Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 35:21 - પવિત્ર બાઇબલ C.L.

21 અને જેમના મનમાં આપવાની ઉત્કંઠા હતી તેઓ સૌ મુલાકાતમંડપ બનાવવા માટે પ્રભુ સમક્ષ અર્પણો લાવ્યા. સેવાકાર્ય તેમ જ યજ્ઞકારોનાં વસ્ત્રો બનાવવા તેઓ સર્વ જરૂરી વસ્તુઓ લાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને જેઓને હોંસ હતી, અને જેઓના અંત:કરણમાં આપવાની ઇચ્છા હતી તે સર્વ આવ્યા ને મુલાકાતમંડપના કાર્યને માટે તથા તેની સર્વ સેવાને માટે તથા પવિત્ર વસ્‍ત્રોને માટે યહોવાને માટે અર્પણ લાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 જેઓને હોંશ હતી અને જેઓના હૃદયોમાં આપવાની ઇચ્છા હતી તે સર્વ આવ્યા અને મુલાકાતમંડપના કામને સારુ તથા તેની સર્વ સેવાને સારુ તથા પવિત્ર વસ્ત્રોને સારુ યહોવાહને માટે અર્પણ લાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 પછી યહોવાના આત્માંથી જેઓના હૃદયોને સ્પર્શ થયો હતો, તે દરેક પોતાની રાજીખુશીથી મુલાકાતમંડપનાં સાધનો માંટે, તેની સામગ્રી માંટે અને પવિત્ર વસ્ત્રો માંટે તેઓનાં અર્પણો લઈને યહોવાને ભેટ ધરવા પાછા આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 35:21
28 Iomraidhean Croise  

સેનાધિપતિ પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર છે. તમે મને, તમારા સેવકને આ બધું પ્રગટ કર્યું છે અને ઓ પ્રભુ પરમેશ્વર, એવું તમે જાતે જ જણાવ્યું છે અને તેથી તમને આ પ્રાર્થના કરવાની મેં હિંમત ધરી છે.


દાવિદે તેમની સમક્ષ ઊભા રહીને કહ્યું, “મારા ભાઈઓ અને પ્રજાજનો, મારું સાંભળો. પ્રભુની કરારપેટી માટે કાયમી વિરામસ્થાન એટલે, ઈશ્વરના પાયાસન માટે નિવાસસ્થાન બાંધવાનું મારા મનમાં હતું. એ બાંધવાની તૈયારી પણ મેં કરી હતી.


તેણે શલોમોનને કહ્યું, “મારા દીકરા, તું મારા પિતાના ઈશ્વરનો સ્વીકાર કર અને સંપૂર્ણ દિલથી અને રાજીખુશીથી તેમની સેવા કર. તે આપણા સૌના વિચારો અને ઈરાદાઓ જાણે છે. જો તું તેમને શોધશે, તો તે તને મળશે; પણ જો તું તેમનો ત્યાગ કરીશ તો તે તને સદાને માટે તજી દેશે.


“છતાં હું અને મારા લોક હકીક્તમાં તમને કંઈ આપી શકીએ તેમ છીએ જ નહિ; કારણ, અમારું જે કંઈ છે તે તમારા તરફથી જ મળેલું છે અને જે તમારું પોતાનું છે તે જ અમે તમને આપ્યું છે.


વળી, એ સર્વ ઉપરાંત મારા ઈશ્વરના મંદિર પ્રત્યેના મારા પ્રેમને લીધે મેં મારી અંગત સંપત્તિમાંથી સોનુંચાંદી આપ્યાં છે.


જેમની પાસે કિંમતી હીરામાણેક હતાં તેમણે તે લેવીના ગેર્શોની ગોત્રના યહિયેલના વહીવટ હસ્તકના મંદિરના ખજાનામાં આપ્યાં.


લોકોએ રાજીખુશીથી પ્રભુને આપ્યું અને એટલું બધું અપાયું તેથી તેમને આનંદ થયો. દાવિદ રાજાને પણ ખૂબ આનંદ થયો.


તેઓ યરુશાલેમમાં પ્રભુના મંદિરમાં આવ્યા ત્યારે ગોત્રોના આગેવાનોએ મંદિરને તેના મૂળ સ્થાને ફરીથી બાંધવા માટે સ્વૈચ્છિક અર્પણો આપ્યાં.


એઝરાએ કહ્યું, “આપણા પૂર્વજોના ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ કે આ રીતે તેમણે સમ્રાટની મારફતે યરુશાલેમમાંના તેમના મંદિરનો વૈભવ વધાર્યો છે.


તારે યુદ્ધ કરવાનો સમય આવશે ત્યારે તારા લોકો તને ખુશીથી અનુસરશે. હે રાજા, તું પ્રતાપી અને ગૌરવી વસ્ત્રો ધારણ કરે છે, અને પરોઢિયાને પેટે જન્મેલા ઝાકળના જેવી તારી જુવાની તાજગીભરી છે.


“તું મારે માટે ઇઝરાયલીઓને ભેટ લાવવા જણાવ. દરેક માણસ રાજીખુશીથી જે કંઈ આપે તે તમારે સ્વીકારવું.


સર્વ ઇઝરાયલીઓ મોશે પાસેથી ગયા


જેટલાં સ્ત્રીપુરુષોના મનમાં આપવાની ઇચ્છા હતી તેઓ સૌ નથણીઓ, વાળીઓ, વીંટીઓ, ગળાના હાર અને સર્વ પ્રકારનાં સોનાનાં ઘરેણાં લાવ્યાં અને તેમણે તે પ્રભુને અર્પણ કર્યાં.


તેઓ બકરાના વાળમાંથી પણ દોરીઓ કાંતી લાવી.


પ્રભુએ મોશેને સોંપેલું કાર્ય કરવા માટે જેમના મનમાં આપવાની ઇચ્છા હતી તેવા સર્વ ઇઝરાયલીઓ રાજીખુશીથી પોતાનાં અર્પણો પ્રભુ પાસે લાવ્યા.


તમે પ્રભુને માટે અર્પણ લાવો. તમારામાંથી જેમને અર્પણ ચડાવવાની ઇચ્છા હોય તેઓ અર્પણ લાવે; એટલે કે સોનું, ચાંદી, તાંબુ,


બસાલએલ, ઓહોલીઆબ તથા પ્રભુએ જેમને કૌશલ્ય બક્ષ્યું હતું તથા જેઓ મદદ કરવા તૈયાર હતા તેવા સૌને બોલાવીને મોશેએ કાર્ય શરૂ કરવા જણાવ્યું.


પૂરા ખંતથી મારા મનની ચોકી રાખ, કારણ, તેમાંથી જ જીવન ઉદ્ભવે છે.


તેમનો શાસક તેમના પોતાનામાંનો જ હશે, અને તેમની મધ્યેથી જ તેમનો અધિકારી થશે; હું તેને આમંત્રણ આપીશ, એટલે તે મારી પાસે આવશે. કારણ, મારા આમંત્રણ વગર મારી પાસે આવીને, પોતાનો જીવને જોખમમાં નાખવાની હિંમત કોણ કરે?


ઓ સર્પોના વંશજો, તમે તો ભૂંડા છો, પછી તમે કેવી રીતે સારી વાત કરી શકો? કારણ, જે મનમાં છે તે જ મુખ બોલે છે.


જો તમે દાન આપવા આતુર હો, તો તમારી પાસે જે નથી તેને આધારે નહિ, પણ તમારી પાસે જે છે તેને આધારે ઈશ્વર તમારી ભેટ સ્વીકારશે.


કમને કે ફરજ પડયાથી નહિ, પણ દરેકે પોતે નક્કી કર્યા પ્રમાણે જ આપવું. કારણ, આનંદ સહિત આપનારને ઈશ્વર ચાહે છે.


જાગ! દબોરા, જાગ! જાગ, જાગીને ગીત ગાવા માંડ. અબિનોઆમના પુત્ર, ઊઠ, ઊભો થા! તારા બંદીવાનોને દોરી જા!


હે રાજાઓ સાંભળો! હે શાસકો, લક્ષ આપો! હું પ્રભુ સમક્ષ ગીત ગાઈશ, હું ઇઝરાયલના ઈશ્વર પ્રભુ માટે સંગીતના સૂર વગાડીશ.


ઇઝરાયલના સેનાધિકારીઓ પર, સ્વેચ્છાપૂર્વક લડાઈમાં જોડાયેલા લોકો પર મારું દિલ લાગ્યું છે. પ્રભુની સ્તુતિ હો!


Lean sinn:

Sanasan


Sanasan