Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 32:11 - પવિત્ર બાઇબલ C.L.

11 પરંતુ મોશેએ પોતાના ઈશ્વર પ્રભુને આજીજી કરતાં કહ્યું, “હે પ્રભુ, તમારા આ લોકને તમે મહાન સામર્થ્ય અને બાહુબળથી ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા છો. તો હવે તમે તેમના પર શા માટે ક્રોધાયમાન થાઓ છો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને મૂસાએ પોતાના ઈશ્વર યહોવાની વિનંતી કરીને કહ્યું, “હે યહોવા, તમારા જે લોકોને તમે મોટા પરાક્રમ વડે તથા બળવાન હાથે મિસર દેશમાંથી કાઢી લાવ્યા છો, તેઓની વિરુદ્ધ તમારો કોપ કેમ તપી ઊઠે છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પરંતુ મૂસાએ ઈશ્વર યહોવાહને વિનંતી કરીને કહ્યું કે, “હે યહોવાહ, તમારા જે લોકોને તમે મોટા પરાક્રમ વડે તથા બળવાન હાથે મિસર દેશમાંથી કાઢી લાવ્યા છો, તેઓની વિરુદ્ધ તમારો કોપ કેમ તપી ઊઠે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 પરંતુ મૂસાએ યહોવા દેવને વિનંતી કરી કે તે તેમ ન કરે; તેણે આજીજી કરીને કહ્યું, “હે દેવ યહોવા, શા માંટે તારે તારા આ લોકો ઉપર ક્રોધ કરવો જોઈએ? તું તો એ લોકોને તારા બાહુના અપૂર્વ સાર્મથ્યથી મિસરમાંથી બાહર લાવ્યો હતો;

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 32:11
23 Iomraidhean Croise  

અબ્રાહામ ફરીથી બોલ્યો, “હું તો ધૂળ અને રાખ સમાન છું,


કારણ, આ તો તમે જેમને લોખંડ તપાવવાની ભઠ્ઠીમાંથી એટલે ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા તે તમારા વારસાસમ લોક છે.


“હે પ્રભુ, આ લોકો તો તમારા સેવકો છે અને તમારી પોતાની પ્રજા છે. તમે જ તમારા સામર્થ્યથી અને તમારા બાહુબળથી તેમને મુક્ત કર્યા છે.


તેથી ઈશ્વરે તેમના લોકનો નાશ કરવા વિચાર્યું. ત્યારે તેમણે પસંદ કરેલો સેવક મોશે વચ્ચે પડયો. અને લોકનો સંહાર કરવા ઉગ્ર બનેલા ઈશ્વરના કોપને શમાવવા તે ઈશ્વરની સંમુખ વિનવણી કરવા ઊભો રહ્યો.


ત્યારે પ્રભુએ મોશેને કહ્યું, “હમણાં જ નીચે જા, કારણ, તારા લોક જેમને તું ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો તેમણે પાપ કર્યું છે અને મારો નકાર કર્યો છે.


તેથી ઇઝરાયલીઓને કહે કે, હું પ્રભુ છું. હું તમને ઇજિપ્તીઓની વેઠમાંથી અને તેમની ગુલામીમાંથી મુક્ત કરીશ. હું મારો હાથ ઉગામીને તેમના પર ભારે સજા લાવીને તમારો ઉદ્ધર કરીશ.


ત્યારે ફેરોએ મોશે તથા આરોનને બોલાવીને કહ્યું, “તમે પ્રભુને વિનંતી કરો કે તે મારી પાસેથી તેમ જ મારી પ્રજા પાસેથી દેડકાં દૂર કરે, અને હું લોકોને પ્રભુ આગળ યજ્ઞ કરવા જવા દઈશ.”


તમે અમને તમારા માર્ગોથી શા માટે ભટકી જવા દો છો? અમને એવા હઠીલા કેમ બનાવો છો કે અમે તમારો આદરયુક્ત ડર ન રાખતાં ભટકી જઈએ? હે પ્રભુ, તમારા સેવકો અને તમારા સંપત્તિરૂપ લોકને લીધે પાછા આવો.


પછી પ્રભુએ મને કહ્યું, “જો મોશે અને શમુએલ જાતે જ મારી સમક્ષ તેમને માટે મયસ્થી કરે, તો પણ આ લોકો પર હું દયા દર્શાવીશ નહિ. હું તેમને હાંકી કાઢીશ અને મારી સમક્ષથી દૂર મોકલી દઈશ.


હે પ્રભુ, જરા જુઓ તો ખરા કે તમે કોને આવું દુ:ખ દઈ રહ્યા છો? સ્ત્રીઓ પોતાનાં પ્રિય બાળકોનું માંસ ખાય છે. યજ્ઞકારો અને સંદેશવાહકો મંદિરમાં જ મારી નંખાયા છે.


પણ તેઓ જે લોકોની વચ્ચે વસતા હતા અને જેમના દેખતાં મેં તેમને ઇજિપ્તદેશમાંથી મુક્ત કરીને પોતાને પ્રગટ કર્યો એ ઇજિપ્તી લોકોની દષ્ટિમાં મારા નામને લાંછન ન લાગે તે રીતે હું વર્ત્યો.


“હે પ્રભુ, અમારા ઈશ્વર, તમે ઇજિપ્તમાંથી તમારા લોકને છોડાવીને તમારું સામર્થ્ય પ્રગટ કર્યું હતું અને હજુ પણ અમે તેને યાદ કરીએ છીએ. અમે પાપ કર્યું છે અને દુષ્ટતા આચરી છે.


વેદી અને મંદિરના પ્રવેશદ્વાર વચ્ચે રહીને પ્રભુની સેવા કરનારા યજ્ઞકારો વિલાપ સાથે પ્રાર્થના કરે: “પ્રભુ, તમારા લોક પર દયા દર્શાવો, જેથી ‘તેમનો ઈશ્વર ક્યાં છે?’ એમ કહીને અન્ય પ્રજાઓ અમારો તિરસ્કાર કે મશ્કરી ન કરે.”


તેણે પ્રભુને કહ્યું, “તમે તમારા આ સેવકને દુ:ખી કેમ કર્યો છે?” મારા પર તમારી કૃપાદૃષ્ટિ કેમ નથી? આ બધા લોકોની જવાબદારી મને કેમ સોંપી છે?


પરંતુ મોશેએ પ્રભુને કહ્યું, “તો પછી એ વાત ઇજિપ્તના લોકોના ય સાંભળવામાં આવશે અને તેમને તો ખબર છે કે તમે તમારા સામર્થ્યથી આ લોકોને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા છો.


પણ મોશે અને આરોને ભૂમિ પર શિર ટેકવતાં ઊંધા પડીને કહ્યું, “હે ઈશ્વર, તમે સૌ સજીવોના જીવનદાતા છો. શું એક જ માણસના પાપને લીધે તમે સમગ્ર સમાજ પર ગુસ્સે થશો?”


એટલે લોકો મોશે પાસે આવ્યા અને કહ્યું, “પ્રભુની વિરૂધ અને તમારી વિરુધ બોલીને અમે પાપ કર્યું છે. તમે અમારે માટે પ્રભુને પ્રાર્થના કરો કે પ્રભુ અમને આ સાપોથી બચાવી લે,” તેથી મોશેએ લોકોને માટે પ્રાર્થના કરી.


માત્ર પુત્ર ન હોવાને લીધે શા માટે એમનું નામ તેમના કુળમાંથી ભૂંસાઈ જાય? અમારા પિતાનાં સગાં સાથે અમને પણ વારસામાં જમીન આપો.” મોશેએ તેમની માગણી પ્રભુ સમક્ષ રજૂ કરી.


Lean sinn:

Sanasan


Sanasan