Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 32:1 - પવિત્ર બાઇબલ C.L.

1 જ્યારે લોકોએ જોયું કે મોશેને પર્વત પરથી નીચે આવતાં ઘણો વિલંબ થાય છે, ત્યારે તેમણે આરોનની પાસે એકઠા થઈને તેને કહ્યું, “અમને ઇજિપ્તમાંથી બહાર દોરી લાવનાર માણસ મોશેનું શું થયું છે તે અમે જાણતા નથી. તેથી અમારે માટે અમને દોરનાર દેવ બનાવ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને લોકોએ જોયું કે મૂસાને પર્વત પરથી ઊતરતા વિલંબ થાય છે, ત્યારે તેઓ હારુનની પાસે એકઠા થયા, ને તેને કહ્યું, “ઊઠ, અમારી આગળ ચાલવા માટે અમારે માટે દેવ બનાવ; કેમ કે જે માણસ અમને મિસર દેશમાંથી કાઢી લાવ્યો તે મૂસાનું શું થયું, તે અમે જાણતા નથી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જ્યારે લોકોએ જોયું કે મૂસાને પર્વત પરથી ઊતરતાં વિલંબ થાય છે, ત્યારે તેઓ હારુનની પાસે એકઠા થયા અને તેને કહ્યું, “ચાલ, અમને દોરવણી આપવા માટે અમારે માટે દેવ બનાવ. કારણ કે જે માણસ અમને મિસર દેશમાંથી કાઢી લાવ્યો તે મૂસાનું શું થયું, તે અમે જાણતા નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 મૂસાને પર્વત પરથી આવવામાં વિલંબ થતો જોઈને લોકોએ હારુન પાસે ભેગા થઈને કહ્યું, “ચાલ, અમને દોરવણી આપવા માંટે દેવ બનાવ. કારણ કે મિસરમાંથી અમને અહીં લઈ આવનાર મૂસા હવે અદ્રશ્ય થઈ ગયો છે; તેનું શું થયું એની અમને ખબર પડતી નથી.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 32:1
35 Iomraidhean Croise  

તેથી લોત બહાર ગયો અને પોતાના ભાવિ જમાઈઓને કહ્યું, “જલદી કરો, આ શહેરમાંથી બહાર નીકળી જાઓ; કારણ, પ્રભુ આ શહેરનો નાશ કરવાના છે.” પણ તેના જમાઈઓને લાગ્યું કે લોત માત્ર મજાક ઉડાવે છે.


ત્યારે અબિમેલેખે કહ્યું, “એવું કોણે કર્યું છે તેની મને ખબર નથી. વળી, તેં પણ મને તે વિષે જણાવ્યું નથી. મને તો આજે જ તેની જાણ થાય છે.”


તેણે ઈન્કાર કરતાં કહ્યું, “હું અહીં છું તેથી મારા માલિકને ઘરની કોઈ બાબતની ફિકર રહેતી નથી. પોતાની પ્રત્યેક વસ્તુ તેમણે મારા હસ્તક મૂકી છે.


યોસેફે કહ્યું, “તમે આ કેવું કામ કર્યું? શું તમને ખબર નહોતી કે મારા જેવો શુકન જોનાર માણસ તમને પકડી પાડશે?”


તેઓ શહેરથી હજી થોડે જ દૂર ગયા હશે એવામાં યોસેફે પોતાના ઘરના કારભારીને કહ્યું, “જા, એ માણસોનો પીછો કર. તું તેમને પકડી પાડીને કહેજે, “તમે ભલાને બદલે ભૂંડું કેમ કર્યું?


તેમણે સિનાઈમાં હોરેબ પર્વત આગળ સુવર્ણનો વાછરડો બનાવ્યો અને હાથોથી ઢાળેલી એ મૂર્તિની પૂજા કરી.


પ્રભુ દિવસ દરમ્યાન માર્ગ બતાવવાને મેઘસ્થંભમાં અને રાત્રે પ્રકાશ આપવાને અગ્નિસ્થંભમાં તેમની આગળ આગળ ચાલતા હતા, જેથી લોકો દિવસરાત મુસાફરી કરી શક્તા.


તેમણે મોશેને કહ્યું, “શું ઇજિપ્તમાં કબરો નહોતી કે તું અમને અહીં રણપ્રદેશમાં મરવા લઈ આવ્યો છે?


ઇઝરાયલીઓએ તેમને કહ્યું, “પ્રભુએ અમને ઇજિપ્તમાં જ મારી નાખ્યા હોત તો સારું થાત. ત્યાં અમે માંસનાં હાલ્લાં પાસે બેસીને ધરાઈને ખોરાક ખાત; પરંતુ તમે તો અમને આ રણપ્રદેશમાં ભૂખે મારવા લઈ આવ્યા છો.”


મારી ભક્તિ કરવાની સાથે સાથે તમે ભક્તિ કરવા પોતાને માટે સોનારૂપાના દેવો ઘડશો નહિ.


પ્રભુએ મોશેને કહ્યું, “તું મારી પાસે પર્વતના શિખર પર આવ. તું ત્યાં ઊભો હોઈશ ત્યારે હું તને બે શિલાપાટીઓ આપીશ. લોકોને શિક્ષણ માટે આ શિલાપાટીઓ પર મેં નિયમો તથા આજ્ઞાઓ લખેલાં છે.”


મોશે વાદળમાં પ્રવેશીને પર્વત પર ચડી ગયો. મોશે પર્વત પર ચાલીસ દિવસ અને ચાલીસ રાત રહ્યો.


પરંતુ મોશેએ પોતાના ઈશ્વર પ્રભુને આજીજી કરતાં કહ્યું, “હે પ્રભુ, તમારા આ લોકને તમે મહાન સામર્થ્ય અને બાહુબળથી ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા છો. તો હવે તમે તેમના પર શા માટે ક્રોધાયમાન થાઓ છો?


આરોને જવાબ આપ્યો, “મારા પર ગુસ્સે ન થઈશ; તું આ લોકોને તો ઓળખે છે કે તેઓ સ્વભાવે દુષ્ટ છે.


તેમણે મને કહ્યું, ‘અમને ઇજિપ્તમાંથી છોડાવી લાવનાર એ માણસ મોશેનું શું થયું તે અમે જાણતા નથી. તેથી અમારે માટે અમને દોરી જનાર દેવ બનાવ.’


ત્યારે પ્રભુએ મોશેને કહ્યું, “હમણાં જ નીચે જા, કારણ, તારા લોક જેમને તું ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો તેમણે પાપ કર્યું છે અને મારો નકાર કર્યો છે.


તમારે તો દૂધમધની રેલમછેલવાળા દેશમાં જવાનું છે. પરંતુ હું પોતે તમારી સાથે આવીશ નહિ; કારણ, તમે હઠીલી પ્રજા છો અને કદાચ હું રસ્તામાં તમારો નાશ કરી બેસું.”


પણ તેઓ મારી સામે થયા અને તેમણે મારી વાણી સાંભળવાનો ઇનકાર કર્યો. પોતે જેનું ધ્યાન ધરતા હતા એવી ધિક્કારપાત્ર મૂર્તિઓ ન તો તેમણે ફેંકી દીધી કે ન તો ઇજિપ્તની મૂર્તિઓનો ત્યાગ કર્યો. ત્યારે મેં વિચાર્યું કે હું ઇજિપ્તમાં જ તેમના પર મારો રોષ શમાવીશ.


ઇઝરાયલના લોકોને ગુલામીના બંધનમાંથી મુક્ત કરવા અને તેમની સંભાળ લેવા પ્રભુએ પોતાના સંદેશવાહકને ઇજિપ્તમાં મોકલ્યો.


મેં તમને ગુલામીમાંથી મુક્ત કર્યા. તમને દોરવા માટે મેં મોશે, આરોન અને મિર્યામને મોકલ્યાં.


તમે એટલું સમજી લો કે, જો ઘરના માલિકને ખબર પડી જાય કે ચોર ક્યારે આવવાનો છે તો તે જાતો રહેશે અને ચોરને તેના ઘરમાં ચોરી કરવા દેશે નહિ.


પણ જો તે નોકર મૂર્ખ હોય અને એમ વિચારે કે, ’મારો શેઠ લાંબા સમય સુધી પાછો આવવાનો નથી,’


“આપણે ઈશ્વરનાં સંતાન હોવાથી એવું ન ધારવું જોઈએ કે માણસે પોતાની કલ્પના અને કળાકૌશલ્યથી બનાવેલી સોના, રૂપા કે પથ્થરમાંથી ઘડેલી પ્રતિમા જેવું તેમનું સ્વરૂપ છે.


આ પાઉલ શું કરી રહ્યો છે તે તમે તમારી જાતે જુઓ છો અને સાંભળો છો. તે કહે છે કે માણસોએ બનાવેલા દેવો તો દેવો જ નથી અને અહીં એફેસસમાં તેમ જ લગભગ આખા આસિયા પ્રદેશમાં ઘણા લોકોને એવું સમજાવવામાં તે સફળ થયો છે.


તેમણે આરોનને કહ્યું, ‘અમારી આગળ ચાલવા માટે અમારે માટે કોઈક મૂર્તિ બનાવ. કારણ, ઇજિપ્તમાંથી મુક્ત કરનાર એ મોશેનું શું થયું છે તેની અમને ખબર નથી.’


પ્રભુ પોતે તારા અગ્રેસર થશે અને તારી સાથે રહેશે. તે તને નિષ્ફળ થવા દેશે નહિ કે તને તજી દેશે નહિ. તેથી ડરીશ કે ભયભીત થઈશ નહિ.”


“હે ઇઝરાયલી લોકો, સાંભળો! આજે તમે યર્દન નદી પાર ઊતરવાના છો અને તમારા કરતાં સંખ્યામાં વિશાળ અને બળવાન પ્રજાઓના દેશમાં પ્રવેશ કરી તેનો કબજો લેવાના છો. ત્યાંનાં નગરો ગગનચુંબી, કોટવાળાં અને મોટાં છે.


જે શિલાપાટીઓ પર પ્રભુએ તમારી સાથે કરેલો કરાર લખાયેલો હતો તે લેવા જ્યારે હું પર્વત પર ગયો, ત્યારે હું ત્યાં ચાલીસ દિવસ અને ચાલીસ રાત રહ્યો હતો, અને મેં કંઈપણ ખાધું કે પીધું નહોતું.


તેથી ઊઠ, જઈને લોકોને શુદ્ધ કર. તેમને કહે કે તેઓ શુદ્ધ થઈને આવતી કાલે મારી સમક્ષ હાજર થવા તૈયાર થાય. કારણ, હું પ્રભુ, ઇઝરાયલનો ઈશ્વર, આમ કહું છું: ‘હે ઇઝરાયલ, તમારી મધ્યે મના કરેલી અર્પિત વસ્તુ છે; તમે તમારામાંથી એ વસ્તુ દૂર નહિ કરો ત્યાં સુધી તમે તમારા શત્રુઓ આગળ ટકવાના નથી!


“તેના આગમનના વચનનું શું થયું? અમારા પૂર્વજો ય મરી ગયા તો પણ દુનિયાના સરજન વખતે જેવી પરિસ્થિતિ હતી તેવી ને તેવી જ છે.”


Lean sinn:

Sanasan


Sanasan