Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 29:43 - પવિત્ર બાઇબલ C.L.

43 ત્યાં હું મારા ઇઝરાયલી લોકને મળીશ અને મારા ગૌરવની હાજરીથી તે સ્થાન પવિત્ર બની જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 અને ત્યાં હું ઇઝરાયલી લોકોની મુલાકાત લઈશ; અને [મંડપ] મારા ગૌરવથી પવિત્ર થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 હું ત્યાં જ તમને મળીશ અને ઇઝરાયલીઓને પણ મળીશ. મારા મહિમાથી એ સ્થાન પવિત્ર થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

43 હું ત્યાં જ તમને મળીશ; અને ત્યાં જ હું ઇસ્રાએલીઓને પણ મળીશ. અને માંરા મહિમાંથી એ સ્થાન પવિત્ર થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 29:43
20 Iomraidhean Croise  

મેઘને લીધે યજ્ઞકારો ત્યાં અંદર જઈને પોતાનું સેવાકાર્ય ચાલુ રાખી શક્યા નહિ; કારણ, પ્રભુનો મહિમા મંદિરમાં વ્યાપી ગયો હતો.


હું તને ત્યાં મળીશ અને દયાસન ઉપરથી સાક્ષ્યપેટી પરના બે કરુબો વચ્ચેથી હું તને ઇઝરાયલીઓ માટેના મારા સર્વ નિયમો આપીશ.


મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ મારા સાંનિધ્યમાં આ દહનબલિ મને પેઢી દર પેઢી ચડાવવામાં આવે. ત્યાં હું તને મળીશ અને તારી સાથે વાત કરીશ.


હું મંડપ તથા વેદીને પવિત્ર કરીશ અને આરોન તથા તેના પુત્રોને યજ્ઞકારો તરીકે મારી સેવા બજાવવા માટે હું અલગ કરીશ.


પછી વાદળે આવીને મંડપને ઢાંકી દીધો અને પ્રભુની હાજરીના ગૌરવથી મંડપ ભરાઈ ગયો.


એને લીધે મોશે મંડપમાં જઈ શકાયો નહિ.


હે યરુશાલેમ, ઊઠ, પ્રકાશિત થા કારણ, તારા પર પ્રકાશ પડયો છે. તારા પર પ્રભુના મહિમાનો ઉદય થયો છે.


ઈશ્વરના આત્માએ મને ઊંચકીને અંદરના ચોકમાં પહોંચાડી દીધો. ત્યાં મેં જોયું તો મંદિર પ્રભુના ગૌરવથી ભરાઇ ગયું હતું.


તથા સંગતબલિ તરીકે એક આખલો અને ઘેટો પ્રભુને ચડાવવાનું કહે. તેમણે આ બલિદાનને તેલથી મોયેલા ધાન્ય અર્પણ સાથે પ્રભુને ચડાવવાનાં છે. કારણ, પ્રભુ આજે તેમને દર્શન દેવાના છે.”


મોશેએ કહ્યું, “પ્રભુએ તમને આ બધું કરવાની આજ્ઞા આપેલી છે; એ માટે કે તમને પ્રભુના ગૌરવનાં દર્શન થાય.”


સર્વસમર્થ પ્રભુનો આ જવાબ છે: “હું મારા રાજદૂતને મારે માટે માર્ગ તૈયાર કરવા મોકલીશ. પછી જેમની તમે આશા રાખો છો એ પ્રભુ એકાએક તેમના મંદિરમાં આવશે. તમે જે સંદેશકને જોવાની ઉત્કંઠા રાખો છો તે આવીને મારો કરાર પ્રગટ કરશે.”


આપણે સર્વ ખુલ્લા ચહેરે, પ્રભુના ગૌરવને અરીસાની માફક પ્રતિબિંબિત કરીએ છીએ, અને પ્રભુ પવિત્ર આત્મા પાસેથી આવતું એ જ ગૌરવ તેમની પ્રતિમામાં આપણું પરિવર્તન કરીને આપણને વિશેષ ગૌરવવાન બનાવે છે.


“અંધકારમાં પ્રકાશ થાઓ,” એવું ફરમાન કરનાર ઈશ્વરે જ તેમનો પ્રકાશ આપણાં હૃદયોમાં પાડયો છે; જેથી ખ્રિસ્તના મુખ પર પ્રકાશતા ઈશ્વરના ગૌરવના જ્ઞાનનો પ્રકાશ આપણને પ્રાપ્ત થાય.


પ્રિયજનો, આપણે ઈશ્વરનાં સંતાન છીએ પણ આપણે કેવાં બનીશું તે હજી સ્પષ્ટ નથી. પણ જ્યારે ખ્રિસ્તનું આગમન થશે ત્યારે આપણે તેમના જેવાં બનીશું. કારણ, તે જેવા છે તેવા જ આપણે તેમને જોઈશું.


Lean sinn:

Sanasan


Sanasan