Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 33:7 - પવિત્ર બાઇબલ C.L.

7 ઇઝરાયલીઓ જ્યાં જ્યાં પડાવ નાખતા ત્યાં મોશે છાવણીથી થોડે દૂર મંડપ ઊભો કરતો. તે મુલાકાતમંડપ કહેવાતો; કારણ, પ્રભુની દોરવણી શોધનાર પ્રત્યેક માણસ એ છાવણી બહારના મુલાકાતમંડપમાં જતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 હવે મૂસા મંડપ લઈને છાવણી બહાર દૂર તે તાણતો હતો; અને તેણે તેનું [નામ] મુલાકાતમંડપ પાડયું. અને એમ થયું કે યહોવાને શોધનાર પ્રત્યેક માણસ નીકળીને છાવણી બહારના મુલાકાતમંડપમાં જતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 મૂસા મંડપ લઈને છાવણી બહાર દૂર તે માંડવો ઊભો કરતો હતો અને તેણે તેનું નામ મુલાકાતમંડપ પાડ્યું. યહોવાહને શોધનાર પ્રત્યેક માણસ નીકળીને છાવણી બહારના મુલાકાતમંડપમાં જતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 મૂસા હંમેશા છાવણીની બહાર દૂર માંડવો ઊભો કરતો હતો અને જે કોઈને યહોવાની ઈચ્છા જાણવી હોય તે છાવણી બહાર “મુલાકાતમંડપમાં” જતો. જે મૂસાએ છાવણી બહાર ઊભો કર્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 33:7
17 Iomraidhean Croise  

દાવિદના અમલ દરમ્યાન ભયંકર દુકાળ પડયો અને તે સતત ત્રણ વર્ષ ચાલ્યો. તેથી દાવિદે તે વિષે પ્રભુને પૂછી જોયું. પ્રભુએ કહ્યું, “ગિબ્યોનીઓને મારી નાખવા બદલ શાઉલ અને તેના કુટુંબ પર ખૂનનો દોષ લાગેલો છે.”


હે પ્રભુ, તમે કેમ ખૂબ દૂર રહો છો? સંકટને સમયે તમે કેમ સંતાઈ જાઓ છો?


મારા દયે મને કહ્યું હતું, “ચાલ, પ્રભુનું મુખ શોધ.” તેથી હે પ્રભુ, હું તમારું જ મુખ શોધું છું.


હે પ્રભુ, તમે આ જુઓ છો; તમે મૌન રહેશો નહિ. હે પ્રભુ, મારાથી દૂર થશો નહિ.


પછી યિથ્રોએ ઈશ્વરને સંપૂર્ણ દહનબલિ તથા અન્ય અર્પણો ચડાવ્યાં અને આરોન તથા ઇઝરાયલના બીજા આગેવાનો યિથ્રોની સાથે ઈશ્વરની સમક્ષ પવિત્ર ભોજન લેવા આવ્યા.


એટલે મોશે તેમને મળવા બહાર આવ્યો. મોશેએ તેને પ્રણામ કર્યા અને ચુંબન કર્યું. તેમણે એકબીજાના ખબરઅંતર પૂછયા પછી તેઓ મોશેના તંબુમાં ગયા.


તેથી હોરેબ પર્વત પાસેથી નીકળ્યા પછી ઇઝરાયલી લોકોએ કદી ઘરેણાં પહેર્યાં નહિ.


જ્યારે મોશે છાવણીમાંથી નીકળીને મુલાકાતમંડપ પાસે જતો ત્યારે લોકો પોતાના તંબુના પ્રવેશદ્વાર પર ઊભા રહેતા અને જ્યાં સુધી તે મંડપમાં પ્રવેશે નહિ ત્યાં સુધી તેને જોઈ રહેતા.


પ્રભુ નેકજનની પ્રાર્થના સાંભળે છે, પણ તે દુષ્ટોથી દૂર રહે છે.


પણ તમારા અપરાધોએ તમારી અને તમારા ઈશ્વરની વચમાં આડશ ઊભી કરી છે, અને તમારાં પાપને લીધે પ્રભુએ પોતાનું મુખ તમારા પરથી ફેરવી લીધું છે, અને તેથી તે સાંભળતા નથી.


અને જો કે તેઓ બાળકો ઉછેરે તો હું તેમને ઉપાડી લઈશ અને એકેય જીવતું બચશે નહિ. હું આ લોકોને તરછોડી દઈશ ત્યારે તેમની દુર્દશા થશે.”


તમે ત્યાં પણ તમારા ઈશ્વર પ્રભુને શોધશો એટલે તમારા સંપૂર્ણ દયથી અને પૂરા અંત:કરણથી તેમની ખોજ કરશો તો તે તમને મળશે.


તે માણસ નહિ, પણ પ્રભુ દ્વારા ઊભા કરાયેલા એવા સાચા મંડપના, પ્રમુખ યજ્ઞકાર તરીકે પરમ પવિત્રસ્થાનમાં સેવા કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan