Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 36:1 - પવિત્ર બાઇબલ C.L.

1 “બસાલએલ, ઓહોલીઆબ અને અન્ય સર્વ કારીગરો જેમને પ્રભુએ સર્વ વસ્તુઓ બનાવવા કૌશલ્ય અને સમજશક્તિ આપ્યાં છે તેમણે સર્વ વસ્તુઓ પ્રભુની આજ્ઞા પ્રમાણે જ બનાવવી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને બસાલેલ તથા આહોલીઆબ તથા જે બુદ્ધિમાન માણસોના મનમાં યહોવાએ પવિત્રસ્થાનની સેવાનું બધું કામ કરવાની બુદ્ધિ તથા અક્કલ મૂકેલી છે, તેઓ સર્વ યહોવાએ આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે કામ કરે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 બસાલેલ, આહોલીઆબ તથા જે બુદ્ધિમાન માણસોના હૃદયમાં યહોવાહે પવિત્રસ્થાનની સેવાનું બધું કામ કરવાની બુદ્ધિ, અક્કલ મૂકેલી છે, તેઓ સર્વ યહોવાહે આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે કામ કરે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 “બઝાલએલ, આહોલીઆબ અને અન્ય બધા કારીગરો, જેઓને યહોવાએ કૌશલ્ય અને સમજ આપ્યાં છે જેથી તેઓને મુલાકાતમંડપના બાંધકામને લગતું બધું કામ કરતાં આવડે, તેમણે બરાબર યહોવાની આજ્ઞા મુજબ જ બધું બનાવવાનું છે.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 36:1
19 Iomraidhean Croise  

તેનો પિતા પણ તૂરનો હતો ને તાંબાના કામનો કુશળ કારીગર હતો. તે ત્યારે હયાત નહોતો. તેની માતા નાફતાલીના કુળની હતી. હુરામ બુદ્ધિશાળી અને અનુભવી કારીગર હતી. તાંબાના સર્વ કામની જવાબદારી ઉપાડવા તે શલોમોન રાજા પાસે આવ્યો.


હૂરનો પુત્ર ઉરી હતો અને ઉરીનો પુત્ર બસાલએલ હતો.


યજ્ઞકારો અને લેવીઓએ પ્રભુના મંદિરમાં વારા પ્રમાણે ફરજ બજાવવા ટુકડીઓની વ્યવસ્થા કરેલી છે. માટે પ્રવીણ કારીગરો તને મદદ કરવા તત્પર છે અને સર્વ લોકો અને તેમના આગેવાનો તને આધીન છે.


જો હું તમારી સર્વ આજ્ઞાઓ ધ્યાનમાં રાખું તો હું કદી લજ્જિત થઈશ નહિ.


પછી તેઓ ત્યાંથી ગયા અને પ્રભુએ મોશે તથા આરોનને આપેલી આજ્ઞાઓ પ્રમાણે તેમણે કર્યું.


લોકો મારે માટે પવિત્ર નિવાસસ્થાન બનાવે, જેથી હું તેમની વચમાં રહું.


મેં જેમને કળાકૌશલ્ય બક્ષ્યાં છે એવા કારીગરોને બોલાવીને તું તેમને આરોનનાં વસ્ત્ર બનાવવાનું કહે, એ માટે કે યજ્ઞકાર તરીકે સેવા કરવા માટે તમે આરોનનું સમર્પણ કરી શકો.


અભિષેક કરવા માટેનું તેલ અને પવિત્રસ્થાન માટે સુગંધીદાર ધૂપ. મેં તને ફરમાવ્યું છે બરાબર તે જ પ્રમાણે તેઓ તે સઘળું બનાવે.”


બસાલએલ, ઓહોલીઆબ તથા પ્રભુએ જેમને કૌશલ્ય બક્ષ્યું હતું તથા જેઓ મદદ કરવા તૈયાર હતા તેવા સૌને બોલાવીને મોશેએ કાર્ય શરૂ કરવા જણાવ્યું.


દાનના કુળના અહિસામાખનો પુત્ર ઓહોલીઆબ તેનો મદદગાર હતો. તે શિલ્પી, બાહોશ કલાકાર અને બારીક અળસી રેસા તથા વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસાનું ભરતગૂંથણ કરનાર હતો.


પવિત્રસ્થાનમાં સેવા કરતી વખતે યજ્ઞકારોએ પહેરવાનાં પવિત્ર વસ્ત્રો તેમણે વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસામાંથી બનાવ્યાં. પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે તેમણે આરોન યજ્ઞકાર માટે પણ પવિત્ર વસ્ત્રો બનાવ્યાં.


પરંતુ મોશેએ કહાથીઓને કશું જ આપ્યું નહિ. કારણ, જે પવિત્ર વસ્તુઓની સેવા તેઓને સોંપવામાં આવી હતી, તે તેમણે પોતાના ખભા ઉપર જ ઊંચકવાની હતી.


જે જે આદેશ મેં તમને આપ્યા છે, તેનું પાલન કરવાનું શિક્ષણ તેમને આપતા જાઓ, અને જુઓ, યુગના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.


તેઓ બન્‍ને ઈશ્વરપરાયણ જીવન જીવતાં હતાં અને તેમની બધી આજ્ઞાઓ તથા નીતિનિયમો પાળતાં હતાં.


તે માણસ નહિ, પણ પ્રભુ દ્વારા ઊભા કરાયેલા એવા સાચા મંડપના, પ્રમુખ યજ્ઞકાર તરીકે પરમ પવિત્રસ્થાનમાં સેવા કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan