Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 33:14 - પવિત્ર બાઇબલ C.L.

14 પ્રભુએ કહ્યું, “હું તારી સાથે આવીશ અને તને વિજયી બનાવીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને યહોવાએ કહ્યું, “મારી સમક્ષતા તારી સાથે આવશે, ને હું તને વિસામો આપીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 યહોવાહે જવાબ આપ્યો, “મારી સમક્ષતા તારી સાથે આવશે અને હું તને વિસામો આપીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 યહોવાએ જવાબ આપ્યો, “હું પોતે તારી સાથે જઈશ અને તને માંર્ગદર્શન આપીશ.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 33:14
20 Iomraidhean Croise  

ઈશ્વર એ વિષે કંઈ ન કરે તો ય એમની ટીકા કોણ કરી શકે? અથવા તે પોતાનું મુખ સંતાડે તો તેમને કોણ જોઈ શકે? કોઈ પ્રજા કે કોઈ વ્યક્તિની એવી મગદૂર નથી.


તેથી મેં મારા ક્રોધમાં શપથ લીધા કે તેઓ મારા વિશ્રામના દેશમાં પ્રવેશશે નહિ.”


પ્રભુ દિવસ દરમ્યાન માર્ગ બતાવવાને મેઘસ્થંભમાં અને રાત્રે પ્રકાશ આપવાને અગ્નિસ્થંભમાં તેમની આગળ આગળ ચાલતા હતા, જેથી લોકો દિવસરાત મુસાફરી કરી શક્તા.


ઈશ્વરે તેને કહ્યું, “હું જરૂર તારી સાથે રહીશ; અને મેં તને મોકલ્યો છે તેનું પ્રમાણ એ છે કે જ્યારે તું તેમને ઇજિપ્તમાંથી કાઢી લાવે, ત્યારે તમે આ પર્વત પર ઈશ્વરનું ભજન કરશો.”


તેમના સર્વ દુ:ખમાં તે પણ દુ:ખી થયા, અને તેમના કોઈ દૂતને મોકલીને નહિ, પણ તેમના પ્રત્યે પ્રેમ અને દયા દાખવીને જાતે ઉપસ્થિત રહીને તેમણે તેમને છોડાવ્યા અને પ્રાચીનકાળમાં ઊંચકીને ફેરવ્યા.


વળી, હું પ્રભુ એ પણ કહું છું કે જે લોકો તલવારથી બચી ગયા તેમના પર રણપ્રદેશમાં મેં દયા દર્શાવી હતી. જ્યારે ઇઝરાયલ પ્રજા વિસામો શોધતી હતી,


પ્રભુએ પોતાના લોકને કહ્યું: “રસ્તાની ચોકડીમાં જઈ ઊભા રહો અને જુઓ; પ્રાચીન માર્ગો વિષે પૂછપરછ કરો, અને સાચો માર્ગ શોધી કાઢીને તે પર ચાલો, એટલે તમને નિરાંત વળશે. પણ તેમણે કહ્યું, ‘અમે એમ કરવાના નથી.’


“અને દાનિયેલ, તું અંત સુધી વિશ્વાસુ રહે. તું મરણ તો પામીશ, પણ અંતના સમયે તારો વારસો પામવાને તું સજીવન થશે.”


ઓ સખત મજૂરી કરનારાઓ અને બોજ ઊંચકનારાઓ, તમે બધા મારી પાસે આવો, અને હું તમને આરામ આપીશ.


જે જે આદેશ મેં તમને આપ્યા છે, તેનું પાલન કરવાનું શિક્ષણ તેમને આપતા જાઓ, અને જુઓ, યુગના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.


જ્યારે તમે યર્દનની પેલે પાર જઈને તમારા ઈશ્વર પ્રભુ તમને વારસા તરીકે આપે, એ દેશમાં જઈને વસવાટ કરો, અને તે તમને આસપાસના તમારા શત્રુઓથી સહીસલામત અને શાંતિમાં રાખે,


તેથી તમારા ઈશ્વર પ્રભુ તમને જે દેશ વારસામાં આપે છે, તેમાં જ્યારે તમારી આસપાસના સર્વ શત્રુઓથી તે તમને સહીસલામતી બક્ષે ત્યારે તમારે સર્વ અમાલેકીઓનો સંહાર કરવો; અને આકાશ તળેથી તેમનું નામનિશાન ભૂંસી નાખવું; એ તમે ભૂલશો નહિ.


“તમારી જેમ પ્રભુ તેમને પણ વિરામનું સ્થળ આપે, એટલે કે પ્રભુએ તેમને આપેલો યર્દન નદીની પશ્ર્વિમનો પ્રદેશ તેઓ કબજે કરે અને ત્યાં શાંતિથી વસે ત્યાં સુધી તમે તેમને સાથ આપજો. તે પછી તમે મેં તમને આપેલા આ વતનમાં પાછા આવજો.


પ્રભુ પોતે તારા અગ્રેસર થશે અને તારી સાથે રહેશે. તે તને નિષ્ફળ થવા દેશે નહિ કે તને તજી દેશે નહિ. તેથી ડરીશ કે ભયભીત થઈશ નહિ.”


તમારા પૂર્વજો ઉપર તેમને પ્રેમ હતો માટે તેમના પછી તેમના વંશજોને ઈશ્વરે પસંદ કર્યા, અને પોતાના મહાન સામર્થ્ય વડે તેમણે ઇજિપ્તમાંથી તેમને મુક્ત કર્યા;


યહોશુઆ, તને તારા જીવનભર કોઈ હરાવી શકશે નહિ. જેમ હું મોશે સાથે હતો તેમ હું તારી સાથે રહીશ. હું સદા તારી સાથે રહીશ અને તને કદી તજી દઈશ નહિ.


તેમના પૂર્વજોને પ્રભુએ આપેલા વચન મુજબ તેમણે તેમને આખા દેશમાં શાંતિ આપી. તેમનો કોઈ શત્રુ તેમની સામે ટક્કર ઝીલી શક્યો નહિ; કારણ, પ્રભુએ ઇઝરાયલીઓને તેમના સર્વ શત્રુઓ પર વિજય પમાડયો.


હવે તમારા ઈશ્વર પ્રભુએ આપેલા વચન પ્રમાણે તેમણે તમારા સાથી ઇઝરાયલીઓને વિશ્રામદાયક વસવાટ આપ્યો છે. તો હવે તમે પ્રભુના સેવક મોશેએ યર્દનના પૂર્વ ભાગમાં તમને આપેલા તમારા પોતાના વસવાટના પ્રદેશમાં તમારે ઘેર પાછા જાઓ.


પ્રભુએ ઇઝરાયલને તેમની આસપાસના તેમના સર્વ શત્રુઓથી સહીસલામતી આપી. તે પછી ઘણો સમય વીતી ગયો. દરમ્યાનમાં યહોશુઆ ઘણો વયોવૃદ્ધ થયો હતો.


Lean sinn:

Sanasan


Sanasan