Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 3:14 - પવિત્ર બાઇબલ C.L.

14 ઇઝરાયલી લોકોને કહે જે કે ‘હું છું’ - એ મને તમારી પાસે મોકલ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને ઈશ્વરે મૂસાને કહ્યું, “હું જે છું તે છું;” અને તેમણે કહ્યું, “તું ઇઝરાયલીઓને કહેજે કે હું છું એ મને તમારી પાસે મોકલ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 ત્યારે ઈશ્વરે મૂસાને કહ્યું, “હું જે છું તે છું.” તું ઇઝરાયલીઓને કહેજે કે ‘હું છું એ મને તમારી પાસે મોકલ્યો છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 ત્યારે દેવે મૂસાને કહ્યું, “એમને કહો, ‘હું એ જ છું જે હું છું.’ જ્યારે તમે ઇસ્રાએલના લોકો પાસે જાઓ ત્યારે તેમને કહો, ‘હું એ છું’ જેણે મને તમાંરી પાસે મોકલ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 3:14
21 Iomraidhean Croise  

શું તમે ઈશ્વરનાં રહસ્યોનો તાગ કાઢી શકો? શું સર્વસમર્થનો પાર પામી શકો?


ઈશ્વરનું સ્તવન કરો; તેમના નામની સ્તુતિ ગાઓ; વાદળો પર સવારી કરનાર ઈશ્વરને માટે માર્ગ તૈયાર કરો; તેમનું નામ યાહ છે, તેમની સંમુખ ઉલ્લાસ કરો.


પર્વતો ઉત્પન્‍ન થયા તે પહેલાં અરે, તમે વિશ્વ તથા પૃથ્વી રચ્યાં તે પહેલાં; એટલે અનાદિકાળથી અનંતકાળ સુધી, તમે સાર્વકાલિક ઈશ્વર છો.


પ્રભુ શૂરવીર સૈનિક છે; તેમનું નામ યાહવે છે.


તેની વાત પર ધ્યાન આપજો અને તેની આજ્ઞા માનજો. તેની વિરુદ્ધ બળવો કરશો નહિ. કારણ, મેં તેને મોકલ્યો છે અને તે આવા કોઈ બળવાની ક્ષમા આપશે નહિ.


મોશેએ ઈશ્વરને કહ્યું, “હું ઇઝરાયલી લોકો પાસે જઈને તેમને કહું કે, ‘તમારા પૂર્વજોના ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો છે,’ અને તેઓ મને પૂછે કે, ‘તેમનું નામ શું છે,’ તો હું તેમને શું કહું?” ઈશ્વરે મોશેને કહ્યું, “‘હું જે છું તે છું.’


વળી, ઈશ્વરે મોશેને કહ્યું, “હું યાહવે છું. એલ-શાદાય (સર્વસમર્થ ઈશ્વર) એ નામે મેં અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને દર્શન દીધું હતું, પણ મારા પવિત્ર નામ યાહવેથી મેં તેમને મારી ઓળખ આપી નહોતી.


હું યાહવે છું; એ જ મારું નામ છે. હું મારા મહિમામાં અન્ય દેવોને અને મારી સ્તુતિમાં મૂર્તિઓને ભાગીદાર થવા દઈશ નહિ.


ઇઝરાયલનો રાજા અને ઉદ્ધારક સર્વસમર્થ પ્રભુ આ પ્રમાણે કહે છે, “હું આદિ છું; હું જ અંત છું. મારા સિવાય બીજો કોઈ દેવ નથી.


કારણ, જ્યાં બે કે ત્રણ મારે નામે એકત્ર થાય છે ત્યાં હું તેમની વચમાં છું.


જે જે આદેશ મેં તમને આપ્યા છે, તેનું પાલન કરવાનું શિક્ષણ તેમને આપતા જાઓ, અને જુઓ, યુગના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.


એટલે જ મેં તમને કહ્યું કે તમે તમારા પાપમાં મરશો. હું તે જ છું એવો વિશ્વાસ તમે નહિ મૂકો, તો તમે તમારા પાપમાં જ મરશો.”


તેથી ઈસુએ તેમને કહ્યું, “જ્યારે તમે માનવપુત્રને ઊંચે ચઢાવશો ત્યારે તમે જાણશો કે હું તે જ છું. અને હું મારી પોતાની જાતે કશું જ કરતો નથી, પણ મારા પિતા જે શીખવે તે જ હું બોલું છું.


ઈસુએ જવાબ આપ્યો, “હું તમને સાચે જ કહું છું: ‘અબ્રાહામના જન્મ પહેલાંનો હું છું.’


કારણ, ઈશ્વરે આપેલાં સર્વ વચનોને માટે તે “હા” છે. તેથી જ આપણે ઈશ્વરના મહિમાર્થે ઈસુ ખ્રિસ્તની મારફતે “આમીન” કહીએ છીએ.


ઈસુ ખ્રિસ્ત જેવા ગઈ કાલે હતા તેવા જ આજે છે અને સર્વકાળ તેવા જ રહેનાર છે.


તેમને જોઈને હું તેમનાં ચરણોમાં મરેલા જેવો થઈને ઢળી પડયો. પરંતુ તેમણે તેમનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું, “ગભરાઈશ નહિ, હું જ પ્રથમ તથા છેલ્લો છું. હું જીવંત છું.


યોહાન તરફથી આસિયા પ્રાંતની સાતે સ્થાનિક મંડળીઓને, જે વર્તમાનમાં છે, જે ભૂતકાળમાં હતા અને જે ભવિષ્યમાં આવનાર છે તે ઈશ્વર તરફથી અને તેમના રાજયાસનની આગળ જે સાત આત્માઓ છે તેમના તરફથી,


પ્રભુ સર્વસમર્થ ઈશ્વર જે વર્તમાનમાં છે, જે ભૂતકાળમાં હતા અને જે ભવિષ્યમાં આવનાર છે તે કહે છે, “હું આલ્ફા તથા ઓમેગા છું.”


અને એ પ્રત્યેક જીવંત પ્રાણીને છ પાંખો હતી અને તેઓ અંદર અને બહાર આંખોથી છવાયેલાં હતાં. તેઓ રાતદિવસ સતત ગાતાં હતાં: “પવિત્ર, પવિત્ર, પવિત્ર, છે સર્વસમર્થ ઈશ્વર પ્રભુ, જે હતા, જે છે અને જે આવનાર છે.”


Lean sinn:

Sanasan


Sanasan