Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 30:10 - પવિત્ર બાઇબલ C.L.

10 વર્ષમાં એકવાર આરોને આ વેદીના શુદ્ધિકરણનો વિધિ કરવો. પ્રાયશ્ર્વિત બલિના રક્તમાંથી થોડું રક્ત લઈને વેદીનાં ચાર શિંગો પર લગાડીને આ વિધિ કરવો, દર વર્ષે પેઢી દર પેઢી એ પ્રમાણે કરવું. આ વેદી સંપૂર્ણ પવિત્ર અને મને પ્રભુને સમર્પિત છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને વર્ષમાં એક વાર હારુન તેના શિંગ પર પ્રાયશ્ચિત કરે; તમારી પેઢી દરપેઢી વર્ષમાં એક વાર પ્રાયશ્ચિતના પાપાર્થાર્પણના રક્તથી તેને માટે તે પ્રાયશ્ચિત કરે; તે યહોવાને માટે પરમપવિત્ર છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 વર્ષમાં એક વાર હારુને પ્રાયશ્ચિતને માટે પાપાર્થાર્પણનું રક્ત લઈને શિંગ ઉપર લગાડી વેદીને પવિત્ર કરવાની છે. પેઢી દર પેઢી નિયમિત રીતે આ વાર્ષિક વિધિનું પાલન કરવું, કારણ કે આ વેદી યહોવાહની પરમપવિત્ર વેદી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 “વર્ષમાં એક વાર હારુને પ્રાયશ્ચિતને માંટે પાપાર્થાર્પણનું રકત લઈને શિંગ ઉપર લગાડી વેદીને પવિત્ર કરવાની છે. પેઢી-દર-પેઢી નિયમિત રીતે આ વાર્ષિક વિધિનું પાલન કરવું, કારણ કે આ વેદી યહોવાની પરમપવિત્ર વેદી છે.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 30:10
18 Iomraidhean Croise  

શલોમોનથી ખૂબ ભયભીત થઈને અદોનિયા મુલાકાતમંડપે નાસી ગયો અને ત્યાં જઈને તેણે વેદીનાં શિંગ પકડયાં.


આરોન અને તેના વંશજો ધૂપવેદી પર ધૂપ ચડાવતા અને યજ્ઞવેદી પર સઘળાં અર્પણ ચડાવતા. પરમપવિત્રસ્થાનની સર્વ ઉપાસના અને ઈશ્વર ઈઝરાયલનાં પાપની ક્ષમા કરે તે માટેનાં પ્રાયશ્ર્વિતબલિની બધી જવાબદારી તેમની હતી. ઈશ્વરના સેવક મોશેએ આપેલી સૂચનાઓ પ્રમાણે તેઓ એ બધું કરતા.


પ્રભુએ મોશેને કહ્યું,


આ વેદી પર મના કરેલ કોઈપણ ધૂપ, કોઈ પશુબલિ અથવા ધાન્યાર્પણ ચડાવવાં નહિ. તેના પર દ્રાક્ષાસવનું પેયાર્પણ પણ રેડવું નહિ.


આ રીતે ઇઝરાયલી લોકની અશુદ્ધતા અને તેમનાં બધાં પાપથી પરમપવિત્રસ્થાનને મુક્ત કરવા તે પ્રાયશ્ર્વિતનો વિધિ કરે. એ જ રીતે ઇઝરાયલી લોકની મધ્યે આવેલા મુલાકાતમંડપને પણ અશુદ્ધતાથી મુક્ત કરવા તે પ્રાયશ્ર્વિતનો વિધિ કરે.


પછી તે બહાર આવીને પ્રભુ સમક્ષ યજ્ઞવેદી પાસે જાય અને તે વેદી માટે પણ પ્રાયશ્ર્વિતનો વિધિ કરે. વાછરડા અને બકરાના રક્તમાંથી થોડું લઈ તેણે તે યજ્ઞવેદીનાં શિંગ પર લગાડવું.


ત્યાર પછી પ્રભુએ મોશેને કહ્યું, “ તું તારા ભાઈ આરોનને કહે કે પરમ પવિત્રસ્થાનમાં પડદાની અંદરના ભાગમાં કરારપેટીના દયાસન આગળ તેણે નિયત સમયે જ આવવું; નહિ તો તે માર્યો જશે; કારણ, દયાસન પર વાદળ મધ્યે હું દર્શન દઉં છું.


“સાતમા માસનો દસમો દિવસ પ્રાયશ્ર્વિતનો દિવસ છે. તે દિવસે તમારે પ્રભુના ભજનને માટે સંમેલન બોલાવવું, ઉપવાસ કરવો અને પ્રભુને અગ્નિબલિ ચઢાવવો.


ત્યારપછી તેણે થોડું રક્ત મુલાકાતમંડપની અંદર પ્રભુ સમક્ષ ધૂપવેદીનાં શિંગ પર લગાડવું અને બાકીનું બધું રક્ત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આહુતિની યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું.


ત્યાર પછી તેણે થોડું રક્ત મુલાકાતમંડપની અંદર પ્રભુ સમક્ષ ધૂપવેદીનાં શિંગ પર લગાવવું અને બાકીનું રક્ત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આહુતિની યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું.


તે તો ઈશ્વરના ગૌરવનો પ્રકાશ અને તેમના સત્ત્વની આબેહૂબ પ્રતિમા છે અને તે પોતાના સમર્થ શબ્દ દ્વારા આખા વિશ્વને ધરી રાખે છે. માનવજાત માટે પાપોની ક્ષમા હાંસલ કરીને તે સ્વર્ગમાં ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે.


યહૂદી પ્રમુખ યજ્ઞકાર પવિત્ર સ્થાનમાં દર વર્ષે પ્રાણીઓના રક્ત સાથે પ્રવેશ કરે છે. પણ પોતાનું અર્પણ કરવા માટે ખ્રિસ્તે ઘણીવાર પ્રવેશ કર્યો નથી;


પરંતુ મંડપના અંદરના ભાગમાં માત્ર પ્રમુખ યજ્ઞકાર વર્ષમાં એક જ વાર જતો હતો. તે પોતાની સાથે રક્ત લઈ જતો અને પોતાને માટે અને લોકોએ અજાણતાં કરેલાં પાપને બદલે તે રક્ત ઈશ્વરને અર્પણ કરતો.


પછી છઠ્ઠા દૂતે તેનું રણશિંગડું વગાડયું. મેં ઈશ્વરની આગળ સુવર્ણવેદીના ખૂણેથી આવતો અવાજ સાંભળ્યો.


Lean sinn:

Sanasan


Sanasan