તેની માતા દાનના કુળની છે અને તેનો પિતા તૂરનો વતની છે. તે સોનું, ચાંદી, તાંબુ, લોખંડ, પથ્થર અને લાકડાંની વસ્તુઓ બનાવવામાં નિપુણ છે. તે આસમાની, જાંબલી અને લાલ વસ્ત્રો તેમજ અળસીરેસાનાં વસ્ત્રો પર કારીગરી કરે છે. તે સર્વ પ્રકારની કોતરણી કરી શકે છે અને સૂચવવામાં આવેલ કોઈપણ ભાત પાડી શકે છે. તમારા કારીગરો અને તમારા પિતા દાવિદ રાજાના કારીગરો સાથે તે કામ કરશે.