Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 30:35 - પવિત્ર બાઇબલ C.L.

35 પછી અત્તરની જેમ મેળવણી કરીને તેમાંથી ધૂપ બનાવ. ધૂપને શુદ્ધ અને પવિત્ર રાખવા માટે તેમાં મીઠું ઉમેર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 અને તેનો ધૂપ એટલે સુગંધી બનાવવનારના હુન્‍નર મુજબ સુગંધી બનાવ, તે મીઠાનો પટ દીધેલું નિર્મળ તથા પવિત્ર હોય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 તેના મિશ્રણમાંથી સુગંધી ધૂપ બનાવવો. આ ધૂપ નિષ્ણાત કારીગર બનાવતો હોય તે રીતે બનાવવો. એ ધૂપને શુદ્ધ અને પવિત્ર રાખવા તેમાં મીઠું મેળવવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

35 “તારે રાજન, કેરબા, શિલારસ, અને શુદ્ધ લોબાન સરખે ભાગે લઈ તે મિશ્રણમાંથી સુગંધી ધૂપ બનાવવો, તેને સરૈયો બનાવે તેવીજ રીતે બનાવવો. એ ધૂપને શુધ્ધ અને પવિત્ર રાખવા તેમાં મીઠુ મેળવવું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 30:35
13 Iomraidhean Croise  

સાદોક મુલાકાતમંડપમાંથી તેલનું શિંગડું લાવ્યો હતો; તેણે તે લઈને શલોમોનનો અભિષેક કર્યો. તેમણે રણશિંગડું વગાડયું અને સર્વ લોકોએ પોકાર કર્યો, “શલોમોન રાજા અમર રહો!”


પણ સુગંધીદ્રવ્યોની મેળવણી કરવાની જવાબદારી યજ્ઞકારોની હતી.


એવી એક્તા તો આરોનના શિરથી દાઢી પર, અને દાઢી પરથી તેના ઝભ્ભાના કોલર પર ઊતરતા અભિષેકના તેલ જેવી મૂલ્યવાન છે.


આ વસ્ત્રો લઈને તારા ભાઈ આરોન તથા તેના પુત્રોને પહેરાવવાં. પછી તારે તેમને દીક્ષા આપી તથા ઓલિવ તેલ વડે તેમનો અભિષેક કરીને તેમનું સમર્પણ કરવું, જેથી તેઓ યજ્ઞકાર તરીકે મારી સેવા કરે.


અત્તરના જેવી મેળવણી કરીને તું અભિષેક કરવાનું તેલ બનાવ.


પ્રભુએ મોશેને કહ્યું, “તું નાટાફ, શહેલેથ અને હેલ્બાના એ ખુશબોદાર તેજાનાઓ સરખા ભાગે લે. વળી, ચોખ્ખું લોબાન લે.


તેમાંથી થોડુંક લઈને ઝીણું ખાંડી નાખ અને પછી તેને મુલાકાતમંડપમાં સાક્ષ્યલેખની કરારપેટી આગળ મૂક. આ ધૂપને સંપૂર્ણ પવિત્ર ગણવો.


સુવાસિત અત્તર અને સુગંધીદાર ધૂપથી હૃદય હર્ષ પામે છે; તેમ મિત્રની હાર્દિક સલાહની મીઠાશ અંતરને આનંદ આપે છે.


ચોળાયેલા અત્તરની મહેક મનમોહક હોય છે; તારામાં એવી મહેક છે અને માત્ર તારા નામનો રણકો એ મહેકની યાદ તાજી કરાવે છે. માટે તો યુવાન સુંદરીઓ તારા પર પ્રેમ કરે છે.


ધુમાડાના સ્થંભ જેવો તથા બોળ, લોબાન અને વેપારીઓનાં બધાં સુગંધીદ્રવ્યોથી ફોરતો આ જે રણમાંથી આવી રહ્યો છે તે કોણ છે?


ત્યારે વેદીમાંથી સળગતા અંગારા લઈ ધૂપદાની છલોછલ ભરવી અને તેની સાથે બે મૂઠી ભરીને બારીક પીસેલો સુવાસિત ધૂપ લઈને પરમપવિત્રસ્થાનમાં દાખલ થવું.


તમારે દરેક ધાન્યઅર્પણમાં મીઠું વાપરવું; કારણ, મીઠું તમારી અને ઈશ્વર વચ્ચેના કરારના પ્રતીકરૂપ છે. તમારે તમારા પ્રત્યેક અર્પણમાં મીઠું ઉમેરવું.


પછી મિર્યામે જટામાંસીનું આશરે ચારસો ગ્રામ શુદ્ધ અને કીમતી અત્તર લાવીને ઈસુના ચરણો પર રેડયું અને ચરણોને પોતાના વાળથી લૂછયા. અત્તરની સુવાસથી આખું ઘર ભરાઈ ગયું.


Lean sinn:

Sanasan


Sanasan