Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 3:20 - પવિત્ર બાઇબલ C.L.

20 તેથી હું તેને મારું સામર્થ્ય દેખાડીશ અને તેમની મધ્યે ચમત્કારો કરીને હું ઇજિપ્તને મારીશ. ત્યાર પછી જ તે તમને જવા દેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને મારો હાથ લાંબો કરીશ તે બધા વડે હું મિસરને મારીશ; અને ત્યાર પછી તે તમને જવા દેશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 આથી હું મારા સામર્થ્ય દ્વારા તેઓની વચ્ચે ચમત્કાર બતાવીશ અને મિસરના લોકોને મારીશ. ત્યાર પછી તે તમને જવા દેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 આથી હું માંરું બળ બતાવીશ, અને ત્યાં વિવિધ પ્રકારનાં પરાક્રમો કરીને મિસરને ખોખરું કરીશ, ત્યાર પછી તે તમને જવા દેશે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 3:20
30 Iomraidhean Croise  

પણ જે પ્રજા તેમને ગુલામ બનાવશે તે પ્રજાને હું સજા કરીશ. પછી તેઓ ઘણી સંપત્તિ લઈને ત્યાંથી બહાર નીકળશે.


તમે ફેરો રાજા, તેના અધિકારીઓ તથા તેના દેશના લોકો આગળ અદ્‍ભુત ચમત્કારો કર્યા; કારણ, તેમણે તમારા લોક પર કરેલો અત્યાચાર તમે જાણતા હતા. એ રીતે, જેમ આજે છે તેમ ત્યારે પણ તમે તમારી કીર્તિ ગજાવી હતી.


તેમણે ઇજિપ્તના લોકો મધ્યે ચિહ્નો દેખાડયાં, અને હામના દેશ ઇજિપ્તમાં ઘણા ચમત્કારો કર્યા.


તેમના પ્રસ્થાનથી ઇજિપ્તવાસીઓ આનંદિત થયા, કારણ, ઇઝરાયલીઓને લીધે તેઓ ભારે ત્રાસ પામ્યા હતા.


ઈશ્વરે તો હામના દેશ ઇજિપ્તમાં અજાયબ કાર્યો કર્યાં હતાં! અને સૂફ સમુદ્ર પાસે ભયાનક કાર્યો કર્યાં હતાં!


પ્રભુએ મોશેને કહ્યું, “ફેરો તથા ઇજિપ્ત ઉપર હું બીજી એક આફત લાવીશ અને તે પછી તે તમને અહીંથી જવા દેશે. તે તમને જવા દેશે ત્યારે તે તમને બધાંને હાંકી કાઢશે.


લોટના જે પિંડ તેઓ ઇજિપ્તમાંથી લેતા આવ્યા હતા તેમાંથી તેમણે ખમીરરહિત રોટલી પકાવી. કારણ, ઇજિપ્તમાંથી તેમને ઓચિંતા કાઢી મૂકવામાં આવ્યા હતા અને તેથી લોટને ખમીર દેવાનો કે મુસાફરી માટે ખોરાક બનાવી લેવાનો તેમને સમય મળ્યો નહોતો.


મોશેએ લોકોને કહ્યું, “આ જે દિવસે તમે ઇજિપ્તમાંથી એટલે ગુલામીના દેશમાંથી નીકળી આવ્યા છો, તે દિવસને યાદ રાખો. કારણ, આ જ દિવસે પ્રભુ પોતાના બાહુબળથી તમને ત્યાંથી બહાર કાઢી લાવ્યા છે. તેથી તમારે ખમીરવાળી રોટલી ખાવાની નથી.


આ વિધિ તમારા હાથે બાંધેલ અને કપાળે લટકાવેલ ચિહ્ન જેવું યાદગીરીરૂપ બની જશે. એનાથી પ્રભુનો નિયમ તમારે હોઠે રહેશે.


હે પ્રભુ, તમારા જેવા બીજા ઈશ્વર કોણ છે? પવિત્રતામાં પ્રતાપી, મહિમામાં ભયાવહ અને અદ્‍ભુત કાર્યો કરનાર બીજો કોણ છે?


હે પ્રભુ, તમારો જમણો હાથ સામર્થ્યમાં મહા પરાક્રમી છે; તે દુશ્મનને અફાળીને તેમના ચૂરા કરે છે.


પ્રભુએ મોશેને કહ્યું, “તું ઈજિપ્ત પાછો જાય ત્યારે મેં તને જે જે ચમત્કારો કરવાની શક્તિ આપી છે તે બધા ચમત્કારો ફેરો આગળ કરી બતાવજે. તો પણ હું ફેરોનું હૃદય હઠીલું બનાવીશ; જેથી તે લોકોને જવા દેશે નહિ.


પછી પ્રભુએ મોશેને કહ્યું, “હવે હું ફેરોની કેવી દશા કરું છું તે તું જોજે; કારણ, મારા બાહુબળના પ્રભાવથી તે તમને જવા દેશે; અરે, મારા બાહુબળને લીધે તો તે તમને તેના દેશમાંથી હાંકી કાઢશે.”


તેથી ઇઝરાયલીઓને કહે કે, હું પ્રભુ છું. હું તમને ઇજિપ્તીઓની વેઠમાંથી અને તેમની ગુલામીમાંથી મુક્ત કરીશ. હું મારો હાથ ઉગામીને તેમના પર ભારે સજા લાવીને તમારો ઉદ્ધર કરીશ.


અત્યાર સુધીમાં તો મારો હાથ લંબાવીને હું તારી ઉપર અને તારી પ્રજા ઉપર એવો રોગચાળો લાવ્યો હોત કે પૃથ્વી પરથી તારો સદંતર નાશ થઈ જાત.


પ્રભુ ઇજિપ્તીઓ પર પ્રહાર કરશે પણ તેમને સાજા કરશે. તેઓ પ્રભુ તરફ પાછા ફરશે અને તે તેમની પ્રાર્થનાઓ સાંભળીને તેમને સાજા કરશે.


તમારા દુશ્મનોને સજા કરવાને તમે તમારો હાથ ઉગામેલો છે, પણ તેઓ તે જાણતા નથી. તમારા લોક પ્રત્યેનો તમારો અદમ્ય પ્રેમ જોઈને તેઓ શરમાઈ જાઓ અને તમારા શત્રુઓ માટે અનામત રાખેલો અગ્નિ તેમને ભરખી જાઓ.


“હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના સમ ખાઇને તમને ચેતવું છું કે મારો કોપ રેડી દઈને હું મારા બાહુબળ વડે અને મારી પૂરી તાક્તથી તમારા પર શાસન કરીશ.


હે પ્રભુ, અમને તમે ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા ત્યારે કરેલાં કાર્યો જેવાં અદ્‍ભુત કાર્યો અમારે માટે કરો.


ઇજિપ્તમાં, સૂફ (અર્થાત્ લાલ) સમુદ્રમાં અને ચાલીસ વર્ષ સુધી રણપ્રદેશમાં ચમત્કારો અને અદ્‍ભુત કાર્યો કરીને તેણે જ ઇઝરાયલીઓને મુક્ત કર્યા હતા.


અથવા તમારા ઈશ્વર પ્રભુએ તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા, તેમ કોઈ બીજા દેવે અન્ય દેશમાં જઈને તેની મધ્યેથી પોતાને માટે કોઈ પ્રજા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે?


અમે અમારી નજરોનજર તેમનાં અજાયબ કાર્યો અને ઇજિપ્તના લોકો, તેમનો રાજા અને તેમના અધિકારીઓ પર ઉતારેલી ભયંકર આફતો નિહાળી હતી.


ત્યારે પ્રભુએ તેમની પાસે એક સંદેશવાહક મોકલ્યો; જે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ પાસેથી તેમને માટે આવો સંદેશ લાવ્યો: “મેં તમને ઇજિપ્તમાંથી, ગુલામીના ઘરમાંથી કાઢી લાવીને બચાવ્યા.


પછી તેણે રણપ્રદેશના કાંટાઝાંખરા લઈને સુક્કોથના આગેવાનોને મારીને તેમને બરાબર પાઠ ભણાવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan