Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 30:8 - પવિત્ર બાઇબલ C.L.

8 સાંજે પણ તે દીવા પેટાવવા આવે ત્યારે એ જ પ્રમાણે કરે. ધૂપનું આ અર્પણ પેઢી દર પેઢી નિત્ય કરવાનું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને સાંજે જ્યારે હારુન બત્તીઓ સળગાવે ત્યારે તે ધૂપ બાળે. તમારામાં પેઢી દરપેઢી તે યહોવાની આગળ સદાના ધૂપ તરીકે થાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 અને રોજ સાંજે તે બત્તીઓ પ્રગટાવે ત્યારે યહોવાહની સંમુખ ધૂપ બાળવો. તારે પેઢી દર પેઢી કાયમ યહોવાહ સમક્ષ ધૂપ બાળવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 અને રોજ સાંજે તે દીવાઓ પ્રગટાવે ત્યારે યહોવાની સંમુખ ધૂપ કરવો. તારે પેઢી-દર-પેઢી કાયમ યહોવા સમક્ષ ધૂપ કરવો,

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 30:8
12 Iomraidhean Croise  

તેમણે તેને અટકાવતાં કહ્યું, “હે ઉઝિયા, પ્રભુ સમક્ષ ધૂપ બાળવાનો તમને કોઈ અધિકાર નથી. એ કામ તો આરોન વંશના સમર્પિત યજ્ઞકારોનું જ છે. આ પવિત્ર સ્થાનમાંથી જતા રહો. તમે ઈશ્વરના ગુનેગાર બન્યા છો, અને તમે હવે પ્રભુ પરમેશ્વર તરફથી માન પામવાના નથી.”


મારી પ્રાર્થનાને તમારી સંમુખ ધૂપ સમાન અને મારા પ્રસારેલા હાથોને સંયાકાળના અર્પણ સમાન સ્વીકારો.


તમારે એને આ માસના ચૌદમા દિવસ સુધી રાખવું અને તે દિવસે સંધ્યા સમયે ઇઝરાયલના આખા સમુદાયે એ હલવાન કાપવાં.


વળી, દીપવૃક્ષ માટે સાત દીવા બનાવવા અને દીપવૃક્ષની મોખરે પ્રકાશ પડે એ રીતે તેમને ગોઠવવા.


મુલાકાતમંડપમાં સાક્ષ્યલેખની કરારપેટીની સામેના પડદાની બહારની બાજુએ આરોન તથા તેના પુત્રો આ દીવા મૂકે; ત્યાં મારી સન્મુખ સાંજથી સવાર સુધી એ દીવા સતત સળગતા રાખવા. ઇઝરાયલીઓ તથા તેમના વંશજો સદાને માટે આ આજ્ઞા પાળે.


આરોન દર સવારે દીવાની સાફસૂફી કરવા આવે ત્યારે તે આ વેદી પર સુગંધીદાર ધૂપ બાળે.


આ વેદી પર મના કરેલ કોઈપણ ધૂપ, કોઈ પશુબલિ અથવા ધાન્યાર્પણ ચડાવવાં નહિ. તેના પર દ્રાક્ષાસવનું પેયાર્પણ પણ રેડવું નહિ.


ઈશ્વરે તેમને નિર્દોષ જાહેર કર્યા છે, તો પછી તેમને દોષિત કોણ ઠરાવે? ખ્રિસ્ત ઈસુ મરણ પામ્યા, સજીવન થયા અને હવે ઈશ્વરને જમણે હાથે બિરાજેલા છે, તે આપણે માટે ઈશ્વરને વિનવણી કરે છે.


નિત્ય પ્રાર્થના કરો.


તેથી જેઓ તેમના દ્વારા ઈશ્વર પાસે આવે છે તેમનો પૂરેપૂરો ઉદ્ધાર કરવાને તે હરહંમેશ શક્તિમાન છે. કારણ, એવા લોકો માટે ઈશ્વર સમક્ષ મયસ્થી કરવા તે સર્વકાળ જીવે છે.


કારણ, ખ્રિસ્ત માણસે બનાવેલ પવિત્ર સ્થાન કે જે માત્ર નમૂનો છે તેમાં નહિ, પરંતુ તે સ્વર્ગમાં જ ગયા; જ્યાં તે પણ આપણે માટે ઈશ્વરની હાજરીમાં ઉપસ્થિત થાય છે.


ઇઝરાયલનાં બધાં કુળોમાંથી મારા યજ્ઞકાર બનવા માટે, વેદી પર સેવા કરવા માટે, ધૂપ બાળવા માટે અને એફોદ પહેરીને મારી સેવામાં ઊભા રહેવા માટે મેં આરોનના કુટુંબની પસંદગી કરી. મેં તેમને વેદી પરના દહનબલિમાંથી હિસ્સો લેવાનો હક્ક આપ્યો.


Lean sinn:

Sanasan


Sanasan