Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 3:4 - પવિત્ર બાઇબલ C.L.

4 પ્રભુએ જોયું કે મોશે એ બનાવ જોવા પાસે આવે છે. તેથી તેમણે તેને છોડવામાંથી હાંક મારીને કહ્યું, “મોશે, મોશે.” તેણે કહ્યું, “હું આ રહ્યો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને યહોવાએ જોયું કે તે જોવા માટે એક બાજુએ ફર્યો, ત્યારે ઝાડવામાંથી ઈશ્વરે હાંક મારીને કહ્યું, “મૂસા, મૂસા.” અને તેણે કહ્યું, “હું આ રહ્યો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 યહોવાહે જોયું કે મૂસા અહીં ઝાડવું જોવા આવી રહ્યો છે, તેથી તેમણે ઝાડવામાંથી તેને બૂમ પાડી, “મૂસા, મૂસા!” અને મૂસાએ કહ્યું, “હા, હું અહીં જ છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 યહોવાએ જોયું કે મૂસા ઝાડીને જોવા આવી રહ્યો છે, તેથી દેવે ઝાડીમાંથી તેને બૂમ પાડી, “મૂસા, મૂસા!” અને મૂસાએ જવાબ આપ્યો, “હા, હું અહીં છું.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 3:4
18 Iomraidhean Croise  

થોડા સમય પછી ઈશ્વરે અબ્રાહામની ક્સોટી કરી. તેમણે તેને કહ્યું, “અબ્રાહામ!” અબ્રાહામે જવાબ આપ્યો, “હા પ્રભુ.”


પરંતુ આકાશમાંથી પ્રભુના દૂતે તેને હાંક મારી, “અબ્રાહામ, અબ્રાહામ!” તેણે જવાબ આપ્યો, “હું આ રહ્યો.”


ત્યારે યાકોબ ઊંઘમાંથી જાગી ઊઠયો અને બોલ્યો, “પ્રભુ જરૂર આ સ્થળે છે, પણ મને તેની ખબર નહોતી.”


ઈશ્વરે ઇઝરાયેલને રાત્રે દર્શન દઈને કહ્યું, “યાકોબ, યાકોબ.” યાકોબે કહ્યું, “જી, હું આ રહ્યો!”


ઈશ્વર એકવાર બોલ્યા છે; બેવાર મેં આ વાત સાંભળી છે, કે


મોશે ઈશ્વરને મળવા સિનાઈ પર્વત પર ગયો. પ્રભુએ પર્વત પરથી મોશે સાથે બોલતાં કહ્યું, “યાકોબના વંશજો, એટલે ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે:


ત્યાં પ્રભુના દૂતે તેને એક છોડવા મધ્યે અગ્નિની જવાળામાં દર્શન આપ્યું. મોશેએ જોયું તો છોડવો સળગતો હતો, પણ બળીને ભસ્મ થતો નહોતો.


મોશેએ પ્રભુને કહ્યું, “તમે મને કહ્યું છે કે આ લોકોને તે દેશમાં દોરી લઈ જા; પરંતુ તમે મારી સાથે કોને મોકલશો તે મને જણાવ્યું નથી. વળી, તમે મને કહ્યું છે કે તમે મને સારી રીતે ઓળખો છો, મારું નામ જાણો છો અને મારાથી તમે પ્રસન્‍ન પણ છો. હવે જો તમે મારા પર ખરેખર પ્રસન્‍ન થયા હો


પ્રભુએ કહ્યું, “એવું કરજે, જેથી તેમને વિશ્વાસ બેસે કે તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુએ, એટલે અબ્રાહામ, ઇસ્હાક, અને યાકોબના ઈશ્વરે તને દર્શન દીધું છે.”


પ્રભુએ મોશેને બોલાવીને મુલાકાત મંડપમાંથી કહ્યું:


એક અવાજ સંભળાયો, “પિતર, ઊઠ, મારીને ખા.”


એકવાર બપોરે ત્રણ વાગ્યે તેને સંદર્શન થયું. તેમાં તેણે સ્પષ્ટ રીતે ઈશ્વરના દૂતને તેની પાસે આવીને “કર્નેલ્યસ!” એમ કહેતો જોયો.


તે જમીન પર પડી ગયો અને તેણે અવાજ સાંભળ્યો, “શાઉલ, શાઉલ! તું મારી સતાવણી કેમ કરે છે?”


પૃથ્વી અને તેની સમૃધિની ઉત્તમ વસ્તુઓથી, અને વૃક્ષમાં દર્શન દેનાર પ્રભુની કૃપાદૃષ્ટિથી, પોતાના ભાઈઓમાં અગ્રેસર એવા યોસેફ પર પ્રભુનો આશીર્વાદ ઊતરો.


પ્રભુ ત્યાં આવીને ઊભા રહ્યા અને અગાઉની જેમ તેમણે તેને બોલાવ્યો “શમુએલ, શમુએલ.” અને શમુએલે કહ્યું, “પ્રભુ, બોલો; તમારો સેવક સાંભળે છે.”


તે સમયે પ્રભુએ શમુએલને બોલાવ્યો. તેણે જવાબ આપ્યો,


પ્રભુએ ફરીથી શમુએલને નામ દઈને બોલાવ્યો. તેથી શમુએલ ઊઠીને એલી પાસે ગયો અને કહ્યું, “તમે મને બોલાવ્યો? હું આ રહ્યો.” પણ એલીએ કહ્યું, “મારા દીકરા, મેં તને નથી બોલાવ્યો, જા, સૂઈ જા.”


પ્રભુએ ત્રીજીવાર શમુએલને હાંક મારી, એટલે તે ઊઠીને એલી પાસે ગયો, અને તેણે કહ્યું, “તમે મને બોલાવ્યોને? હું આ રહ્યો.” પછી એલીને સમજ પડી કે પ્રભુ છોકરાને બોલાવતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan