Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 30:1 - પવિત્ર બાઇબલ C.L.

1 “તારે ધૂપ સળગાવવા માટે બાવળના લાકડામાંથી વેદી બનાવવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને તું ધૂપ બાળવા માટે વેદી બનાવ; તું તેને બાવળની બનાવ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ધૂપ બાળવા માટે તારે બાવળના લાકડાની એક વેદી બનાવવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 દેવે મૂસાને કહ્યું, “ધૂપદાની માંટે તારે એક વેદી બનાવવી. એ બાવળના લાકડાની બનાવવી.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 30:1
21 Iomraidhean Croise  

આ ખંડ નવ મીટર લાંબો, અને નવ મીટર પહોળો અને નવ મીટર ઊંચો હતો, અને આખોય ખંડ સોનાથી મઢેલો હતો. વેદી ગંધતરુનાં પાટિયાંથી મઢેલી હતી.


આખું મંદિર અંદરથી સોને મઢયું હતું ને પરમ પવિત્રસ્થાનની વેદી પણ સોને મઢેલી હતી.


શલોમોને પ્રભુના મંદિર માટે સોનાની સાધનસામગ્રી પણ બનાવી હતી: વેદી, ઈશ્વરને અર્પિત રોટલી માટેની મેજ,


ધૂપવેદી બનાવવામાં અને પ્રભુની કરારપેટી પર પાંખો પ્રસારી આચ્છાદાન કરનાર વાહકો એટલે કરૂબોમાં કેટલું ચોખ્ખું સોનું વાપરવું તે તેણે જણાવ્યું.


આરોન અને તેના વંશજો ધૂપવેદી પર ધૂપ ચડાવતા અને યજ્ઞવેદી પર સઘળાં અર્પણ ચડાવતા. પરમપવિત્રસ્થાનની સર્વ ઉપાસના અને ઈશ્વર ઈઝરાયલનાં પાપની ક્ષમા કરે તે માટેનાં પ્રાયશ્ર્વિતબલિની બધી જવાબદારી તેમની હતી. ઈશ્વરના સેવક મોશેએ આપેલી સૂચનાઓ પ્રમાણે તેઓ એ બધું કરતા.


ઉઝિયા રાજા બળવાન બન્યો એટલે તે ઘમંડી બન્યો અને તેથી એનું પતન થયું. પોતાના ઈશ્વર પ્રભુ પ્રત્યે સાચી નિષ્ઠાને અભાવે તેણે પ્રભુના મંદિરમાં જઈને ધૂપવેદી પર ધૂપ બાળ્યો અને એમ તેના ઈશ્વર પ્રભુનો તિરસ્કાર કર્યો.


વર્ષમાં એકવાર આરોને આ વેદીના શુદ્ધિકરણનો વિધિ કરવો. પ્રાયશ્ર્વિત બલિના રક્તમાંથી થોડું રક્ત લઈને વેદીનાં ચાર શિંગો પર લગાડીને આ વિધિ કરવો, દર વર્ષે પેઢી દર પેઢી એ પ્રમાણે કરવું. આ વેદી સંપૂર્ણ પવિત્ર અને મને પ્રભુને સમર્પિત છે.”


તે વેદી ચોરસ બનાવવી. તેની લંબાઈ 45 સેન્ટીમીટર, પહોળાઈ 45 સેન્ટીમીટર અને ઊંચાઈ 90 સેન્ટીમીટર હોવી જોઈએ. વેદી સાથે એકરૂપ હોય એવા વેદીના ચાર ખૂણા પર ચાર શિંગ બનાવવાં.


મેજ તથા તેની સઘળી સામગ્રી, શુદ્ધ સોનાનું દીપવૃક્ષ અને તેની સામગ્રી, ધૂપવેદી,


ધૂપવેદી અને તેના દાંડા, અભિષેક કરવાનું તેલ, સુગંધીદાર ધૂપ; મંડપના પ્રવેશદ્વારનો પડદો;


સોનાની વેદી; અભિષેક કરવા માટેનું તેલ, સુગંધીદાર ધૂપ; મંડપના પ્રવેશદ્વાર માટેનો પડદો;


સોનાની ધૂપવેદીને તું સાક્ષ્યલેખ રાખેલી કરારપેટી આગળ મૂકજે, અને મંડપના પ્રવેશદ્વાર આગળ પડદો લટકાવજે.


તે દોઢ મીટર ઊંચું અને એક મીટર લાંબું અને એક મીટર પહોળું હતું. એના ખૂણા, એનું તળિયું તથા તેની બાજુઓ એ બધું લાકડાનું હતું. તેણે મને કહ્યું, “આ તો પ્રભુની હજૂરમાં રખાયેલી મેજ છે.”


ત્યારપછી તેણે થોડું રક્ત મુલાકાતમંડપની અંદર પ્રભુ સમક્ષ ધૂપવેદીનાં શિંગ પર લગાડવું અને બાકીનું બધું રક્ત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આહુતિની યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું.


ત્યાર પછી તેણે થોડું રક્ત મુલાકાતમંડપની અંદર પ્રભુ સમક્ષ ધૂપવેદીનાં શિંગ પર લગાવવું અને બાકીનું રક્ત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આહુતિની યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું.


તેમણે કરારપેટી, મેજ, દીપવૃક્ષ અને વેદીઓ, પવિત્રસ્થાનમાં યજ્ઞકારોએ વાપરવાનાં વાસણો અને પડદાની સંભાળ રાખવાની હતી. આ બધી વસ્તુઓને લગતા કામની તમામ જવાબદારી તેમની હતી.


ત્યાર પછી તેમણે સોનાની વેદી પર જાંબલી રંગનું કપડું પાથરવું. તેના પર પાતળા ચામડાનું આવરણ ઢાંકી દેવું અને પછી ઊંચકવાના દાંડા પરોવી દેવા.


તેમાં ધૂપ બાળવા માટેની સુવર્ણ વેદી અને ચોમેર સોનાથી મઢેલી કરારપેટી હતાં. આ પેટીમાં માન્‍ના ભરેલું સુવર્ણપાત્ર, કળીઓ ફૂટેલી આરોનની લાકડી અને આજ્ઞાઓ લખેલી પથ્થરની બે પાટીઓ હતાં.


સોનાનું ધૂપપાત્ર લઈને એક બીજો દૂત આવ્યો અને વેદી આગળ ઊભો રહ્યો. ઈશ્વરના લોકોની પ્રાર્થનાઓમાં ઉમેરો કરવા માટે તેને ખૂબ ધૂપદ્રવ્ય આપવામાં આવ્યું હતું. તે ધૂપદ્રવ્ય રાજ્યાસનની સામેની સુવર્ણ વેદી પર ચઢાવવાનું હતું.


Lean sinn:

Sanasan


Sanasan