Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 32:15 - પવિત્ર બાઇબલ C.L.

15 મોશે પર્વત પરથી નીચે ઊતરી આવ્યો. તેના હાથમાં સાક્ષ્યલેખની બે શિલાપાટીઓ હતી. તે પાટીઓની બન્‍ને બાજુએ આજ્ઞાઓ લખેલી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને મૂસા પાછો ફરીને પર્વત પરથી ઊતર્યો, ને બે કરારપાટી તેના હાથમાં હતી. તે પાટીઓની બન્‍ને બાજુએ લેખ લખેલો હતો; એક બાજુએ તથા બીજી બાજુએ તે લખેલો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 પછી મૂસા પાછો ફરીને પર્વત પરથી નીચે ઊતર્યો અને કરારના બે શિલાપાટી તેના હાથમાં હતી. તે પાટીઓની બન્ને બાજુએ, એટલે આગળ પાછળ એમ બન્ને બાજુએ દશ આજ્ઞાઓ લખેલી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 પછી મૂસા પાછો ફરીને કરારની બંને તકતીઓ હાથમાં લઈને પર્વત પરથી નીચે ઊતર્યો. તકતીઓની બંને બાજુએ દશ આજ્ઞાઓ લખેલી હતી.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 32:15
14 Iomraidhean Croise  

પ્રભુનો નિયમ સંપૂર્ણ છે; તે પ્રાણને તાજગી આપે છે. પ્રભુનાં સાક્ષ્યવચનો વિશ્વસનીય છે; તે અબુધને જ્ઞાન આપે છે.


પ્રભુએ મોશેને આજ્ઞા કર્યા મુજબ આરોને તેને સાચવી રાખવા માટે સાક્ષ્યલેખની કરારપેટી આગળ મૂકાયું.


પ્રભુએ મોશેને કહ્યું, “તું મારી પાસે પર્વતના શિખર પર આવ. તું ત્યાં ઊભો હોઈશ ત્યારે હું તને બે શિલાપાટીઓ આપીશ. લોકોને શિક્ષણ માટે આ શિલાપાટીઓ પર મેં નિયમો તથા આજ્ઞાઓ લખેલાં છે.”


મોશે વાદળમાં પ્રવેશીને પર્વત પર ચડી ગયો. મોશે પર્વત પર ચાલીસ દિવસ અને ચાલીસ રાત રહ્યો.


સિનાઈ પર્વત ઉપર ઈશ્વરે મોશેની સાથેની વાત પૂરી કરીને તેમણે તેને પોતાની આંગળીથી આજ્ઞાઓ લખેલા સાક્ષ્યલેખની બે શિલાપાટીઓ આપી.


ઈશ્વરે પોતે એ શિલાપાટીઓ બનાવી હતી અને તેમણે પોતે જ તેના પર આજ્ઞાઓ કોતરી હતી.


મોશે જ્યારે સાક્ષ્યલેખની બે શિલાપાટીઓ લઈને સિનાઈ પર્વત પરથી નીચે આવ્યો ત્યારે પ્રભુની સાથે વાત કર્યાને લીધે તેનું મુખ પ્રકાશતું હતું; જો કે મોશેને તેની ખબર નહોતી.


પછી તેણે સાક્ષ્યલેખની બન્‍ને શિલાપાટીઓ લઈને કરારપેટીમાં મૂકી. તેના દાંડાઓ તેના કડાંઓમાં પરોવ્યા અને કરારપેટી પર તેનું ઢાંકણ ઢાંકયું.


આ પત્ર તો ખ્રિસ્તે લખ્યો છે, અને અમારી મારફતે તે મોકલ્યો છે. તે શાહીથી નહિ, પણ જીવંત ઈશ્વરના આત્માથી; તેમજ શિલાપાટીઓ પર નહિ, પણ માનવી હૃદયો પર લખાયેલો છે.


શિલાપાટીઓ પર કોતરાયેલા મોશેના નિયમની સેવા મરણકારક હોવા છતાં તે એવા ગૌરવસહિત આપવામાં આવી હતી કે મોશેના મુખ પર પડેલા ગૌરવનું તેજ જે ઝાંખું થતું જતું હતું, તેને પણ ઇઝરાયલીઓ એકીટશે જોઈ શક્યા નહિ.


“પ્રભુએ પર્વત પર અગ્નિજ્વાળા, વાદળ અને ગાઢ અંધકાર મધ્યેથી મોટે અવાજે તમારી આખી સભા સમક્ષ આ જ આજ્ઞાઓ કહી સંભળાવી હતી; અને એથી વિશેષ કંઈ કહ્યું નહોતું. પછી તેમણે બે શિલાપાટીઓ પર તે લખીને મને આપી હતી.


“તેથી બે હાથમાં કરારની બે પાટીઓ લઈને હું પર્વત પરથી પાછો નીચે ઊતરવા લાગ્યો, તે સમયે પર્વત અગ્નિની જ્વાળાઓથી ભભૂક્તો હતો.


તેમાં ધૂપ બાળવા માટેની સુવર્ણ વેદી અને ચોમેર સોનાથી મઢેલી કરારપેટી હતાં. આ પેટીમાં માન્‍ના ભરેલું સુવર્ણપાત્ર, કળીઓ ફૂટેલી આરોનની લાકડી અને આજ્ઞાઓ લખેલી પથ્થરની બે પાટીઓ હતાં.


ત્યાર પછી રાજ્યાસન પર જે બિરાજમાન છે તેમના જમણા હાથમાં મેં એક પુસ્તક જોયું. તે તો બન્‍ને બાજુએ લખેલું અને સાત મુદ્રાથી મુદ્રાંક્તિ કરેલું હતું.


Lean sinn:

Sanasan


Sanasan