Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 32:30 - પવિત્ર બાઇબલ C.L.

30 બીજે દિવસે મોશેએ લોકોને કહ્યું, “તમે અઘોર પાપ કર્યું છે. પરંતુ હું હવે ફરી પર્વત પર પ્રભુની પાસે જઈશ. કદાચ હું તમારા પાપનું પ્રાયશ્ર્વિત કરી શકું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 અને બીજે દિવસે એમ થયું કે મૂસાએ લોકોને કહ્યું, “તમે મોટું પાપ કર્યું છે, મે પોતાને માટે સોનાનો દેવ બનાવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 બીજે દિવસે મૂસાએ લોકોને કહ્યું, “તમે મહાપાપ કર્યું છે. હવે હું યહોવાહ પાસે જાઉં છું. કદાચ હું તમારા પાપની માફી મેળવી શકું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 બીજે દિવસે મૂસાએ લોકોને કહ્યું, “તમે મહાપાપ કર્યુ છે: અત્યારે હું યહોવા પાસે જાઉ છું; કદાચ હું તમાંરા પાપની માંફી મેળવી શકું.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 32:30
22 Iomraidhean Croise  

તો પછી તેં પ્રભુની આજ્ઞા ઉથાપીને તેમની દૃષ્ટિમાં આવું અઘોર કૃત્ય કેમ કર્યું છે? તેં ઉરિયાને યુદ્ધમાં મારી નંખાવ્યો, આમ્મોનીઓને હાથે તેં તેને મારી નંખાવ્યો અને પછી તેની પત્નીને રાખી.


કદાચ, પ્રભુ મારું દુ:ખ જોશે અને તેના શાપને બદલે મને કંઈક આશિષ આપશે.”


પ્રભુએ દાવિદના રાજવંશ હસ્તકથી રાજ્યનું વિભાજન કરીને ઇઝરાયલને જુદું પાડયું, અને ઇઝરાયલીઓએ નબાટના પુત્ર યરોબામને પોતાનો રાજા બનાવ્યો. યરોબામે તેમની પાસે પ્રભુનો ત્યાગ કરાવ્યો અને તેમને ભયંકર પાપમાં પાડયા.


ઈશ્વરના યજ્ઞકારોમાં મોશે અને આરોન હતા, અને ઈશ્વરને નામે પ્રાર્થના કરનારાઓમાં શમુએલ પણ હતો; તેમણે પ્રભુને અરજ કરી અને તેમણે તેમને ઉત્તર આપ્યો.


મોશેએ લેવીના વંશજોને કહ્યું, “તમે તમારા પુત્રો અને ભાઈઓને આજે મારી નાખીને યજ્ઞકાર તરીકેની સેવા માટે પ્રભુને પોતાનું સંપૂર્ણ સમર્પણ કર્યું છે. તેથી પ્રભુએ તમને આશિષ આપી છે.”


ભૂંડાને ધિક્કારો, ભલાને ચાહો અને ન્યાયપંચમાં ન્યાયની પ્રતિષ્ઠા કરો. તો કદાચ સર્વસત્તાધીશ પ્રભુ પરમેશ્વર યોસેફના બચી ગયેલા વંશજો પર કૃપા દર્શાવે.


કદાચ, ઈશ્વર પોતાનો વિચાર બદલે, તેમનો કોપ અટકાવે અને આપણે નાશમાંથી ઊગરી જઈએ.”


મોશેની આજ્ઞા પ્રમાણે આરોને ધૂપદાની લીધી અને એકત્ર થયેલા લોકો વચ્ચે દોડી ગયો. તેણે જોયું તો રોગચાળો ફાટી નીકળ્યો હતો. તેણે ધૂપદાનીમાં ધૂપ નાખી લોકો માટે પ્રાયશ્ર્વિતનો વિધિ કર્યો


કારણ, પોતાના ઈશ્વર પ્રત્યેના આવેશને લીધે તેણે અન્ય દેવની પૂજા સાંખી લીધી નહિ અને ઇઝરાયલી લોકોના પાપનું પ્રાયશ્ર્વિત કર્યું છે.”


હું ઊઠીને મારા પિતાજી પાસે જઈશ અને તેમને કહીશ, “પિતાજી, મેં ઈશ્વર વિરુદ્ધ અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.


તેથી હું તને કહું છું કે જે મહાન પ્રેમ તેણે દર્શાવ્યો તે તો તેનાં ઘણાં પાપ માફ કરાયાં છે તેની સાબિતી છે. પણ જેનું ઓછું માફ થાય છે, તે પ્રેમ પણ ઓછો કરે છે.”


મારા જાતભાઈઓ, હા, મારા લોહીનાં સગાને ખાતર ઈશ્વરનો શાપ વહોરી લઈ ખ્રિસ્તથી જાણે કે વિમુખ થઈ જાઉં એવી ઇચ્છા મને થઈ આવે છે!


ખ્રિસ્તે આપણે માટે શાપિત થઈને નિયમશાસ્ત્રના શાપથી આપણો ઉદ્ધાર કર્યો છે. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “જે કોઈ વૃક્ષ પર ટંગાયેલો છે તે ઈશ્વરના શાપ નીચે છે.”


તે વિરોધ કરનારાઓને નમ્રતાથી તેમની ભૂલ જણાવે છે; કદાચ પ્રભુ એવાઓને પાપથી પાછા ફરવાની તક આપે કે જેથી તેઓ સત્યને જાણી લે


આથી તમારાં પાપ એકબીજા આગળ કબૂલ કરો અને એકબીજા માટે પ્રાર્થના કરો, જેથી તમને સાજા કરવામાં આવે. ન્યાયી માણસની આગ્રહી પ્રાર્થનાની ભારે અસર થાય છે.


તેમણે શમુએલને કહ્યું, “તમે તમારા ઈશ્વર પ્રભુને પ્રાર્થના કરો કે જેથી અમે મરી જઇએ નહિ. અમારાં બીજાં સર્વ પાપ ઉપરાંત અમે રાજા માંગીને પણ પાપ કર્યું છે.”


શમુએલે જવાબ આપ્યો, “ગભરાશો નહિ; જો કે તમે આવું દુષ્કર્મ કર્યું છે તો પણ પ્રભુથી દૂર જશો નહિ, પણ તમારા પૂરા દયથી તેમની સેવા કરો.


મારા સંબંધી ઈશ્વર એવું થવા ન દો કે હું તમારે માટે પ્રાર્થના કરવાનું મૂકી દઉં અને એમ પ્રભુની વિરુદ્ધ પાપ કરું; એને બદલે, તમારે માટે સારું અને સાચું શું છે તે હું તમને શીખવીશ.


એલીના પુત્રોનું આ પાપ ઈશ્વરની દૃષ્ટિમાં અતિ ગંભીર હતું. કારણ, તેઓ ઈશ્વરને અર્પવામાં આવતાં બલિ પ્રત્યે આ રીતે તુચ્છકાર દાખવતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan