Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 38:1 - પવિત્ર બાઇબલ C.L.

1 હોમબલિ ચડાવવા માટે તેણે બાવળના લાકડાની વેદી બનાવી. તે વેદી સમચોરસ હતી; તેની લંબાઈ 2.2.મીટર, પહોળાઈ 2.2 મીટર અને ઊંચાઈ 1.3 મીટર હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને મૂસાએ બાવળના લાકડાની યજ્ઞ વેદી બનાવી. તેની લંબાઈ પાંચ હાથ તથા તેની પહોળાઈ પાંચ હાથ, એટલે તે ચોરસ હતી; અને તેની ઊંચાઈ ત્રણ હાથ હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 તેણે બાવળના લાકડામાંથી દહનીયાર્પણની વેદી બનાવી. તેની લંબાઈ પાંચ હાથ, તેની પહોળાઈ પાંચ હાથ તથા તેની ઊંચાઈ ત્રણ હાથ હતી અને તે ચોરસ હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 તેણે 5 હાથ લાંબી, 5 હાથ પહોળી અને 3 હાથ ઊચી ચોરસ યજ્ઞ માંટેની વેદી બાવળના લાકડામાંથી બનાવી.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 38:1
19 Iomraidhean Croise  

હૂરના પુત્ર ઉરીના પુત્ર બસાએલે બનાવેલી તાંબાની વેદી પણ ગિબ્યોનમાં પ્રભુના મંડપની આગળ હતી. શલોમોન રાજા અને સમસ્ત સમુદાયે ત્યાં પ્રભુનું ભજન કર્યું.


શલોમોન રાજાએ નવ ચોરસમીટરની સાડા ચાર મીટર ઊંચી તાંબાની વેદી બનાવડાવી.


ઘેટાંનાં ચામડાં, ઉત્તમ મુલાયમ ચામડાં, બાવળનાં લાકડાં,


પ્રભુએ મોશેને કહ્યું,


યજ્ઞવેદી તથા તેની સામગ્રી, જળકુંડ તથા તેની બેઠક


તેણે ચાર ખૂણા પર વેદી સાથે એકરૂપ હોય એવાં શિંગ બનાવ્યાં. તેણે તેને તાંબાથી મઢી.


અને તે પડદાની આગળ બલિદાન ચડાવવાની યજ્ઞવેદી મૂકી. તે વેદી પર તેણે દહનબલિ અને ધાન્ય-અર્પણો ચડાવ્યાં. તેણે એ પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું.


મંડપની આગળ બલિદાન માટે યજ્ઞવેદી મૂકજે.


મારા પિતાએ મને જેટલાં સોંપ્યાં છે તે બધાં મારી પાસે આવશે. જે કોઈ મારી પાસે આવે છે, તેને હું કદી પણ પાછો કાઢી મૂકીશ નહિ.


મારા ભાઈઓ, ઈશ્વરે આપણા ઉપર ઘણી દયા કરી છે; તેથી તેને ધ્યાનમાં રાખીને મારી તમને આ વિનંતી છે: તમે તમારી જાતનું જીવંત, ઈશ્વરની સેવાને માટે સમર્પિત અને તેમને પસંદ પડે એવું અર્પણ કરો. એ જ તમારી સાચી સેવાભક્તિ છે.


યહૂદી મંડપના યજ્ઞકારોને આપણી વેદી પરથી ખાવાનો કોઈ અધિકાર નથી.


ઈસુ ખ્રિસ્ત જેવા ગઈ કાલે હતા તેવા જ આજે છે અને સર્વકાળ તેવા જ રહેનાર છે.


મારા પવિત્ર ભાઈઓ, તમને પણ ઈશ્વરે આમંત્રણ આપ્યું છે! આપણે પ્રગટ કરીએ છીએ તે વિશ્વાસના મુખ્ય યજ્ઞકાર થવા માટે ઈશ્વરે મોકલેલા ખ્રિસ્ત ઈસુનો વિચાર કરો.


જો એ સાચું છે તો ખ્રિસ્તના રક્ત દ્વારા શુદ્ધતા મળે તે કેટલું વધારે શકાય છે! કારણ, સનાતન આત્મા દ્વારા તેમણે પોતાનું સંપૂર્ણ બલિદાન ઈશ્વરને અર્પણ કર્યું. તેમનું રક્ત આપણાં અંત:કરણોને મર્ત્ય કાર્યોથી શુદ્ધ કરે છે; જેથી આપણે જીવંત ઈશ્વરની સેવા કરી શકીએ.


આત્મિક મંદિર બાંધવામાં તમારો જીવંત પથ્થરો તરીકે ઉપયોગ થવા દો. ત્યાં તમે પવિત્ર યજ્ઞકારો તરીકે ઈસુ ખ્રિસ્તની મારફતે આત્મિક અને ઈશ્વરને પસંદ પડે તેવાં બલિદાનો ચઢાવશો. કારણ, શાસ્ત્રમાં લખેલું છે:


તે નગર સમચોરસ હતું. એટલે કે તેની લંબાઈ અને પહોળાઈ એક્સરખાં હતાં. દૂતે પોતાના માપદંડથી નગર માપ્યું: તે આશરે ચોવીસ સો કિલોમીટર હતું, તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એક્સરખાં જ હતાં.


Lean sinn:

Sanasan


Sanasan