Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 32:12 - પવિત્ર બાઇબલ C.L.

12 ઇજિપ્તીઓને એવું શા માટે કહેવા દેવું કે તમે તમારા લોકોને પર્વતો મધ્યે મારી નાખવા તથા પૃથ્વીના પટ પરથી તેમનો સંપૂર્ણ સંહાર કરવા ઇજિપ્તમાંથી લઈ ગયા? તેથી તમારો ગુસ્સો શમાવી દો; તમારો વિચાર બદલો અને તમારા લોક પર આફત લાવવાનું માંડી વાળો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 મિસરીઓ શું કરવા આ પ્રમાણે બોલે કે તમે તેઓનું નુકશાન કરવાને માટે, એટલે પર્વતોમાં મારી નાખવા તથા પૃથ્વીની પીઠ પરથી તેઓનો સંહાર કરવા કાઢી લાવ્યા? તમારા બળતા કોપથી ફરો, ને તમારા લોક પર આફત લાવવાનો ઈરાદો ફેરવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 મિસરીઓ શા માટે આ પ્રમાણે બોલે કે, ‘તમે તેઓનું નુકસાન કરવાને માટે, એટલે પર્વતોમાં મારી નાખવા તથા પૃથ્વીની પીઠ પરથી તેઓનો સંહાર કરવા કાઢી લાવ્યા?’ તમારા બળતા કોપથી ફરો અને તમારા લોકો પર આફત લાવવાનો ઇરાદો ફેરવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 શું તમે એમ ઈચ્છો છો કે મિસરવાસીઓ કહે, ‘દેવ તેઓને ફસાવીને પર્વતો મધ્યે લઈ ગયા છે, જેથી તે તેઓનો સંહાર કરે, અને પૃથ્વીની સપાટી પરથી સદંતર સમાંપ્ત કરે?’ તમાંરા ક્રોધને ઠંડો પાડો અને તમાંરા લોકોનું ખોટું કરવાનું છોડી દો.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 32:12
32 Iomraidhean Croise  

ત્યારે પૃથ્વી પર માનવજાતને ઉત્પન્‍ન કરવા બદલ તે દિલગીર થયા અને તેમનાં અંતરમાં ભારે ખેદ થયો.


કારણ, આ તો તમે જેમને લોખંડ તપાવવાની ભઠ્ઠીમાંથી એટલે ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા તે તમારા વારસાસમ લોક છે.


તેથી આપણા અધિકારીઓ યરુશાલેમમાં રહે અને આ સમગ્ર તપાસનો વહીવટ સંભાળે. ત્યાર પછી અમારામાંથી જેમણે પરપ્રજાની સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં છે તેઓ ઠરાવેલે સમયે પોતપોતાના નગરના ન્યાયાધીશો અને આગેવાનો સાથે યરુશાલેમમાં હાજર થાય. એ રીતે આ બાબતને લીધે આપણા પર આવેલો ઈશ્વરનો કોપ દૂર થઈ શકશે.”


ઈશ્વરે પોતાના લોકની ખાતર પોતાનો કરાર સંભાર્યો અને તેમના અગાધ પ્રેમને લીધે તેમને દયા આવી.


હે પ્રભુ, શત્રુઓ તમારી નિંદા કરે છે, અને મૂર્ખ લોકો તમારા નામને ધૂત્કારે છે તે તમે યાદ કરો.


છતાં રહેમદિલ ઈશ્વરે તેમનાં પાપ માફ કર્યાં, અને તેમનો વિનાશ કર્યો નહિ. વારંવાર ઈશ્વરે પોતાના ક્રોધને અંકુશમાં રાખ્યો, અને પોતાના પ્રકોપને પૂરેપૂરો ભભૂકવા દીધો નહિ,


તમે તમારો રોષ સમાવ્યો હતો, અને તમારા ક્રોધાગ્નિને શાંત પાડયો હતો.


હે પ્રભુ, પાછા આવો; ક્યાં સુધી તમારો રોષ રહેશે? તમારા આ ભક્તો પર અનુકંપા દર્શાવો.


તેથી પ્રભુએ પોતાનો વિચાર બદલ્યો અને લોકો પર તેમણે જે આફત લાવવા કહ્યું હતું તે તેમના પર લાવ્યા નહિ.


તો તમારી યોજના મને જણાવો; જેથી હું તમારી સેવા કરું અને તમને પ્રસન્‍ન કરું. વળી, આ પ્રજાને તમે તમારા લોકો તરીકે પસંદ કર્યા છે તે વાત પણ લક્ષમાં રાખજો.”


છતાં કોઈ તમારે નામે વિનંતી કરતો નથી કે તમને ગ્રહણ કરવા જાગ્રત થતો નથી. તમે અમારાથી તમારું મુખ સંતાડયું છે અને અમને અમારા પાપાચારની પકડમાં છોડી દીધા છે.


પણ હે પ્રભુ, તમે હવે અમારા પિતા છો. અમે માટી અને તમે અમારા કુંભાર છો. અમે સૌ તમારા જ હાથની કૃતિ છીએ.


તેથી પ્રભુ તારે વિષે આ પ્રમાણે કહે છે. હું તને પૃથ્વીના પડ પરથી ફેંકી દઈશ. તેં લોકોને પ્રભુની વિરુદ્ધ બંડ કરવા માટે ઉશ્કેર્યા છે. તેથી તું આ વર્ષે જ મૃત્યુ પામશે.”


પણ જે પ્રજાઓના દેખતાં મેં તેમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા હતા તેમની દષ્ટિમાં મારા નામને લાંછન ન લાગે એ રીતે હું વર્ત્યો.


પણ મેં તેમ કરવાથી મારા હાથ પાછો રાખ્યો. જે પ્રજાઓનાં દેખતાં મેં તેમને મુક્ત કર્યા હતા, તેમની દષ્ટિમાં મારા નામને લાંછન ન લાગે એ રીતે હું વર્ત્યો.


પણ તેઓ જે લોકોની વચ્ચે વસતા હતા અને જેમના દેખતાં મેં તેમને ઇજિપ્તદેશમાંથી મુક્ત કરીને પોતાને પ્રગટ કર્યો એ ઇજિપ્તી લોકોની દષ્ટિમાં મારા નામને લાંછન ન લાગે તે રીતે હું વર્ત્યો.


વેદી અને મંદિરના પ્રવેશદ્વાર વચ્ચે રહીને પ્રભુની સેવા કરનારા યજ્ઞકારો વિલાપ સાથે પ્રાર્થના કરે: “પ્રભુ, તમારા લોક પર દયા દર્શાવો, જેથી ‘તેમનો ઈશ્વર ક્યાં છે?’ એમ કહીને અન્ય પ્રજાઓ અમારો તિરસ્કાર કે મશ્કરી ન કરે.”


તેથી પ્રભુએ અનુકંપા દર્શાવતાં કહ્યું, “તેં જે જોયું તેવું નહિ થાય.”


તેથી પ્રભુએ અનુકંપા દર્શાવતાં કહ્યું, “એ પણ નહિ થાય.”


કદાચ, ઈશ્વર પોતાનો વિચાર બદલે, તેમનો કોપ અટકાવે અને આપણે નાશમાંથી ઊગરી જઈએ.”


સર્વસમર્થ પ્રભુ કહે છે, “તમારા પૂર્વજો મને કોપાયમાન કરતા ત્યારે હું તેમના પર જે આપત્તિ લાવવાનું વિચારતો તે વિષે મારું મન બદલતો નહિ,


તેથી હે પ્રભુ, હું તમને વિનંતી કરું છું, અને તમારા કહેવા પ્રમાણે તમારી મહાન અને અપાર દયા સંભારીને આ લોકોને તેમના અપરાધની ક્ષમા આપો. ઇજિપ્તમાંથી નીકળ્યા ત્યારથી અત્યાર સુધી તમે માફી બક્ષી છે તેમ હવે માફી આપો.”


પૂરા વિનાશને માટે શાપિત થયેલી એમાંની કોઈ પણ વસ્તુ તમારે રાખી લેવી નહિ; કારણ, ત્યારે જ તમારા ઈશ્વર પ્રભુના કોપનું શમન થશે અને તે તમારા પર દયા કરશે. તે તમારા પ્રત્યે કરુણાળુ થશે અને તમારા પૂર્વજો સમક્ષ લીધેલા શપથ પ્રમાણે તમારી વંશવૃધિ કરશે.


જ્યારે પ્રભુ જોશે કે તેના લોક નિર્બળ થઈ ગયા છે, અને બંદિવાન કે મુક્ત કોઈ બાકી રહ્યો નથી; ત્યારે પ્રભુ પોતાના લોકને બચાવી લેશે અને પોતાના સેવકો પ્રતિ કરુણા દર્શાવશે.


કદાચ, ઇજિપ્ત દેશના લોકો એમ કહે કે, તમે તમારા લોકને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તેમાં તેમને લઇ જઇ શક્યા નહિ. તેઓ એવું પણ કહેશે કે તમને તમારા લોક પ્રત્યે તિરસ્કાર હોવાથી તમે તેમનો સંહાર કરવા તેમને રણપ્રદેશમાં લઈ ગયા.


તેમણે તેના પર પથ્થરોનો મોટો ઢગલો કર્યો, જે આજે પણ ત્યાં છે. એ પછી પ્રભુનો કોપ શમ્યો. એટલા જ માટે આજે પણ તે આખોર (આફત)ની ખીણ તરીકે ઓળખાય છે.


કનાનીઓ અને દેશના સર્વ રહેવાસીઓ આ વિષે સાંભળશે એટલે તેઓ અમને ઘેરી લઈને અમારું નામનિશાન ભૂંસી નાખશે, ત્યારે તમારા મહાન નામનું ગૌરવ જાળવવા તમે શું કરશો?”


પ્રભુ પોતાના નામની પ્રતિષ્ઠાને લીધે તમને તજી દેશે નહિ. કારણ, તેમણે તમને પોતાના લોકો બનાવવાનો નિર્ધાર કર્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan