Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 3:5 - પવિત્ર બાઇબલ C.L.

5 ત્યારે તેમણે કહ્યું, “અહીં નજીક આવીશ નહિ. તારા પગમાંથી તારાં ચંપલ ઉતાર; કારણ, જ્યાં તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ત્યારે ઈશ્વરે કહ્યું, “અહીં નજીક ના આવતો. તારા પગમાંથી તારાં ચંપલ કાઢ, કેમ કે જે જગાએ તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ત્યારે યહોવાહે કહ્યું, “નજીક આવીશ નહિ, તારાં પગરખાં ઉતાર. કારણ કે જ્યાં તું ઊભો છે તે ભૂમિ પવિત્ર છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 ત્યારે યહોવાએ કહ્યું, “નજીક આવીશ નહિ, પગરખાં ઉતારી નાખ, કારણ કે જ્યાં તું ઊભો છે તે ભૂમિ પવિત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 3:5
12 Iomraidhean Croise  

તું લોકોને માટે પર્વતની ચારે બાજુએ હદ ઠરાવજે અને તેમને કહેજે કે કોઈ પર્વત પર ચડે નહિ કે તેની નજીક પણ ન આવે. જો કોઈ પર્વતને અડકે તો તે નિશ્ર્વે માર્યો જાય. તમારે તેવા માણસનો સ્પર્શ ન કરવો.


પ્રભુએ મોશેને કહ્યું, “નીચે જઈને લોકોને ચેતવણી આપ કે તેઓ સીમા ઓળંગીને મને જોવા માટે નજીક ન આવે; જો તેમ કરશે તો ઘણા મૃત્યુ પામશે.


પ્રભુએ મોશેને જે જે કહ્યું હતું અને તેને જે જે ચમત્કારો કરવાની આજ્ઞા આપી હતી તે બધું તેણે આરોનને કહી સંભળાવ્યું.


તું ઈશ્વરના મંદિરમાં જાય ત્યારે સંભાળીને જજે. મૂર્ખોની માફક યજ્ઞાર્પણ ચડાવવા કરતાં ઈશ્વરમંદિરમાં શિક્ષણ પ્રાપ્ત કરવા જવું સારું છે; કારણ, મૂર્ખો પાસે સાચાખોટાનો વિવેક નથી.


તેમનો શાસક તેમના પોતાનામાંનો જ હશે, અને તેમની મધ્યેથી જ તેમનો અધિકારી થશે; હું તેને આમંત્રણ આપીશ, એટલે તે મારી પાસે આવશે. કારણ, મારા આમંત્રણ વગર મારી પાસે આવીને, પોતાનો જીવને જોખમમાં નાખવાની હિંમત કોણ કરે?


પછી મોશેએ આરોનને કહ્યું, “આ તો પ્રભુએ જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે જ બન્યું છે. ‘મારી સેવા કરનારાઓએ મારી પવિત્રતાની અદબ જાળવવી જોઈએ. હું મારું ગૌરવ મારા લોક સમક્ષ પ્રગટ કરીશ.’ ” પરંતુ આરોન શાંત રહ્યો.


પ્રભુએ તેને કહ્યું, ‘તારાં ચંપલ ઉતાર, કેમકે જ્યાં તું ઊભો છે તે પવિત્ર જગ્યા છે.


એમ તમારી છાવણીને શુધ રાખજો; કારણ, તમારું રક્ષણ કરવાને અને તમારા શત્રુઓ ઉપર વિજય અપાવાને તમારા ઈશ્વર પ્રભુ તમારી છાવણીમાં વિચરે છે. તમારી છાવણીમાં કોઈ અશુધ બાબત તમારા ઈશ્વરની નજરે પડે નહિ; નહિ તો તે તમારાથી વિમુખ થઈ જશે.


કારણ, “કોઈ પશુ પણ આ પર્વતને અડકે તો તેને પથ્થરથી મારી નાખવું.” એવી આજ્ઞા તેમનાથી સહન થઈ શકી નહિ.


પ્રભુના સૈન્યના સેનાપતિએ યહોશુઆને કહ્યું, “તારાં પગરખાં ઉતારી નાખ; કારણ, તું જ્યાં ઊભો છે તે જગ્યા પવિત્ર છે.” અને યહોશુઆએ તેમ કર્યું.


અમે તેમની સાથે પવિત્ર પર્વત પર હતા ત્યારે આકાશમાંથી આવતો એ અવાજ અમે જાતે સાંભળ્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan