Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 29:41 - પવિત્ર બાઇબલ C.L.

41 બીજું હલવાન સાંજે ચડાવવું, અને તેની સાથે તેટલા જ માપના તેલથી મોહેલો તેટલો જ લોટ અને તેટલો જ દ્રાક્ષાસવ ચડાવવો. એ તો મને પ્રભુને ચડાવેલ ધાન્ય અર્પણ છે અને તેની સુવાસ મને પ્રસન્‍ન કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 અને બીજો હલવાન તું સાંજે ચઢાવ, ને સવારના ખાદ્યાર્પણ તથા પેયાર્પણ પ્રમાણે તું તેને કર, કેમ તે સુવાસને અર્થે, યહોવાને માટે હોમયજ્ઞ થાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 સાંજે અર્પણ થતાં હલવાનની સાથે સવારની જેમ મેંદાના ઝીણા લોટનું અને દ્રાક્ષારસનું પેયાર્પણ કરજે. ઈશ્વરની સમક્ષ તે સુવાસિત અર્પણ અને અગ્નિમાં થયેલ અર્પણ ધ્યાનમાં લેવાશે. એ યજ્ઞની સુવાસથી હું પ્રસન્ન થાઉં છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

41 સાંજે અર્પણ થતા હલવાનની સાથે સવારની જેમ ઝીણા ઘઊનાં લોટનું અને દ્રાક્ષારસનું અર્પણ કર. દેવની સમક્ષ તે સુવાસિત અર્પણ અને અગ્નિમાં થયેલ અર્પણ લેખાશે. એ યજ્ઞની સુવાસથી હું પ્રસન્ન થાઉં છું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 29:41
11 Iomraidhean Croise  

બપોર વીતી ગયા અને છેક સંયાબલિનો સમય થવા આવ્યો ત્યાં સુધી તેમણે બૂમબરાડા પાડી લવારો કર્યા કર્યો; પણ કંઈ અવાજ સંભળાયો નહિ કે કોઈ જવાબ મળ્યો નહિ, એક શબ્દ પણ સંભળાયો નહિ.


સંયાબલિના સમયે એલિયા સંદેશવાહકે વેદી નજીક જઈને પ્રાર્થના કરી, “હે અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના ઈશ્વર યાહવે, તમે ઇઝરાયલના ઈશ્વર છો અને હું તમારો સેવક છું અને તમારી આજ્ઞા પ્રમાણે મેં આ બધું કર્યું છે એની પ્રતીતિ કરાવો.


પછી તેણે ઉરિયાને આજ્ઞા આપી: “સવારનાં દહનબલિ અને સાંજનાં ધાન્યાર્પણ માટે, રાજા અને લોકોનાં દહનબલિ અને ધાન્યાર્પણ માટે અને લોકોના દ્રાક્ષાસવનાં પેયાર્પણ માટે મારી આ નવી વેદી વાપરો.” બલિદાન કરવામાં આવતાં બધાં પ્રાણીઓનું રક્ત તેના પર રેડો. પણ તામ્રવેદી મારે માટે રાખ; તેનો ઉપયોગ હું ભવિષ્ય જાણવા કરીશ.


શલોમોને તૂરના રાજા હિરામને સંદેશો મોકલ્યો: “તમે જેમ મારા પિતા દાવિદને તેમનો રાજમહેલ બાંધવા ગંધતરુનાં લાકડાં મોકલ્યાં હતાં, તેમ મારા પર પણ મોકલો.


મારી પ્રાર્થનાને તમારી સંમુખ ધૂપ સમાન અને મારા પ્રસારેલા હાથોને સંયાકાળના અર્પણ સમાન સ્વીકારો.


તમારે એને આ માસના ચૌદમા દિવસ સુધી રાખવું અને તે દિવસે સંધ્યા સમયે ઇઝરાયલના આખા સમુદાયે એ હલવાન કાપવાં.


પ્રથમ હલવાન સાથે એક લીટર શુદ્ધ ઓલિવ તેલમાં મોહેલો ઘઉંનો ઝીણો લોટ ચડાવવો અને પેયાર્પણ તરીકે એક લિટર દ્રાક્ષાસવ રેડવો.


મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ મારા સાંનિધ્યમાં આ દહનબલિ મને પેઢી દર પેઢી ચડાવવામાં આવે. ત્યાં હું તને મળીશ અને તારી સાથે વાત કરીશ.


હું પ્રાર્થના કરતો હતો તેવામાં ગાબ્રિયેલ જેને મેં અગાઉના સંદર્શનમાં જોયો હતો, તે ઝડપથી ઊડીને મારી પાસે આવ્યો. એ તો સાંજનું અર્પણ ચડાવવાનો સમય હતો.


Lean sinn:

Sanasan


Sanasan