Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 30:15 - પવિત્ર બાઇબલ C.L.

15 પોતાના જીવને માટે આ પ્રાયશ્ર્વિતનું મૂલ્ય ચૂકવતી વખતે શ્રીમંત માણસ વધારે ન ચૂકવે અને ગરીબ માણસ ઓછું ન ચૂકવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તમારા જીવના બદલામાં પ્રાયશ્ચિત કરવાને માટે તેઓ યહોવાને અર્પણ ચઢાવે ત્યારે દ્રવ્યવાન માણસ અડધા શેકેલ કરતાં વત્તું ન આપે, તેમ દરિદ્રી તેથી ઓછું ન આપે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 મને તમારા જીવનના બદલામાં આ અર્પણ આપતી વખતે ધનવાને વધારે કે ગરીબે ઓછું આપવાનું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 મને તમાંરા જીવનના બદલામાં આ જકાત આપતી વખતે ધનવાને વધારે કે ગરીબે ઓછું આપવાનું નથી.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 30:15
12 Iomraidhean Croise  

તેથી દાવિદે ગિબ્યોનના લોકોને બોલાવીને પૂછયું, “તમારા પર થયેલા અન્યાયી અત્યાચારનું દોષનિવારણ હું શી રીતે કરું કે તમે પ્રભુના લોકોને આશિષ આપો?”


ઈશ્વર તો રાજવંશીઓની શરમ ભરતા નથી, અને ગરીબોને ભોગે ધનવાનોની તરફેણ કરતા નથી. કારણ, એ બધું જ તેમના હાથનું સર્જન છે.


“જ્યારે તું ઇઝરાયલી લોકોની વસ્તી ગણતરી કરે ત્યારે દરેક પુરુષ પોતાના જીવને માટે મને કિંમત ચૂકવે; જેથી વસ્તી ગણતરી દરમ્યાન તેના પર કોઈ આફત આવી પડે નહિ.


જેની ગણતરી થાય એવો વીસ કે તેથી વધુ ઉંમરનો દરેક પુરુષ મને તે અર્પણ તરીકે ચૂકવે.


ઇઝરાયલી લોકો પાસેથી આ રકમ તેમના પ્રાયશ્ર્વિતના મૂલ્ય તરીકે ઉઘરાવવી અને તેનો ઉપયોગ મુલાકાતમંડપના સેવાકાર્ય માટે કરવો. એ રકમ તો તેમના જીવના પ્રાયશ્ર્વિતનું મૂલ્ય છે; એને લીધે હું તેમનું રક્ષણ કરવાનું યાદ રાખીશ.”


એ બધી ચાંદી જેમની ગણતરી થઈ એવા વીસ વરસ કે તેથી વધુ ઉંમરના 6,03,550 પુરુષો પાસેથી મળી હતી. પ્રત્યેક પુરુષે એક બેકા એટલે પવિત્રસ્થાનના તોલમાપના ધોરણ મુજબનો અર્ધો શેકલ અર્થાત્ 5.7 ગ્રામ ચાંદી આપી હતી.


અમીર અને ગરીબ વચ્ચે આ સામ્ય છે: પ્રભુ એ સૌના સર્જક છે.


દેશના સર્વ લોકોએ રાજર્ક્તાને આ પ્રમાણે ભેટ આપવી.


દરેક સજીવ પ્રાણીનો જીવ તેના રક્તમાં છે. તેથી જ મેં પ્રભુએ લોકનાં પાપ દૂર કરવાને માટે યજ્ઞવેદી પર રક્ત રેડી પ્રાયશ્ર્વિત કરવા આજ્ઞા આપી છે. કારણ, રક્તમાં જીવ હોવાને લીધે માત્ર રક્તથી જ પાપ નિવારણ થાય છે.


આથી અમે અમને મળેલાં સોનાનાં કડાં, બંગડીઓ, વીંટીઓ, કુંડળો અને હારો અમારા પ્રાણ બચાવવા બદલ મુક્તિમૂલ્ય રૂપે પ્રભુને અર્પણ તરીકે લાવ્યા છીએ; જેથી તે અમારી રક્ષા કરે.”


માલિકો, એ જ રીતે તમે પણ તમારા ગુલામોની પ્રત્યે એવું જ વર્તન રાખો અને ધમકી આપવાનું બંધ કરો. યાદ રાખો, સ્વર્ગમાં તમારા અને તમારા ગુલામોના માલિક પણ એક જ છે; તે બધાંનો સમાન ધોરણે ન્યાય કરે છે.


પણ અન્યાય કરનાર પ્રત્યેકને તેનાં દુષ્ટ કાર્યોનો બદલો મળશે, કારણ, ઈશ્વર દરેકનો ન્યાય સમાન ધોરણે કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan