Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 32:32 - પવિત્ર બાઇબલ C.L.

32 કૃપા કરી તેમના પાપની ક્ષમા કરો; પરંતુ તમે તેમનું પાપ માફ ન કરો તો તમારા લોકોની નામાવલિના તમારા પુસ્તકમાંથી મારું નામ કાઢી નાખો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 તોપણ તમે તેઓના પાપની ક્ષમા કરો [તો સારું.] નહિ તો તમારા લખેલા પુસ્તકમાંથી મારું નામ તમે ભૂંસી નાખો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 પણ તમે તેઓના પાપને માફ કરો તો સારું; પણ જો નહિ તો તમારા લખેલા પુસ્તકમાંથી મારું નામ ભૂંસી નાખો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 તમે જો એમને માંફ કરતા હો તો માંફ કરો. નહિ તો તમાંરા ચોપડામાંથી માંરું નામ ભૂંસી નાખો.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 32:32
26 Iomraidhean Croise  

દાવિદ અત્યંત દુ:ખી થઈ ગયો. દરવાજા પરની ઓરડીમાં જઈને તે રડયો. જતાં જતાં તે બોલતો ગયો. “ઓ મારા પુત્ર, મારા પુત્ર આબ્શાલોમ! આબ્શાલોમ, મારા પુત્ર! મારા પુત્ર તારે બદલે હું મૃત્યુ પામ્યો હોત તો કેવું સારું થાત. આબ્શાલોમ, મારા પુત્ર.”


અને તમારી આંખોએ મારું ગર્ભસ્વરૂપ નિહાળ્યું હતું, મારા જીવનનો એકપણ દિવસ હજી અસ્તિત્વમાં આવ્યો નહોતો, તે પહેલાં મારે માટે નક્કી થયેલા દિવસો તમારા પુસ્તકમાં નોંધાયેલા હતા.


તમે મારી રખડામણો ગણો છો, મારાં આંસુને તમારી મશકમાં સંઘરો છો. શું તેઓ તમારા પુસ્તકમાં નોંધેલાં નથી?


જીવનના પુસ્તકમાંથી તેમનાં નામ ભૂંસી નાખો; સદાચારીઓમાં એમની નોંધ ન રાખો.


હવે તું મને વારીશ નહિ; મારો ક્રોધ તેમના પર ભભૂકી ઊઠયો છે અને હું તેમનો નાશ કરી નાખીશ. પછી હું તને તથા તારા વંશજોને એક મહાન પ્રજા બનાવીશ.”


સિયોનમાં બચી ગયેલા અને યરુશાલેમના જીવતા રહેવા નિર્માયેલા સૌ કોઈ પવિત્ર કહેવાશે.


હું જૂઠાં દર્શનો જોનાર અને જૂઠી આગાહીઓ કરનાર સંદેશવાહકોની વિરુદ્ધમાં પડયો છું. તેમને મારા લોકની સભામાં સ્થાન નહિ હોય, ઇઝરાયલનાં કુળોની નામાવલિમાં તેમનાં નામ નહિ નોંધાય. તેઓ ઇઝરાયલ દેશમાં ફરી પાછા પ્રવેશ કરી શકશે નહિ અને ત્યારે તમે જાણશો કે હું પ્રભુ પરમેશ્વર છું.


અળસીરેસાનાં શ્વેત વસ્ત્ર પહેરેલા દૂતે કહ્યું, “તે સમયે તારા લોકનું રક્ષણ કરનાર મહાન દૂત મિખાયેલ પ્રગટ થશે. તે વખતે, રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યાં ત્યારથી કદી આવ્યો ન હોય એવો મોટા સંકટનો સમય આવશે. એ સમય આવે ત્યારે તારી પ્રજાના જે લોકનાં નામ ઈશ્વરના પુસ્તકમાં નોંધાયેલાં છે તેમનો બચાવ થશે.


દર્શનમાં મેં જોયું તો તીડો ધરતી પરનું બધું ઘાસ ખાઈ ગયાં. ત્યારે મેં પ્રભુને વિનવણી કરતાં કહ્યું, “હે પ્રભુ, તમારા લોકોને ક્ષમા કરો. તેઓ તો જૂજ અને નબળા છે; તેઓ કેવી રીતે નભી શકશે?”


પછી પ્રભુનું ભય રાખનારાઓએ એકબીજા સાથે વાત કરી, અને પ્રભુએ લક્ષ દઈને તેમનું સાંભળ્યું. પ્રભુનું ભય રાખનારા અને તેમનો આદર કરનારા લોકોની નોંધ એક પુસ્તકમાં પ્રભુની હાજરીમાં જ કરી લેવામાં આવી.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “તેઓ મારા લોકો થશે. જે દિવસે હું કાર્યરત બનીશ તે દિવસે તે મારા પોતાના લોક થશે. પિતાની સેવા કરનાર પુત્ર પર જેમ પિતા મમતાળુ છે તેમ હું તેમના પર મમતા દાખવીશ.


જો તમે મારી સાથે આવો જ વર્તાવ કરવાના હો તો મારા પર દયા કરીને મને મારી નાખો. જેથી મારે આ દુ:ખ લાંબો સમય વેઠવું પડે નહિ.”


ત્યાર પછી પ્રભુ વાદળમાં ઊતરી આવ્યા અને મોશે સાથે વાત કરી. તેમણે મોશેને આપેલો આત્મા સિત્તેર આગેવાનો સાથે પણ વહેંચ્યો. આત્મા તેમના પર ઊતર્યો એટલે તેઓ સંદેશવાહકની જેમ પ્રવચન કરવા લાગ્યા; પણ લાંબા સમય સુધી તેમણે એમ કર્યું નહિ.


તેથી હે પ્રભુ, હું તમને વિનંતી કરું છું, અને તમારા કહેવા પ્રમાણે તમારી મહાન અને અપાર દયા સંભારીને આ લોકોને તેમના અપરાધની ક્ષમા આપો. ઇજિપ્તમાંથી નીકળ્યા ત્યારથી અત્યાર સુધી તમે માફી બક્ષી છે તેમ હવે માફી આપો.”


પણ દુષ્ટાત્માઓ તમને આધીન થયા એટલા માટે જ હરખાશો નહિ; પણ એથી વિશેષ, આકાશમાં તમારાં નામ લખેલાં છે તેથી હરખાઓ.”


ઈસુએ કહ્યું, “હે પિતા, આ લોકોને ક્ષમા કરો! પોતે શું કરી રહ્યા છે તે તેઓ જાણતા નથી.” ચિઠ્ઠી નાખીને તેમણે તેમનાં વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લીધાં.


મારા જાતભાઈઓ, હા, મારા લોહીનાં સગાને ખાતર ઈશ્વરનો શાપ વહોરી લઈ ખ્રિસ્તથી જાણે કે વિમુખ થઈ જાઉં એવી ઇચ્છા મને થઈ આવે છે!


તેથી તમારા ઈશ્વર પ્રભુ તમને જે દેશ વારસામાં આપે છે, તેમાં જ્યારે તમારી આસપાસના સર્વ શત્રુઓથી તે તમને સહીસલામતી બક્ષે ત્યારે તમારે સર્વ અમાલેકીઓનો સંહાર કરવો; અને આકાશ તળેથી તેમનું નામનિશાન ભૂંસી નાખવું; એ તમે ભૂલશો નહિ.


તો એવી વ્યક્તિને પ્રભુ માફ નહિ કરે, પણ પ્રભુનો ક્રોધાવેશ તેના પર ભભૂકી ઊઠશે અને આ પુસ્તકમાં લખેલા સર્વ શાપ તેના પર આવી પડશે; અને પ્રભુ આકાશ તળેથી તેનું નામનિશાન ભૂંસી નાખશે.


તું મને વારીશ નહિ, મને તેમનો નાશ કરી નાખવા દે અને આકાશ તળેથી તેમનું નામનિશાન ભૂંસી નાખવા દે; અને તારામાંથી હું તેમના કરતાંય વિશાળ અને બળવાન પ્રજા ઉત્પન્‍ન કરીશ.’


મારા વિશ્વાસુ સાથી, મારે તને પણ વિનંતી કરવાની કે આ બંને સ્ત્રીઓને તું મદદ કરજે. કારણ, મારી સાથે તેમજ કલેમેન્ટ અને બીજા સર્વ સહકાર્યકરો, જેમનાં નામ ઈશ્વરે રાખેલા જીવંત લોકોની યાદીના પુસ્તકમાં લખેલાં છે તેમની સાથે શુભસંદેશના પ્રચારકાર્યમાં તેમણે સખત પરિશ્રમ કર્યો હતો.


તેં જોયું તે પશુ એક સમયે જીવતું હતું. પણ અત્યારે જીવતું નથી. છતાં તે અગાધ ઊંડાણમાંથી આવવાની તૈયારીમાં છે અને તેણે નાશમાં જવાનું છે. પૃથ્વી પર વસનાર લોકો જેમનાં નામ જીવંત લોકોની યાદીના પુસ્તકમાં સૃષ્ટિના સર્જન અગાઉ લખવામાં આવ્યાં ન હતાં, તેઓ તે પશુને જોઈને આશ્ર્વર્ય પામશે. કારણ, એક સમયે તે જીવતું હતું. અત્યારે તે જીવતું નથી, પણ તે ફરીથી દેખાશે.


પણ અશુદ્ધ, શરમજનક કાર્ય કરનાર કે જૂઠાઓ તેમાં પ્રવેશ પામશે નહિ. ફક્ત જેમનાં નામ હલવાનના જીવંત લોકોની યાદીના પુસ્તકમાં લખેલાં છે તેઓ જ તેમાં પ્રવેશ પામશે.


અને જો કોઈ આ પુસ્તકના ભવિષ્યકથનોમાંથી કંઈ કાઢી નાખશે, તો ઈશ્વર તેમનો ભાગ આ પુસ્તકમાં વર્ણન કરેલા જીવનના વૃક્ષના ફળમાંથી અને પવિત્ર શહેરમાંથી કાઢી નાખશે.


વિજયધ્વંતો એવી જ રીતે વસ્ત્રો પહેરશે અને ફરશે. વળી, જીવનના પુસ્તકમાંથી હું તેમનાં નામ ભૂંસી નાખીશ નહિ. મારા પિતાની અને તેમના દૂતોની સન્મુખ હું જાહેરમાં કબૂલ કરીશ કે તેઓ મારા છે.


Lean sinn:

Sanasan


Sanasan