Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 33:1 - પવિત્ર બાઇબલ C.L.

1 પ્રભુએ મોશેને કહ્યું, “તું અહીંથી નીકળીને જેમને તું ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો છે તે લોકોને લઈને, જે દેશ વિષે મેં અબ્રાહામ, ઇસ્હાક તથા યાકોબને શપથપૂર્વક કહ્યું હતું કે હું તે દેશ તેમના વંશજોને આપીશ તે દેશમાં જા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને યહોવાએ મૂસાને કહ્યું, “ચાલ, ને જે લોકોને તું મિસર દેશમાંથી કાઢી લાવ્યો, તેઓને લઈને જે દેશ વિષે મેં ઇબ્રાહિમને, ઇસહાકને તથા યાકૂબને સમ ખાઈને કહ્યું ‘તારા સંતાનને હું તે આપીશ, ’ તે દેશમાં જા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યહોવાહે મૂસાને કહ્યું, “તું અહીંથી જા અને જે લોકોને તું મિસર દેશમાંથી બહાર લઈ આવ્યો છે, તેઓને લઈને જે દેશ વિષે મેં ઇબ્રાહિમ, ઇસહાક તથા યાકૂબને સમ ખાઈને કહ્યું, ‘તારા સંતાનને હું તે આપીશ,’ તે દેશમાં જા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યહોવાએ મૂસાને કહ્યું, “તું અહીંથી નીકળીને જે લોકોને તું મિસર દેશમાંથી બહાર લઈ આવ્યો છે, તેઓને ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબને જે દેશનું વચન આપ્યું છે ત્યાં દોરી જા, કેમ કે મેં વચન આપેલું છે કે, આ દેશ હું તમાંરા વંશજોને આપીશ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 33:1
18 Iomraidhean Croise  

પ્રભુએ અબ્રામને દર્શન દઈને કહ્યું, “હું તારા વંશજોને આ જ દેશ આપવાનો છું.” તેને દર્શન આપનાર પ્રભુને માટે તેણે ત્યાં એક વેદી બાંધી.


એ જ દિવસે પ્રભુએ અબ્રામ સાથે કરાર કર્યો: “હું ઇજિપ્તની નાઇલ નદીથી મોટી નદી યુફ્રેટિસ સુધીનો આખો પ્રદેશ એટલે,


હવે એવું બન્યું કે અબ્રાહામના સમયમાં પહેલાં પડયો હતો તે ઉપરાંત એ દેશમાં બીજો દુકાળ પડયો અને ઇસ્હાક પલિસ્તીઓના રાજા અબિમેલેખ પાસે ગેરારમાં ગયો.


તું અત્યારે આ દેશમાં જ રહે. હું તારી સાથે રહીશ અને તને આશિષ આપીશ. હું તને અને તારા વંશજોને આ આખો પ્રદેશ આપીશ, ને તારા પિતા અબ્રાહામ આગળ મેં જે સોગંદ ખાધા હતા તે હું પૂરા કરીશ.


યાકોબ બેરશેબાથી નીકળીને હારાન તરફ ગયો. તે એક સ્થળે આવી પહોંચ્યો અને રાત ગાળવા ત્યાં જ રોક્યો.


યોસેફે પોતાના ભાઈઓને કહ્યું, “મારા મૃત્યુનો સમય પાસે આવ્યો છે, પણ ઈશ્વર જરૂર તમારી મદદે આવશે અને તમને આ દેશમાંથી કાઢી જઈને તેમણે જે દેશ આપવાનું અબ્રાહામ, ઈસ્હાક અને યાકોબને સમ ખાઈને વચન આપેલું છે તે દેશમાં લઈ જશે”


પરંતુ લોકોને ખૂબ તરસ લાગી હતી. તેથી તેમણે તેમની કચકચ ચાલુ રાખી. તેમણે મોશેને કહ્યું, “તું શા માટે અમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો? તું શા માટે અમને, અમારાં સંતાનોને અને અમારાં ઢોરઢાંકને અહીં તરસે મારી નાખવા લાવ્યો છે?”


જ્યારે લોકોએ જોયું કે મોશેને પર્વત પરથી નીચે આવતાં ઘણો વિલંબ થાય છે, ત્યારે તેમણે આરોનની પાસે એકઠા થઈને તેને કહ્યું, “અમને ઇજિપ્તમાંથી બહાર દોરી લાવનાર માણસ મોશેનું શું થયું છે તે અમે જાણતા નથી. તેથી અમારે માટે અમને દોરનાર દેવ બનાવ.”


તમારા સેવકો અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને યાદ કરો. વળી, તમે તેમને સમ ખાઈને આવું વચન આપ્યું હતું: ‘આકાશના તારાઓ જેટલાં હું તમારાં સંતાન વધારીશ. મારા કહ્યા પ્રમાણે આ આખો દેશ હું તમારા વંશજોને કાયમના વતન માટે આપીશ.”


તેથી હવે તું આ લોકોને મેં તને જે સ્થળ વિષે કહ્યું છે ત્યાં દોરી જા. યાદ રાખ, મારો દૂત તને દોરશે. પરંતુ એક એવો દિવસ આવશે કે જ્યારે હું આ લોકને તેમનાં પાપની સજા કરીશ.”


ત્યારે પ્રભુએ મોશેને કહ્યું, “હમણાં જ નીચે જા, કારણ, તારા લોક જેમને તું ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો તેમણે પાપ કર્યું છે અને મારો નકાર કર્યો છે.


મેં તમને મારા વચન પ્રમાણે દૂધ અને મધની રેલમછેલવાળો ફળદ્રુપ પ્રદેશ આપ્યો છે. હું પ્રભુ, તમારો ઈશ્વર છું અને બીજી પ્રજાઓથી મેં તમને અલગ કર્યાં છે.


શું મેં આ લોકોનો ગર્ભ ધર્યો હતો? અથવા શું મેં તેમને જન્મ આપ્યો હતો? ધાવણા બાળકને તેના પિતા હાથમાં ઊંચકીને લઈ જાય તેવી રીતે તમે તેમને તેમના પૂર્વજોને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે દેશમાં તેમને લઈ જવાનું મને કેમ કહેવામાં આવે છે?


ઇજિપ્તમાં, સૂફ (અર્થાત્ લાલ) સમુદ્રમાં અને ચાલીસ વર્ષ સુધી રણપ્રદેશમાં ચમત્કારો અને અદ્‍ભુત કાર્યો કરીને તેણે જ ઇઝરાયલીઓને મુક્ત કર્યા હતા.


જુઓ, મેં એ બધો પ્રદેશ તમને સોંપી દીધો છે. માટે જાઓ અને મેં પ્રભુએ તમારા પૂર્વજો અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબ તથા તેમના વંશજોને જે પ્રદેશ આપવાના શપથ લીધા હતા તે કબજે કરી લો.”


Lean sinn:

Sanasan


Sanasan