Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 30:34 - પવિત્ર બાઇબલ C.L.

34 પ્રભુએ મોશેને કહ્યું, “તું નાટાફ, શહેલેથ અને હેલ્બાના એ ખુશબોદાર તેજાનાઓ સરખા ભાગે લે. વળી, ચોખ્ખું લોબાન લે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 અને યહોવાએ મૂસાને કહ્યું, “તું તારી પાસે સુગંધીદાર કરિયાણું લે, એટલે નાટાફ તથા શહેલેથ તથા હેલ્બનાએ, સુગંધીદાર કરિયાણું ચોખ્ખા લોબાન સહિત લે; દરેકને સરખા તોલ પ્રમાણે લે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 યહોવાહે મૂસાને કહ્યું, “તારે મિષ્ટ સુગંધીઓ વાપરવી નાટાફ, શહેલેથ, હેલ્બના અને શુદ્ધ લોબાન પ્રત્યેકને સરખે ભાગે લેવાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 યહોવાએ મૂસાને ધૂપ બનાવવા માંટે આ સૂચનાઓ આપી:

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 30:34
20 Iomraidhean Croise  

તેણે ટોબિયાને ભંડારનો એક મોટો ઓરડો વાપરવા માટે આપ્યો. એ ઓરડો તો ધાન્ય-અર્પણો, લોબાન, મંદિરનાં પાત્રો, યજ્ઞકારો માટેનાં અર્પણો, લેવીઓને આપવામાં આવેલ અનાજ, દ્રાક્ષાસવ અને ઓલિવ તેલના દશાંશો અને મંદિરના સંગીતકારો અને સંરક્ષકોને અપાયેલાં દાન રાખવા માટે હતો.


દીવાઓ માટે તેલ, અભિષેકના તેલ માટે તથા સુગંધીદાર ધૂપ માટે સુગંધીદ્રવ્યો,


“ઉત્તમ તેજાના એટલે છ કિલોગ્રામ પ્રવાહી બોળ, ત્રણ કિલોગ્રામ સુગંધીદાર તજ, ત્રણ કિલોગ્રામ સુગંધીદાર બરુ


જો કોઈ વ્યક્તિ તેના જેવું તેલ બનાવે અથવા યજ્ઞકાર સિવાયની વ્યક્તિ માટે તેનો ઉપયોગ કરે તો તે મારા લોકમાંથી દૂર કરાશે.”


પછી અત્તરની જેમ મેળવણી કરીને તેમાંથી ધૂપ બનાવ. ધૂપને શુદ્ધ અને પવિત્ર રાખવા માટે તેમાં મીઠું ઉમેર.


આરોન દર સવારે દીવાની સાફસૂફી કરવા આવે ત્યારે તે આ વેદી પર સુગંધીદાર ધૂપ બાળે.


અભિષેક કરવા માટેનું તેલ અને પવિત્રસ્થાન માટે સુગંધીદાર ધૂપ. મેં તને ફરમાવ્યું છે બરાબર તે જ પ્રમાણે તેઓ તે સઘળું બનાવે.”


ધૂપવેદી અને તેના દાંડા, અભિષેક કરવાનું તેલ, સુગંધીદાર ધૂપ; મંડપના પ્રવેશદ્વારનો પડદો;


તેણે અભિષેક કરવા માટેનું પવિત્ર તેલ તથા ખુશબોદાર સુગંધીઓનો ધૂપ તૈયાર કર્યો; એ તો મેળવણી કરીને બનાવેલ અત્તરના જેવાં ખુશ્બોદાર હતાં.


ધુમાડાના સ્થંભ જેવો તથા બોળ, લોબાન અને વેપારીઓનાં બધાં સુગંધીદ્રવ્યોથી ફોરતો આ જે રણમાંથી આવી રહ્યો છે તે કોણ છે?


તું મારી પાસે તારા ઘેટાંનાં દહનબલિ લાવ્યો નથી. તારા યજ્ઞો વડે તેં મને માન આપ્યું નથી. મેં પણ ખાદ્યાર્પણ માગીને તારા પર બોજ મૂક્યો નથી, અને ધૂપ માગીને તને પરેશાન કર્યો નથી.


ત્યારે વેદીમાંથી સળગતા અંગારા લઈ ધૂપદાની છલોછલ ભરવી અને તેની સાથે બે મૂઠી ભરીને બારીક પીસેલો સુવાસિત ધૂપ લઈને પરમપવિત્રસ્થાનમાં દાખલ થવું.


“જ્યારે કોઈ માણસ પ્રભુને ધાન્ય અર્પણ ચડાવે તો તે ઝીણા લોટનું હોવું જોઈએ.


તેમાં તમારે ઓલિવ તેલ નાખવું અને તે પર લોબાન મૂકવો. તે ધાન્ય અર્પણ છે.


દરેક હાર પર તું ચોખ્ખો લોબાન મૂક. રોટલીને બદલે એ લોબાન પ્રતીક તરીકે પ્રભુ સમક્ષ અગ્નિબલિ તરીકે ચડાવવાનો છે.


“જો કોઈ માણસ બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં ચડાવવાને સમર્થ ન હોય તો તેણે એક કિલો લોટ દોષનિવારણ બલિ તરીકે ચડાવવો. તેણે તેમાં ઓલિવ તેલ રેડવું નહિ કે લોબાન મૂકવો નહિ. કારણ, એ દોષનિવારણબલિ છે, અને ધાન્યઅર્પણ નથી.


યજ્ઞકાર આરોનના પુત્ર એલાઝારની જવાબદારી દીવાનું તેલ, સુગંધીદાર ધૂપ, દરરોજનું ધાન્ય અર્પણ, અભિષેક માટેનું તેલ વગેરે સંભાળવાની છે. તે ઉપરાંત તેણે આખા પવિત્રસ્થાન અને તેના સરસામાનની સંભાળ રાખવાની છે.


તેઓ ઘરમાં ગયા અને બાળકને તેની માતા મિર્યામ પાસે જોયો. તેમણે નીચા નમીને તેનું ભજન કર્યું. પછી તેમણે પોતાની પેટી ખોલીને તેને સોનું, ધૂપ અને બોળની બક્ષિસો આપી.


Lean sinn:

Sanasan


Sanasan