Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 34:13 - પવિત્ર બાઇબલ C.L.

13 તેથી તમારે તો તેમની વેદીઓ તોડી પાડવી, તેમના ધાર્મિકસ્તંભોનો નાશ કરવો અને તેમની દેવી અશેરાની મૂર્તિઓ કાપી નાખવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 પણ તમારે તેઓની વેદીઓ તોડી પાડવી, ને તેમના સ્તંભોને ભાંગી નાખવા, ને તેમની અશેરા [મૂર્તિઓ] ને કાપી નાખવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તેના બદલે, તમારે તેઓની વેદીઓ તોડી પાડવી, તેના સ્તંભોને ભાંગી નાખવા અને તેમની અશેરા મૂર્તિઓને કાપી નાખવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 પણ યાદ રાખો, તમાંરે તેમની વેદીઓ તોડી પાડવાની છે, તેમના પૂજાસ્તંભો તોડી નાખવાના છે. અને તેઓની અશેરાહ દેવીની મૂર્તિઓ ભાંગી નાખવાની છે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 34:13
25 Iomraidhean Croise  

પ્રભુ ઈઝરાયલને પણ સજા કરશે અને તે પ્રવાહમાં ડોલતા બરુની જેમ હચમચી જશે. પ્રભુ ઇઝરાયલના લોકોને તેમના પૂર્વજોને તેમણે આપેલા આ સારા દેશમાંથી ઉખેડી નાખશે અને તેમને યુફ્રેટિસ નદીને પેલે પાર વિખેરી નાખશે, કારણ, તેમણે અશેરા દેવીની પ્રતિમાઓ બનાવી પ્રભુને કોપાયમાન કર્યા છે.


એમ તેમણે પવિત્ર સ્તંભ અને મંદિરનો નાશ કર્યો અને તેને સંડાસ બનાવી દીધું; જે આજ સુધી એમ જ છે.


તેણે પૂજાંનાં ઉચ્ચસ્થાનોનો નાશ કર્યો, શિલાસ્તંભો તોડી પાડયા અને અશેરા દેવીની પ્રતિમાઓના ચૂરેચૂરા કરી નાખ્યા. મોશેએ બનાવેલો તામ્રસાપ, જેને તેઓ નેહુશ્તાન કહેતા તેના પણ તેણે ટુકડેટુકડા કરી નાખ્યા. તે સમય સુધી તો ઇઝરાયલી લોકો તેની આગળ ધૂપ બાળતા.


યોશિયા રાજાએ શિલાસ્તંભોના ચૂરેચૂરા કરી નાખ્યા અને અશેરા દેવીની પ્રતિમાનું ખંડન કર્યું, અને એનાં સ્થાન માણસોનાં હાડકાંથી ભરી દીધાં.


તેણે પારકી વેદીઓ અને પૂજાનાં ઉચ્ચસ્થાનો દૂર કર્યાં, પવિત્ર શિલાસ્તંભ તોડી નાખ્યો અને અશેરા દેવીનાં પ્રતીકો કાપી નાખ્યાં.


આસા રાજાએ પોતાની મા માખાને રાજમાતાની પદવી પરથી દૂર કરી. કારણ, તેણે અશેરા દેવીની ઘૃણાસ્પદ મૂર્તિ બનાવી હતી. આસાએ એ મૂર્તિ કાપી નાખી. તેનો ભૂક્કો કરી નાખ્યો અને એ ભૂક્કો કિદ્રોનની ખીણમાં બાળી નાખ્યો.


પ્રભુની સેવા કરવામાં તેણે ભારે ઉત્સાહ દાખવ્યો અને તેણે યહૂદિયામાંથી પૂજાનાં સર્વ ઉચ્ચસ્થાનો અને અશેરા દેવીનાં પ્રતીકોનો સમૂળગો નાશ કર્યો.


તેથી લોકોએ તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુના મંદિરમાં ભક્તિ કરવાનું બંધ કર્યું અને મૂર્તિઓ તેમજ અશેરા દેવીની પ્રતિમાઓની ભક્તિ કરવા લાગ્યા. એમના એ અપરાધને લીધે ઈશ્વર યહૂદિયા અને યરુશાલેમના લોકો પર કોપાયમાન થયા.


પર્વની ઉજવણી પૂરી થઈ એટલે ઇઝરાયલી લોકો યહૂદિયાના સર્વ નગરોમાં ગયા. ત્યાં તેમણે પથ્થરના સ્તંભો તોડી પાડયા, અશેરાહ દેવીની પ્રતિમાઓ કાપી નાખી અને વેદીઓ તેમજ પૂજાનાં ઉચ્ચસ્થાનોનો નાશ કર્યો. યહૂદિયાના બાકીના પ્રદેશમાં અને બિન્યામીન, એફ્રાઈમ અને મનાશ્શાના કુળપ્રદેશોમાં પણ તેમણે એમ જ કર્યું. પછી તેઓ સૌ પોતપોતાને ઘેર ગયા.


રાજાની પ્રાર્થના અને ઈશ્વરે આપેલો તેનો જવાબ અને પશ્ર્વાતાપ કર્યા પહેલાં તેણે કરેલાં પાપ અને દુરાચારની વિગતો, તેણે બનાવેલાં પૂજાનાં ઉચ્ચસ્થાનો અને અશેરાની પ્રતિમાઓ, તેની મૂર્તિપૂજા એ બધું સંદેશવાહકોના ઇતિહાસમાં લખેલું છે.


તમે તેમના દેવોની આગળ નમશો નહિ કે તેમની પૂજા કરશો નહિ. વળી, તમે તેમના ધાર્મિક રીતરિવાજ અપનાવશો નહિ. તમે તેમના દેવોનો નાશ કરજો અને તેમના ધાર્મિક સ્તંભોના ચૂરેચૂરા કરી નાખજો.


પોતાને હાથે બનાવેલી વેદીઓ તરફ તેઓ તાકશે નહિ. વળી, પોતાની આંગળીઓથી બનાવેલી અશેરા દેવીની મૂર્તિઓ કે ધૂપવેદીઓ તરફ નિહાળશે નહિ.


તેથી આ જ રીતે યાકોબના અપરાધનું પ્રાયશ્ર્વિત થશે અને તેમના પાપનિવારણનું આવું પરિણામ આવશે: ઇઝરાયલ બધી વેદીઓ તોડી પાડશે અને તેમના પથ્થરો જાણે ચાકના પથ્થરો હોય તેવો તેમનો બારીક ભૂક્કો કરી નાખશે. અશેરાની મૂર્તિઓ અને ધૂપવેદીઓમાંથી એક કહેતાં એકે ય ઊભી રહેવા દેવાશે નહિ.


અશેરા દેવીને માટે દરેક લીલા વૃક્ષ નીચે, ટેકરાઓની ટોચે અને પર્વતોનાં શિખરો પર સ્થાપેલ તમારી વેદીઓ અને પ્રતીકોની તમે પૂજા કરો છો.** સમગ્ર દેશમાં તમે આચરેલા પાપને લીધે તમારી બધી ધનસંપત્તિ અને તમારો ખજાનો હું શત્રુઓને લૂંટી લેવા દઈશ.


તમારા દેશમાંના અશેરા દેવીના સ્તંભોને હું ઉખેડી નાખીશ. અને તમારાં શહેરોનો નાશ કરીશ.


ત્યારે તમારે તે દેશમાં બધા વતનીઓને હાંકી કાઢવા. તેમની પથ્થરની અને ધાતુઓની મૂર્તિઓનો નાશ કરવો અને તેમનાં બધાં ઉચ્ચ ભક્તિસ્થાનો તોડી પાડવાં.


“જ્યારે તમે તમારા ઈશ્વર પ્રભુ માટે વેદી બનાવો ત્યારે તેની બાજુમાં અશેરા દેવીના પ્રતીકરૂપ સ્તંભ ઊભો કરવો નહિ.


એમ જ મૂર્તિપૂજા માટે શિલાસ્તંભ પણ ઊભો કરશો નહિ. કારણ, પ્રભુ તેમને ધિક્કારે છે.


માટે તમારે તેમની સાથે આ પ્રમાણે વ્યવહાર કરવો: તમારે તેમની વેદીઓ તોડી પાડવી, તેમના પવિત્ર શિલાસ્તંભોના ચૂરેચૂરા કરી નાખવા, તેમની દેવી અશેરાના પ્રતીકરૂપ કાષ્ટસ્તંભોને ચીરી નાખવા અને તેમની મૂર્તિઓને આગમાં બાળી નાખવી.


તમારે આ દેશના રહેવાસીઓ સાથે કોઈ જાતનો કરાર કરવો નહિ. તમારે તેમની વેદીઓ તોડી નાખવી.’ પણ તમે મારા કહ્યા પ્રમાણે કર્યું નથી. તમે શા માટે એવું કર્યું?


એ જ રાત્રે પ્રભુએ ગિદિયોનને કહ્યું, “તારા પિતાનો આખલો તેજ અન્ય સાત વર્ષની વયનો આખલો લે. બઆલ માટે બાંધેલી તારા પિતાની વેદી તોડી પાડ અને તેની બાજુમાં ઊભો કરેલો અશેરાદેવીનો સ્તંભ કાપી નાખ.


આ ટેકરા પર તારા ઈશ્વર પ્રભુને માટે નમૂના મુજબની વેદી બાંધ. પછી તે કાપી નાખેલા અશેરાદેવીના સ્તંભનો બળતણના લાકડાં તરીકે ઉપયોગ કરી પેલા બીજા આખલાનું બાંધેલી વેદી પર પૂર્ણ દહનબલિ ચડાવ.”


Lean sinn:

Sanasan


Sanasan