Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 33:20 - પવિત્ર બાઇબલ C.L.

20 તું મારું મુખ જોઈ શકીશ નહિ; કારણ, મને જોઈને કોઈ વ્યક્તિ જીવતી રહી શક્તી નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 વળી યહોવાએ કહ્યું, “તું મારું મુખ જોઈ શકતો નથી; કેમ કે મને જોઈને કોઈ માણસ જીવતો રહી શકે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 પણ યહોવાહે કહ્યું, “તું મારું મુખ જોઈ શકીશ નહિ, કારણ કે, કોઈ પણ માણસ મને જોઈને જીવતો રહી શકે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 વધુમાં તેમણે કહ્યું, “પણ માંરું મુખ તું જોઈ શકીશ નહિ, કારણ, કોઈ પણ માંણસ મને જોઈને જીવતો રહી શકે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 33:20
14 Iomraidhean Croise  

યાકોબે કહ્યું, “મેં ઈશ્વરને પ્રત્યક્ષ જોયા છે, તોપણ મારો જીવ બચ્યો છે.” આથી તેણે એ સ્થળનું નામ ‘પનીએલ’ (ઈશ્વરનું મુખ) પાડયું.


તેમના પગ નીચે જાણે કે નીલમના જેવી ફરસબંધી હતી અને તે સ્વચ્છ આકાશ જેવી આસમાની રંગની હતી.


મોશે, આરોન, નાદાબ, અબીહૂ અને ઇઝરાયલના આગેવાનોમાંના સિત્તેર આગેવાનો પર્વત પર ગયા; અને તેમણે ઇઝરાયલના ઈશ્વરને જોયા.


વળી, તેમણે કહ્યું, “હું તારા પૂર્વજોનો ઈશ્વર છું. હું અબ્રાહામનો, ઇસ્હાકનો અને યાકોબનો ઈશ્વર છું.” તેથી મોશેએ પોતાનું મુખ સંતાડયું; કારણ, ઈશ્વરની સામે જોતાં તેને બીક લાગી.


પછી મોશેએ વિનંતી કરીને કહ્યું, “કૃપા કરીને મને તમારી સમક્ષતાના ગૌરવનું દર્શન કરાવો.”


પછી હું મારો હાથ લઈ લઈશ એટલે તું મારી પીઠ જોઈ શકીશ, પરંતુ તું મારા મુખનાં દર્શન કરી શકીશ નહિ.”


મેં કહ્યું, “અરેરે! મારું આવી બન્યું છે! કારણ, મારા હોઠોમાંથી નીકળતી વાતો અશુદ્ધ છે અને જેમના હોઠોમાંથી અશુદ્ધ વાતો નીકળે છે એવા લોકો વચ્ચે હું વસુ છું. છતાં મેં રાજાને એટલે સર્વસમર્થ પ્રભુને નજરોનજર જોયા છે.”


કોઈએ ઈશ્વરને કદી જોયા નથી. પુત્ર જે ઈશ્વર છે અને જે ઈશ્વરપિતાની અત્યંત નિકટ છે, માત્ર તેમણે જ ઈશ્વરને પ્રગટ કર્યા છે.


‘આપણા ઈશ્વર પ્રભુએ અમને પોતાનાં ગૌરવ અને મહત્તા દર્શાવ્યાં છે અને અમે અગ્નિજ્વાળા મધ્યેથી તેમની વાણી સાંભળી છે; ઈશ્વર કોઈ માણસની સાથે બોલે તે પછી પણ તે માણસ જીવતો રહે એ અમે આજે જોયું છે.


માત્ર તે જ અવિનાશી છે, કોઈથી પાસે જઈ ના શકાય તેવા પ્રકાશમાં રહે છે; કોઈએ તેમને કદી જોયા નથી અને જોઈ શકતું પણ નથી. તેમને મહિમા અને સાર્વકાલિક અધિકાર હો; આમીન.


ઈશ્વરે કદી પોતાના દૂતને એમ નથી કહ્યું કે, “હું તારા દુશ્મનોને તારા પગ મૂકવાનું આસન ન બનાવું ત્યાં સુધી તું મારી જમણી તરફ બેસ.”


માનોઆહે તેની પત્નીને કહ્યું, “આપણે હવે ચોક્કસ મરી જઈશું, કારણ, આપણે ઈશ્વરનાં દર્શન કર્યાં છે.”


ત્યારે ગિદિયોનને ખબર પડી કે તેણે પ્રભુના દૂતને સાક્ષાત્ જોયો હતો. તે બોલી ઊઠયો, “અરેરે, પ્રભુ પરમેશ્વર, મારું આવી બન્યું! કારણ, મેં તમારા દૂતને મોઢામોઢ જોયા છે.”


Lean sinn:

Sanasan


Sanasan