Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 35:25 - પવિત્ર બાઇબલ C.L.

25 સર્વ કુશળ સ્ત્રીઓ ઝીણા કાંતેલા અળસી રેસાના તથા વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસાઓના દોરા કાંતી લાવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અને સર્વ બુદ્ધિમાન સ્‍ત્રીઓ પોતાને હાથે કાંતીને પોતાનું કાંતેલું, એટલે નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનું તથા ઝીણું શણ લાવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 સર્વ બુદ્ધિમાન સ્ત્રીઓ પોતે કાંતેલું, એટલે ભૂરા, જાંબુડા, કિરમજી રંગનું ઊન તથા ઝીણું શણ લાવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 જે સ્ત્રીઓ કાંતવામાં કુશળ હતી, તેમણે ભૂરું, જાંબુડિયું અને કિરમજી ઊન તથા બારીક શણ કાંતી આપ્યું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 35:25
16 Iomraidhean Croise  

તેણે પ્રભુના મંદિરમાં પુરુષ અને સ્ત્રી વેશ્યાઓના નિવાસખંડ તોડી નાખ્યા. (ત્યાં જ સ્ત્રીઓ અશેરાની પૂજામાં વપરાતા ઝભ્ભા વણતી હતી.)


યજ્ઞકારો અને લેવીઓએ પ્રભુના મંદિરમાં વારા પ્રમાણે ફરજ બજાવવા ટુકડીઓની વ્યવસ્થા કરેલી છે. માટે પ્રવીણ કારીગરો તને મદદ કરવા તત્પર છે અને સર્વ લોકો અને તેમના આગેવાનો તને આધીન છે.


મેં જેમને કળાકૌશલ્ય બક્ષ્યાં છે એવા કારીગરોને બોલાવીને તું તેમને આરોનનાં વસ્ત્ર બનાવવાનું કહે, એ માટે કે યજ્ઞકાર તરીકે સેવા કરવા માટે તમે આરોનનું સમર્પણ કરી શકો.


વળી, બસાલએલની સાથે કામ કરવા માટે મેં દાનના કુળમાંથી અહિસામાખના પુત્ર ઓહોલીઆબનો પણ મારા આત્માથી અભિષેક કર્યો છે. મેં સર્વે કુશળ કારીગરોને પણ ઉત્તમ કાર્યદક્ષતા બક્ષી છે; જેથી તેઓ સૌ મારી આજ્ઞા પ્રમાણે આ બધી વસ્તુઓ બનાવે:


જેઓ ચાંદી અને તાંબુ આપી શકે તેવા લોકો પ્રભુ પાસે તેમનું તેવું અર્પણ લાવ્યા. જેઓ પાસે બાવળનાં લાકડાં હતાં તેઓ સૌ કંઈક ને કંઈક કામમાં આવે તે માટે બાવળનાં લાકડાં લાવ્યા.


તેઓ બકરાના વાળમાંથી પણ દોરીઓ કાંતી લાવી.


“બસાલએલ, ઓહોલીઆબ અને અન્ય સર્વ કારીગરો જેમને પ્રભુએ સર્વ વસ્તુઓ બનાવવા કૌશલ્ય અને સમજશક્તિ આપ્યાં છે તેમણે સર્વ વસ્તુઓ પ્રભુની આજ્ઞા પ્રમાણે જ બનાવવી.”


જ્ઞાની સ્ત્રીઓ પોતાનું ઘર બાંધે છે, પણ મૂર્ખ સ્ત્રીઓ પોતાને હાથે જ પોતાનું ઘર તોડી પાડે છે.


તેથી પિતર તૈયાર થઈને તેમની સાથે ગયો. તે આવી પહોંચ્યો એટલે તેઓ તેને ઉપલે માળે ઓરડીમાં લઈ ગયા. બધી વિધવાઓ તેને ઘેરી વળી અને તે જીવતી હતી ત્યારે તેણે જે પહેરણ અને ઝભ્ભા બનાવ્યા હતા તે તેને બતાવતાં તેઓ રડવા લાગી.


ત્રુફૈના તથા ત્રુફોસાને મારી શુભેચ્છા. મારી પ્રિય સાથીદાર પેર્સીસને શુભેચ્છા. તેણે પ્રભુને માટે ભારે જહેમત ઉઠાવી છે.


તમારે માટે પુષ્કળ મહેનત કરનાર મિર્યામને શુભેચ્છા.


આમ, યહૂદી કે બિનયહૂદી, ગુલામ કે સ્વતંત્ર, પુરુષ કે સ્ત્રી વચ્ચે હવે કોઈ ભેદભાવ નથી; કારણ, ઈસુ ખ્રિસ્તની સાથેના સંબંધને લીધે તમે સૌ એક છો.


મારા વિશ્વાસુ સાથી, મારે તને પણ વિનંતી કરવાની કે આ બંને સ્ત્રીઓને તું મદદ કરજે. કારણ, મારી સાથે તેમજ કલેમેન્ટ અને બીજા સર્વ સહકાર્યકરો, જેમનાં નામ ઈશ્વરે રાખેલા જીવંત લોકોની યાદીના પુસ્તકમાં લખેલાં છે તેમની સાથે શુભસંદેશના પ્રચારકાર્યમાં તેમણે સખત પરિશ્રમ કર્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan