Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 37:29 - પવિત્ર બાઇબલ C.L.

29 તેણે અભિષેક કરવા માટેનું પવિત્ર તેલ તથા ખુશબોદાર સુગંધીઓનો ધૂપ તૈયાર કર્યો; એ તો મેળવણી કરીને બનાવેલ અત્તરના જેવાં ખુશ્બોદાર હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 અને તેણે ગાંધીના હુન્‍નર પ્રમાણે અભિષેક કરવાનું પવિત્ર તેલ, તથા ખુશબોદાર સુગંધીઓનો ચોખ્ખો ધૂપ બનાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 તેણે અભિષેક માટેનું પવિત્ર તેલ તથા શુદ્ધ ખુશબુદાર સુગંધીઓનો ધૂપ બનાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 વળી તેણે અભિષેક માંટેનું તેલ તેમજ સરૈયો બનાવે તેવો શુદ્ધ સુગંધીદાર ધૂપ પણ બનાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 37:29
18 Iomraidhean Croise  

મારી પ્રાર્થનાને તમારી સંમુખ ધૂપ સમાન અને મારા પ્રસારેલા હાથોને સંયાકાળના અર્પણ સમાન સ્વીકારો.


મારા શત્રુઓની નજર સામે જ તમે મારે વાસ્તે મિજબાની ગોઠવો છો! મારે માથે સુગંધી તેલ ચોળીને તમે મારું સ્વાગત કરો છો! અને મારો પ્યાલો છલકાઈ જાય ત્યાં સુધી ભરો છો!


તમે મને જંગલી સાંઢ જેવો બળવાન બનાવ્યો છે; આનંદ દર્શાવવા મને તાજું તેલ ચોળવામાં આવ્યું છે.


પ્રભુએ મોશેને કહ્યું,


તેણે બાવળના લાકડાના દાંડા બનાવ્યા અને તેમને સોનાથી મઢી લીધા.


મરેલી માખીઓ અત્તરને દુર્ગંધ મારતું કરી નાખે છે, તેમ થોડી મૂર્ખાઈ જ્ઞાન અને સન્માનને દબાવી દે છે.


પ્રભુનો આત્મા એટલે, ડહાપણ અને સમજ આપનાર આત્મા, વિવેકબુદ્ધિ અને સામર્થ્ય આપનાર આત્મા તથા પ્રભુનું જ્ઞાન અને અદબ પમાડનાર આત્મા તેના પર રહેશે.


પ્રભુ પરમેશ્વરનો આત્મા મારા પર છે; કારણ, દીનજનોને શુભ સમાચાર જણાવવાને તેમણે મારો અભિષેક કર્યો છે. તેમણે મને ભગ્ન દયવાળાઓને સાજા કરવા માટે, બંદીવાનોને છુટકારાની તથા કેદીઓને અંધારી કોટડીમાંથી મુક્તિની જાહેરાત કરવા માટે,


અને સિયોનમાં શોક કરનારાઓને રાખને બદલે પુષ્પમુગટ, વિલાપને બદલે હર્ષનું તેલ, હતાશ આત્માને બદલે સ્તુતિરૂપી વસ્ત્રો આપવા માટે મોકલ્યો છે. તેઓ તો પ્રભુનો મહિમા પ્રગટ કરનારાં ધાર્મિક્તાનાં ઓકવૃક્ષો અને પ્રભુએ રોપેલા રોપ કહેવાશે.


જેને ઈશ્વરે મોકલ્યો છે તે ઈશ્વરની વાણી બોલે છે, કારણ, ઈશ્વર તેને પોતાનો આત્મા ભરપૂરીથી આપે છે.


આ પૃથ્વી પરના પોતાના જીવન દરમિયાન ઈસુએ તેમને મૃત્યુમાંથી બચાવનાર ઈશ્વરને મોટે ઘાંટે તથા આંસુઓ સહિત પ્રાર્થનાઓ અને વિનંતીઓ કરી. તે નમ્ર અને આજ્ઞાંક્તિ હતા તેથી ઈશ્વરે તેમનું સાંભળ્યું.


તેથી જેઓ તેમના દ્વારા ઈશ્વર પાસે આવે છે તેમનો પૂરેપૂરો ઉદ્ધાર કરવાને તે હરહંમેશ શક્તિમાન છે. કારણ, એવા લોકો માટે ઈશ્વર સમક્ષ મયસ્થી કરવા તે સર્વકાળ જીવે છે.


પણ ખ્રિસ્તની મારફતે રેડી દેવામાં આવેલો પવિત્ર આત્મા તમારી પાસે છે અને તેથી તમને સત્યની ખબર છે.


પણ તમારા પર તો ખ્રિસ્તે પોતાનો પવિત્ર આત્મા રેડી દીધો છે. જ્યાં સુધી તેમનો પવિત્ર આત્મા તમારામાં વાસો કરે છે ત્યાં સુધી તમારે બીજા કોઈ શિક્ષકની જરૂર નથી. કારણ, તેમનો પવિત્ર આત્મા તમને સર્વ બાબતો શીખવે છે અને તેનું શિક્ષણ જૂઠું નથી પણ સાચું છે. આથી પવિત્ર આત્માના શિક્ષણને આધીન થાઓ અને ખ્રિસ્તમાં રહો.


Lean sinn:

Sanasan


Sanasan