર્જના થવા લાગ્યાં. પૃથ્વી પર ધરતીકંપ થયો અને કરાનો ભારે વરસાદ વરસ્યો.


પછી મેં સ્વર્ગમાંના મંદિરને ખુલ્લું થયેલું જોયું. તેમાં ઈશ્વરનો સાક્ષ્યમંડપ હતો.


મેં રાજ્યાસન પરથી એક મોટો અવાજ સાંભળ્યો, “હવે ઈશ્વરનું નિવાસસ્થાન માણસોની સાથે છે! તે તેમની સાથે રહેશે અને તેઓ તેના લોક થશે. ઈશ્વર પોતે જ તેમની સાથે રહેશે અને તે તેમના ઈશ્વર બનશે.


Lean sinn:

Sanasan


Sanasan