Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 33:12 - પવિત્ર બાઇબલ C.L.

12 મોશેએ પ્રભુને કહ્યું, “તમે મને કહ્યું છે કે આ લોકોને તે દેશમાં દોરી લઈ જા; પરંતુ તમે મારી સાથે કોને મોકલશો તે મને જણાવ્યું નથી. વળી, તમે મને કહ્યું છે કે તમે મને સારી રીતે ઓળખો છો, મારું નામ જાણો છો અને મારાથી તમે પ્રસન્‍ન પણ છો. હવે જો તમે મારા પર ખરેખર પ્રસન્‍ન થયા હો

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને મૂસાએ યહોવાને કહ્યું, “જુઓ, તમે મને કહો છો, ‘આ લોકોને દોરી લઈ જા;’ પણ મારી સાથે તમે કોને મોકલશો તે તમે મને જણાવ્યું નથી. પરંતુ તમે કહ્યું છે, ‘હું તને ઓળખું છું, તારું નામ પણ જાણું છું, ને વળી મારી દષ્ટિમાં તું કૃપા પામ્યો છે.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 મૂસાએ યહોવાહને કહ્યું, “તમે મને કહો છો, ‘આ લોકોને દોરી લઈ જાઓ,’ પણ મારી સાથે તમે કોને મોકલશો તે તમે મને જણાવ્યું નથી. પણ તમે કહ્યું, ‘હું તને નામથી ઓળખું છું અને મારી દ્રષ્ટિમાં તું કૃપા પામ્યો છે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 મૂસાએ યહોવાને કહ્યું, “તમે મને આ લોકોને લઈ જવાનું તો કહ્યું પણ તમે એ મને ન કહ્યું કે, તમે માંરી સાથે કોને મોકલવાના છો, તમે મને એમ પણ કહ્યું કે, ‘હું તને નામથી ઓળખું છું અને તારાથી પ્રસન્ન છું.’

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 33:12
16 Iomraidhean Croise  

કારણ, મેં જ તેને પસંદ કર્યો છે. તે તેનાં સંતાનોને અને તેના પછી આવનાર પરિવારોને આજ્ઞા કરશે કે, જે સાચું અને યથાર્થ છે તેનું પાલન કરીને તેઓ પ્રભુના માર્ગમાં ચાલે જેથી અબ્રાહામને આપેલું વચન હું પાળી શકું.”


યજ્ઞકાર અબ્યાથાર પણ ત્યાં હતો. પછી રાજાએ સાદોકને કહ્યું, “કરારપેટી પાછી નગરમાં લઈ જા. પ્રભુની મારા પર રહેમનજર થશે તો કોઈક દિવસે એ મને જોવા મળશે અને જ્યાં એ રાખવામાં આવે છે ત્યાં પ્રભુ મને લઈ જશે.


કારણ, પ્રભુ નેકજનોના માર્ગની દેખરેખ રાખે છે, પરંતુ દુષ્ટોનો માર્ગ તેમને વિનાશ તરફ લઈ જશે.


તો ચાલ, તૈયાર થા. હું તને મારા ઇઝરાયલી લોકોને ઇજિપ્તમાંથી કાઢી લાવવા ફેરો પાસે મોકલું છું.”


પ્રભુએ જોયું કે મોશે એ બનાવ જોવા પાસે આવે છે. તેથી તેમણે તેને છોડવામાંથી હાંક મારીને કહ્યું, “મોશે, મોશે.” તેણે કહ્યું, “હું આ રહ્યો.”


તેથી હવે તું આ લોકોને મેં તને જે સ્થળ વિષે કહ્યું છે ત્યાં દોરી જા. યાદ રાખ, મારો દૂત તને દોરશે. પરંતુ એક એવો દિવસ આવશે કે જ્યારે હું આ લોકને તેમનાં પાપની સજા કરીશ.”


પ્રભુએ મોશેને કહ્યું, “તું અહીંથી નીકળીને જેમને તું ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો છે તે લોકોને લઈને, જે દેશ વિષે મેં અબ્રાહામ, ઇસ્હાક તથા યાકોબને શપથપૂર્વક કહ્યું હતું કે હું તે દેશ તેમના વંશજોને આપીશ તે દેશમાં જા.


પ્રભુએ મોશેને કહ્યું, “તારા કહેવા પ્રમાણે હું કરીશ. કારણ, હું તને ઓળખું છું. તારું નામ પણ જાણું છું અને હું તારા પર પ્રસન્‍ન છું.”


તને દોરવણી આપવા હું મારા દૂતને મોકલીશ અને હું કનાનીઓ, અમોરીઓ, હિત્તીઓ, પરીઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓને કાઢી મૂકીશ.


તેણે કહ્યું, “હે પ્રભુ, જો તમે મારા પર ખરેખર પ્રસન્‍ન થયા હો તો કૃપા કરીને અમારી સાથે ચાલો. આ લોકો તો હઠીલા છે; છતાં અમારી દુષ્ટતા અને અમારાં પાપોની ક્ષમા આપો, અને તમારા પોતાના લોકો તરીકે અમારો સ્વીકાર કરો.”


પણ હવે હે યાકોબ, ઓ ઇઝરાયલ, તારા સર્જનહાર તથા તને ઘડનાર પ્રભુ આમ કહે છે; “તું બીશ નહિ; કારણ, મેં તારો ઉદ્ધાર કર્યો છે. મેં તને તારું નામ દઈને બોલાવ્યો છે; તું મારો છે.


હું તને અંધારી ગુપ્ત જગ્યાઓમાં છુપાયેલા ખજાના આપીશ, જેથી તું જાણે કે હું પ્રભુ છું, અને તને નામ દઈને બોલાવનાર તો હું, ઇઝરાયલનો ઈશ્વર છું.


“ગર્ભસ્થાનમાં મેં તને ઘડયો તે પહેલાં મેં તને પસંદ કર્યો હતો, અને તારો જન્મ થયો તે પહેલાં મેં તને મારે માટે અલગ કર્યો હતો, અને પ્રજાઓના સંદેશવાહક તરીકે તારી નિમણૂક કરી હતી.”


તમે ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે જ મેં તમને વચન આપ્યું હતું કે હું સદા તમારી સાથે રહીશ; માટે ગભરાશો નહિ.


પણ ઈશ્વરે નાખેલો મજબૂત પાયો હલાવી શકાય નહિ. તેના પર આ શબ્દો લખેલા છે: “પ્રભુ પોતાના લોકને ઓળખે છે અને ખ્રિસ્તનું નામ લઈને પોતે તેમનો છે એવું કહેનારે ભૂંડાઈથી દૂર રહેવું જોઈએ.”


Lean sinn:

Sanasan


Sanasan