Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 32:9 - પવિત્ર બાઇબલ C.L.

9 આ લોકો કેવા હઠીલા છે તે હું જાણું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને યહોવાએ મૂસાને કહ્યું, “મેં આ લોકોને જોયા છે ને જો, તે તો હઠીલા લોકો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પછી યહોવાહે મૂસાને કહ્યું, “મેં આ લોકોને જોયા છે અને જો, તે તો હઠીલા લોકો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 પછી યહોવાએ કહ્યું, “મને ખબર પડી છે કે આ લોકો કેટલા બધા હઠીલા અને બળવાખોર છે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 32:9
19 Iomraidhean Croise  

પણ તેઓ આધીન થયા નહિ; પોતાના ઈશ્વર પ્રભુ પર ભરોસો નહિ રાખનાર તેમના પૂર્વજોની જેમ તેઓ અક્કડ વલણના હતા.


તમે તેમના જેવા અક્કડ વલણના ન થાઓ; પણ પ્રભુને આધીન થાઓ. યરુશાલેમનું મંદિર જેને તમારા ઈશ્વર પ્રભુએ સદાને માટે પવિત્ર કર્યું છે ત્યાં આવો, અને તેમનું ભજન કરો કે જેથી તમારા પરનો તેમનો ઉગ્ર કોપ શમી જાય.


પણ અમારા પૂર્વજો ઘમંડી અને હઠીલા બન્યા અને તમારી આજ્ઞાઓનો અનાદર કર્યો.


તેમણે આધીન થવાનો ઇનકાર કર્યો; ભલાઈનાં તમારાં બધાં કૃત્યો તેઓ ભૂલી ગયા; તમારા અદ્‍ભુત ચમત્કારો પણ તેઓ ભૂલી ગયા. પોતાના ઘમંડમાં તેમણે ઇજિપ્તની ગુલામીમાં પાછા જવાને એક આગેવાન પસંદ કરી દીધો. પણ તમે તો ક્ષમાશીલ ઈશ્વર છો; તમે કૃપાવંત, પ્રેમાળ અને મંદરોષી છો; તમારી દયા ઘણી મહાન છે; અને તમે તેમનો ત્યાગ કર્યો નહિ.


વળી, તેઓ પોતાના પૂર્વજો જેવા ન થાય; એ પૂર્વજો તો હઠીલા અને વિદ્રોહી હતા; તેમનાં હૃદય દઢ નહોતાં, અને તેમનો આત્મા ઈશ્વર પ્રતિ વફાદાર નહોતો.


તમારે તો દૂધમધની રેલમછેલવાળા દેશમાં જવાનું છે. પરંતુ હું પોતે તમારી સાથે આવીશ નહિ; કારણ, તમે હઠીલી પ્રજા છો અને કદાચ હું રસ્તામાં તમારો નાશ કરી બેસું.”


કારણ, પ્રભુએ લોકોને આ પ્રમાણે કહેવા આજ્ઞા આપી હતી: “તમે હઠીલા લોકો છો. જો હું તમારી સાથે થોડીવાર પણ આવું તો હું તમારો સંપૂર્ણ નાશ કરી બેસું. તેથી હવે તમારાં ઘરેણાં ઉતારી દો અને મારે તમારું શું કરવું તે હું પછી નક્કી કરીશ.”


તેણે કહ્યું, “હે પ્રભુ, જો તમે મારા પર ખરેખર પ્રસન્‍ન થયા હો તો કૃપા કરીને અમારી સાથે ચાલો. આ લોકો તો હઠીલા છે; છતાં અમારી દુષ્ટતા અને અમારાં પાપોની ક્ષમા આપો, અને તમારા પોતાના લોકો તરીકે અમારો સ્વીકાર કરો.”


વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની જિદને વળગી રહેનાર એકાએક નાશ પામશે અને બચવાનો ઉપાય રહેશે નહિ.


હું જાણું છું કે તું તો તદ્દન હઠીલો છે. તારી ગરદન લોખંડ જેવી કઠણ અને તારું કપાળ તાંબા જેવું સખત છે.


કારણ, મેં તારા લોકોનાં શરમજનક કાર્યો જોયાં છે; એટલે કે, તેમનાં વ્યભિચારી કામો, વાસનાભર્યા ખોંખારા તથા ટેકરીઓ પર અને ખેતરોમાં તેમનાં દુષ્કૃત્યો મેં જોયાં છે. તારા લોકોની કેવી દુર્દશા! તેઓ શુદ્ધ થવા ચાહતા નથી. ક્યાં સુધી તારી આવી દશા રહેશે?”


ઇઝરાયલમાં મેં કમકમાટી ઉપજાવે એવી બાબત જોઈ છે. મારા લોકોએ, એફ્રાઈમ તથા ઇઝરાયલે મૂર્તિપૂજા આચરીને પોતાને ભ્રષ્ટ કર્યા છે.


પ્રભુએ મોશેને કહ્યું, “ક્યાં સુધી આ લોકો મારો તિરસ્કાર કરશે? મેં તેમની મધ્યે આટલા બધા ચમત્કારો કર્યા છતાં ક્યાં સુધી તેઓ મારા પર વિશ્વાસ રાખવાના નથી?


“ઓ હઠીલાઓ, ઓ નાસ્તિકો, ઈશ્વરનો સંદેશો સાંભળવામાં તમે કેવા બહેરા છો? તમે તમારા પૂર્વજોના જેવા છો; તમે પણ હંમેશાં પવિત્ર આત્માનો વિરોધ કરતા રહ્યા છો.


તેથી તમારાં હૃદયોની સુન્‍નત કરો અને તમારી હઠીલાઇ છોડી દો.


કારણ, તમે કેટલા હઠીલા અને બંડખોર છો તે હું જાણું છું. તમે તો મારી હયાતીમાં પ્રભુ વિરૂધ બંડ કર્યું છે, તો મારા મૃત્યુ પછી કેટલું વિશેષ બંડ કરશો!


“પ્રભુએ મને એમ પણ કહ્યું, ‘આ પ્રજા કેવી હઠીલી છે તે હું બરાબર જાણું છું.


આટલું તો સમજો કે તમારી નેકીને લીધે તમારા ઈશ્વર પ્રભુ તમને એ ફળદ્રુપ દેશનો કબજો લેવા દેતા નથી. કારણ, તમે તો હઠીલી પ્રજા છો.


Lean sinn:

Sanasan


Sanasan