Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 32:4 - પવિત્ર બાઇબલ C.L.

4 આરોને તે વાળીઓ લઈને પીગાળી નાખી અને ધાતુના બીબામાં ઢાળીને તેમાંથી સોનાનો વાછરડો બનાવ્યો. ત્યારે લોકોએ કહ્યું, “હે ઇઝરાયલ, આપણને ઇજિપ્તમાંથી કાઢી લાવનાર ઈશ્વર આ છે!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને તેણે તેઓના હાથમાંથી તે લીધું, ને કોતરણીથી ઘાટ બનાવીને તેનું ઢાળેલું વાછરડું બનાવ્યું; અને તેઓએ કહ્યું, “હે ઇઝરાયલ, મિસર દેશમાંથી તને કાઢી લાવનાર ઈશ્વર તે આ છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 હારુને કડીઓ લઈને તે ઓગાળી અને ધાતુના બીબામાં ઢાળીને વાછરડાની એક મૂર્તિ બનાવી એટલે લોકો બોલી ઊઠ્યા, “હે ઇઝરાયલ, મિસર દેશમાંથી તને કાઢી લાવનાર ઈશ્વર તે આ છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 હારુને કડીઓ લઈને તે ઓગાળી અને ધાતુના બીબામાં ઢાળીને એક વાછરડાંની મૂર્તિ બનાવી એટલે લોકો બોલી ઊઠયા, “ઇસ્રાએલીઓ! આ રહ્યા તમાંરા દેવ, જે તમને મિસર દેશમાંથી બહાર લઈ આવ્યા હતા.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 32:4
36 Iomraidhean Croise  

એ અંગે વિચારણા કરીને તેણે સોનાના બે વાછરડા બનાવ્યા અને પોતાના લોકોને કહ્યું, “તમારે ભક્તિ માટે છેક યરુશાલેમ જવું પડે છે. હે ઇઝરાયલના લોકો, તમને ઇજિપ્તમાંથી મુક્ત કરનાર આ રહ્યા તમારા દેવો!”


યરોબામે યહૂદિયાના પર્વોત્સવની જેમ આઠમા મહિનાની પંદરમી તારીખે ધાર્મિક પર્વોત્સવની સ્થાપના કરી. પોતે બનાવેલા સોનાના વાછરડા આગળ તેણે બેથેલમાં વેદી પર બલિદાનો ચઢાવ્યાં. વળી, તેણે બેથેલમાં બંધાવેલાં ભક્તિનાં ઉચ્ચસ્થાનો પર સેવા કરવા યજ્ઞકારો મૂક્યા.


પછી યેહૂએ હુકમ કર્યો, “બઆલના માનમાં ઉપાસના માટે સંમેલન ભરો.” તેથી ઢંઢેરો પિટાવવામાં આવ્યો,


છતાં તે ઇઝરાયલીઓને મૂર્તિપૂજાના પાપમાં દોરી જનાર નબાટના પુત્ર યરોબામના પાપાચારને અનુસર્યો; યરોબામે બેથેલ અને દાનમાં સ્થાપેલા સોનાના વાછરડાની પૂજા તેણે ચાલુ રહેવા દીધી.


યરોબામે પૂજાનાં ઉચ્ચસ્થાનોમાં સેવા કરવા અને પોતે ઘડાવેલી બકરા અને બળદની મૂર્તિઓની પૂજા કરવા પોતાના આગવા યજ્ઞકારો નીમ્યા.


હવે તમે પ્રભુના રાજ્ય સામે એટલે તેમણે દાવિદના વંશજોને આપેલી રાજસત્તા સામે લડવા માગો છો? તમારી પાસે મોટું સૈન્ય છે અને યરોબામે તમારા દેવ થવા બનાવેલ સોનાના વાછરડા લાવ્યા છો.


તેમણે વાછરડાના આકારની મૂર્તિ બનાવી અને કહ્યું કે ઇજિપ્તમાંથી અમને મુક્ત કરનાર અમારો દેવ આ જ છે! હે પ્રભુ, તેમણે તમારું કેવું ભારે અપમાન કર્યું!


“તમને ગુલામીના દેશ ઇજિપ્તમાંથી મુક્ત કરનાર હું તમારો ઈશ્વર યાહવે છું.


મારી ભક્તિ કરવાની સાથે સાથે તમે ભક્તિ કરવા પોતાને માટે સોનારૂપાના દેવો ઘડશો નહિ.


“તમે તમારે માટે કોઈ મૂર્તિ ન બનાવો. આકાશમાંની, પૃથ્વી પરની કે પૃથ્વી નીચેના પ્રાણીમાંની કોઈ વસ્તુની પ્રતિમા ન બનાવો.


એ રીતે મુદ્રા બનાવનાર કારીગરના કૌશલથી કોતરવાં અને એ પથ્થરોને સોનાના ચોકઠામાં બેસાડવા.


ગોમેદના બે પથ્થરો લઈને તેના પર યાકોબના બાર પુત્રોનાં નામ કોતરવાં.


જ્યારે લોકોએ જોયું કે મોશેને પર્વત પરથી નીચે આવતાં ઘણો વિલંબ થાય છે, ત્યારે તેમણે આરોનની પાસે એકઠા થઈને તેને કહ્યું, “અમને ઇજિપ્તમાંથી બહાર દોરી લાવનાર માણસ મોશેનું શું થયું છે તે અમે જાણતા નથી. તેથી અમારે માટે અમને દોરનાર દેવ બનાવ.”


તેથી મેં તેમને સોનાનાં ઘરેણાં લાવવા કહ્યું. જેમની પાસે ઘરેણાં હતાં તે લાવ્યા. મેં તે અગ્નિમાં નાખ્યાં એટલે તેમાંથી આ વાછરડો નીકળી આવ્યો!”


તેથી બધા લોકો પોતાની સોનાની વાળીઓ લઈ આવ્યા.


તેથી પ્રભુએ લોકો પર રોગચાળો મોકલ્યો. કારણ, તેમણે આરોનને સોનાનો વાછરડો બનાવવાની ફરજ પાડી હતી.


પછી આરોને સોનાના વાછરડાની આગળ વેદી બનાવીને જાહેર કર્યું, “આવતી કાલે પ્રભુના માનમાં પર્વ પાળવામાં આવશે.”


ત્યારે પ્રભુએ મોશેને કહ્યું, “હમણાં જ નીચે જા, કારણ, તારા લોક જેમને તું ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો તેમણે પાપ કર્યું છે અને મારો નકાર કર્યો છે.


મેં તેમને જે માર્ગે ચાલવાની આજ્ઞા આપી હતી તેનાથી તેઓ બહુ જલદી ભટકી ગયા છે. તેમણે પોતાને માટે સોનાનો વાછરડો બનાવીને તેની પૂજા કરી છે અને બલિદાનો ચડાવ્યાં છે. વળી તેઓ કહે છે કે ઇજિપ્તમાંથી તેમને કાઢી લાવનાર એ જ તેમનો ઈશ્વર છે.


તમે તમારી ચાંદીથી મઢેલી અને સોનાનો ઢોળ ચડાવેલી મૂર્તિઓને અશુદ્ધ ગણી ગંદા ચીંથરાની જેમ ફેંકી દેશો. તમે બૂમ પાડશો, “મારાથી દૂર થા!”


લોકો થેલીઓમાંથી સોનું ઠાલવે છે અને ત્રાજવાથી ચાંદી જોખી આપે છે. તેમાંથી દેવની મૂર્તિ બનાવવા તેઓ સોનીને રાખે છે. પછી નમન કરીને તેની પૂજા કરે છે!


તે ઇજિપ્તમાં જુવાન હતી ત્યારથી પુરુષો તેની સાથે શૈયાગમન કરતા. ત્યાં જ તે પોતાનું કૌમાર્ય ગુમાવી બેઠી હતી. ત્યાં તેણે આદરેલી વેશ્યાવૃત્તિનો તેણે ત્યાગ કર્યો નહિ.


સમરૂનના રહેવાસીઓ ભયભીત થશે અને બેથેલનો સોનાનો વાછરડો ઉપાડી જવામાં આવતાં તેઓ શોક કરશે. તેઓ અને તેના પૂજારી યજ્ઞકારો તેને લીધે કલ્પાંત કરશે. તેનો મહિમા ચાલ્યો જતાં તેઓ રોકકળ કરશે.


છતાં તેઓ હજી વધુ ને વધુ પાપ કરે છે અને પૂજા કરવા રૂપાની પ્રતિમાઓ બનાવે છે; એ તો માણસની કલ્પના પ્રમાણે કારીગરના હાથે ઘડાયેલી મૂર્તિઓ જ છે. છતાં તેઓ કહે છે, “હે માણસો, તમે તેને બલિદાનો ચડાવો! આખલાની મૂર્તિને ચુંબન કરો!”


“આપણે ઈશ્વરનાં સંતાન હોવાથી એવું ન ધારવું જોઈએ કે માણસે પોતાની કલ્પના અને કળાકૌશલ્યથી બનાવેલી સોના, રૂપા કે પથ્થરમાંથી ઘડેલી પ્રતિમા જેવું તેમનું સ્વરૂપ છે.


તે જ વખતે તેમણે વાછરડાના આકારની મૂર્તિ બનાવી, તેને બલિદાનો અર્પ્યાં અને એ બનાવેલી મૂર્તિની ઉજવણી અર્થે મિજબાની કરી.


તેમનામાંના કેટલાકે મૂર્તિપૂજા કરી. એવું ન કરવા આપણને ચેતવણી મળી રહે એ માટે આ બધી બાબતો આપણે માટે ઉદાહરણરૂપ છે. ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “લોકો ખાવાપીવા બેઠા અને ઊઠીને નાચવા લાગ્યા.”


પછી મેં જોયું તો તમે પોતાને માટે વાછરડાની મૂર્તિ બનાવીને પ્રભુની વિરુધ પાપ કર્યું હતું.


પછી વિશેષમાં તે બોલ્યો, “તમારી પાસે મારી આટલી માગણી છે. તમે સૌ મને તમે લૂંટમાં મેળવેલાં કુંડળો આપો.” (સોનાનાં કુંડળો પહેરવાં એ ઇશ્માએલીઓનો રિવાજ હતો.)


ગિદિયોને સોનામાંથી એફોદ બનાવ્યું અને પોતાના વતન ઓફ્રામાં મૂકાયું. સર્વ ઇઝરાયલીઓએ પ્રભુનો ત્યાગ કર્યો અને એ એફોદની ઉપાસના કરવા ત્યાં જવા લાગ્યા. ગિદિયોન અને તેના કુટુંબ માટે એ ફાંદારૂપ થઈ પડયું.


Lean sinn:

Sanasan


Sanasan