Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 33:5 - પવિત્ર બાઇબલ C.L.

5 કારણ, પ્રભુએ લોકોને આ પ્રમાણે કહેવા આજ્ઞા આપી હતી: “તમે હઠીલા લોકો છો. જો હું તમારી સાથે થોડીવાર પણ આવું તો હું તમારો સંપૂર્ણ નાશ કરી બેસું. તેથી હવે તમારાં ઘરેણાં ઉતારી દો અને મારે તમારું શું કરવું તે હું પછી નક્કી કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને યહોવાએ મૂસાને કહ્યું, “ઇઝરાયલી લોકોને કહે, ‘તમે હઠીલી પ્રજા છો. જો હું એક પળવાર તારી મધ્યે આવું તો હું તારો સહાર કરું. તો હવે તારાં ઘરેણાં ઉતાર કે, મારે તને શું કરવું તે હું જાણું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 યહોવાહે મૂસાને કહ્યું, “ઇઝરાયલી લોકોને કહે કે, ‘તમે લોકો હઠીલા છો. જો હું તમારી સાથે એ પળવાર પણ આવું તો તમારો સંહાર કરી નાખું. એટલે તમે તમારાં ઘરેણાં ઉતારી નાખો કે, મારે તને શું કરવું તે હું જાણું.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 યહોવાએ મૂસાને કહ્યું, “ઇસ્રાએલના લોકોને કહે કે, ‘તમે લોકો હઠીલા છો, જો હું તમાંરી સાથે થોડી ઘડીવાર પણ આવું તો તમાંરો સંહાર કરી નાખું. એટલે તમે તમાંરાં દાગીના, ઘરેણાં ઉતારી નાખો, જ્યારે હું વિચારીશ કે માંરે તમાંરી સાથે શું કરવું?’”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 33:5
16 Iomraidhean Croise  

એટલે હવે હું જઈને જોઈશ કે મારી પાસે પહોંચેલી ફરિયાદ પ્રમાણેનાં તેમનાં કામ છે કે કેમ. જો તેમનાં કામ એવાં નહિ હોય તો ય મને ખબર પડશે.”


તેણે કહ્યું, “છોકરા પર તારો હાથ નાખીશ નહિ કે તેને કંઈ ઈજા કરીશ નહિ. હવે હું જાણું છું કે તું ઈશ્વરનો ડર રાખે છે. કારણ, તેં તારો એકનોએક પુત્ર પણ મારાથી પાછો રાખ્યો નથી.”


ઘણા લોકો મયરાત્રિએ એક ક્ષણમાં મૃત્યુ પામે છે, કેટલાકને આઘાત લાગે છે અને નષ્ટ થાય છે, અરે, બળવાનો પણ કોઈ માણસના માર્યા વિના મરી જાય છે.


હે ઈશ્વર, મને પારખો અને મારા દયને ઓળખો, મને બારીકાઈથી ચક્સો અને મારા વિચારોને જાણો.


તેઓ ક્ષણમાં જ પાયમાલીનો ભોગ બને છે અને આતંકો દ્વારા ઘસડી જવાય છે.


આ લોકો કેવા હઠીલા છે તે હું જાણું છું.


તેથી હોરેબ પર્વત પાસેથી નીકળ્યા પછી ઇઝરાયલી લોકોએ કદી ઘરેણાં પહેર્યાં નહિ.


તે દિવસે સર્વસમર્થ પ્રભુ પરમેશ્વરે તમને રડવા તથા વિલાપ કરવા અને માથું મુંડાવવા તથા તાટ પહેરવા બોલાવ્યા.


હું જાણું છું કે તું તો તદ્દન હઠીલો છે. તારી ગરદન લોખંડ જેવી કઠણ અને તારું કપાળ તાંબા જેવું સખત છે.


ઈશ્વરના હાથે સદોમનો એકાએક નાશ થયો હતો; છતાં મારા લોકને તો તેના કરતાં પણ વધુ સજા થઈ છે.


પ્રભુ કહે છે, “હજી પણ તમે ખરા દિલથી તમારા પાપથી પાછા ફરો અને ઉપવાસ, વિલાપ અને રુદન સાથે મારી તરફ ફરો.


“ઓ હઠીલાઓ, ઓ નાસ્તિકો, ઈશ્વરનો સંદેશો સાંભળવામાં તમે કેવા બહેરા છો? તમે તમારા પૂર્વજોના જેવા છો; તમે પણ હંમેશાં પવિત્ર આત્માનો વિરોધ કરતા રહ્યા છો.


તમને શિસ્તમાં લાવવા અને હાડમારીઓ દ્વારા તમારી ક્સોટી કરી તમારો શો ઈરાદો છે અને તમે તેમની સર્વ આજ્ઞાઓનું પાલન કરવા માંગો છો કે નહિ તે જાણવા તમારા ઈશ્વર પ્રભુએ તમને ચાલીસ વર્ષ સુધી લાંબી મુસાફરીમાં કેવી રીતે ચલાવ્યા તે યાદ રાખો.


Lean sinn:

Sanasan


Sanasan