Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 29:40 - પવિત્ર બાઇબલ C.L.

40 પ્રથમ હલવાન સાથે એક લીટર શુદ્ધ ઓલિવ તેલમાં મોહેલો ઘઉંનો ઝીણો લોટ ચડાવવો અને પેયાર્પણ તરીકે એક લિટર દ્રાક્ષાસવ રેડવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 અને એક હલવાનની સાથે પા હીન પીલેલા તેલમાં મોહેલો [એફાહનો] એક દશાંશ મેંદો લેવામાં આવે; અને પેયાર્પણને માટે પા હીન દ્રાક્ષારસ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 પ્રથમ ઘેટાં સાથે તમારે એક કિલો શુદ્ધ તેલમાં મોહેલો એક કિલો મેંદાનો ઝીણો લોટ તેમ જ પેયાર્પણ તરીકે એક લીટર દ્રાક્ષારસ અર્પણ કરવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

40 પ્રથમ ઘેટા સાથે તમાંરે એક કિલો શુદ્ધ તેલમાં મોહેલો એક કિલો ઝીણો ઘઉંનો લોટ તેમજ પેયાર્પણ તરીકે એક લીટર દ્રાક્ષારસ અર્પણ કરવું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 29:40
34 Iomraidhean Croise  

પણ જે સ્થળે ઈશ્વરે યાકોબ સાથે વાત કરી હતી ત્યાં યાકોબે એક સ્તંભ ઊભો કર્યો, તેના પર તેણે દ્રાક્ષાસવનું અર્પણ ચડાવ્યું અને તેનો તેલથી અભિષેક કર્યો.


પછીની સવારે, સવારના નિત્યના અર્પણના સમયે, અદોમ તરફથી પાણી આવ્યાં અને એ સમગ્ર પ્રદેશમાં ફરી વળ્યાં.


તે સમયમાં વપરાશનું નિયત માપ એફાહ આજના આશરે વીસ કીલો જેટલું હતું; અને ઓમેર તેના દસમા ભાગનું એટલે, આશરે બે કીલો જેટલું હતું.


એક હલવાન સવારે અને બીજું સાંજે ચડાવવું.


બીજું હલવાન સાંજે ચડાવવું, અને તેની સાથે તેટલા જ માપના તેલથી મોહેલો તેટલો જ લોટ અને તેટલો જ દ્રાક્ષાસવ ચડાવવો. એ તો મને પ્રભુને ચડાવેલ ધાન્ય અર્પણ છે અને તેની સુવાસ મને પ્રસન્‍ન કરે છે.


અને છ કિલોગ્રામ દાલચીની લે. (એ સર્વ મુલાકાતમંડપના નિયત તોલના શેકેલ પ્રમાણે છે.) તેમાં ચાર લિટર ઓલિવ તેલ ઉમેર.


એ કોતરોના સુંવાળા પથ્થરોમાંથી ઘડેલી દેવમૂર્તિઓ જ તમારો હિસ્સો છે. તમે તેમના પર પેયાર્પણ તરીકે દ્રાક્ષાસવ રેડો છો અને અન્‍નનું અર્પણ ચડાવો છો. શું આ બધું મને પ્રસન્‍ન કરે ખરું?


જે દેશ તેમને આપવાના મેં શપથ લીધા હતા તેમાં હું તેમને લઇ આવ્યો ત્યારે દરેક ઊંચા પહાડી શિખરને કે લીલા વૃક્ષને જોઈને ત્યાં તેમણે પોતાના બલિ ચડાવ્યા. તેમણે પોતાના સુવાસિત અગ્નિબલિથી અને પેયાર્પણથી મને રોષ ચડાવ્યો.


તારે પાણી પણ માપીને પીવાનું છે, એટલે દર વખતે થોડું થોડું પીતાં તારે આખા દિવસમાં બે પ્યાલા પાણી પીવાનું છે.


રાજર્ક્તાએ નિયત પર્વો એટલે સાબ્બાથે, ચાંદ્ર માસના પ્રથમ દિવસે અને અન્ય સર્વ તહેવારોએ દહનબલિ, ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવ- અર્પણ પૂરાં પાડવાં. તેણે ઇઝરાયલીઓનાં પાપના પ્રાયશ્ર્વિત માટે પ્રાયશ્ર્વિતબલિ, ધાન્ય અર્પણ અને સંગતબલિ પૂરાં પાડવાં.”


બલિ તરીકે ચડાવાયેલા પ્રત્યેક આખલા અને ઘેટા દીઠ એક એફાહ લેખે લગભગ સાડાસત્તર કિલો ધાન્ય-અર્પણ અને દર એફાહે એક હીન લેખે ત્રણ લિટર ઓલિવતેલ પણ ચડાવવા.


ઉજાણીઓમાં અને નિયત પર્વોમાં પ્રત્યેક આખલા કે ઘેટા દીઠ એક એફાહ એટલે સાડા સત્તર કિલો ધાન્ય અર્પણ ચડાવવો અને હલવાનોની સાથે યથાશક્તિ અર્પણ કરવું. આવા પ્રત્યેક એફાહના ધાન્યઅર્પણ સાથે એક હીન એટલે ત્રણ લિટર ઓલિવતેલ પણ ચડાવવું.


તે સાથે દર સવારે ધાન્યઅર્પણ પણ ચડાવવું. એફાહનો છઠ્ઠો ભાગ એટલે બે કિલો લોટ અને તેની સાથે લોટ મોહવા માટે હીનનો ત્રીજો ભાગ એટલે એક લિટર ઓલિવતેલ ચડાવવાં. પ્રભુને ધાન્યઅર્પણ ચડાવવા માટે આ નિત્યનો નિયમ છે.


તે પ્રત્યેક ઘેટા સાથે એક એફાહ એટલે સાડાસત્તર કિલો ધાન્યઅર્પણ અને હલવાનોની સાથે યથાશક્તિ ધાન્યઅર્પણ અને દર એફાહ દીઠ એક હીન એટલે ત્રણ લિટર ઓલિવ તેલ આપે.


રાજર્ક્તા પ્રત્યેક આખલા અને ઘેટા દીઠ એક એફાહ એટલે સાડા સત્તર કિલો ધાન્યઅર્પણ તથા હલવાનોની સાથે યથાશક્તિ ધાન્યઅર્પણ અને પ્રત્યેક એફાહ દીઠ એક હીન એટલે ત્રણ લિટર ઓલિવ તેલ પણ આપે.


પરદેશમાં તેઓ ઈશ્વરને દ્રાક્ષાસવનાં પેયાર્પણો ચડાવી શકશે નહિ અથવા બલિદાનો અર્પી શકશે નહિ. મૃત્યુ પ્રસંગે ખવાતા ખોરાકની જેમ તેમનો ખોરાક અપવિત્ર થશે અને ખાનારા બધા અશુદ્ધ થશે. તેમનો ખોરાક માત્ર ભૂખ ભાગવા માટે જ વપરાશે અને તેમનું કંઈપણ પ્રભુના મંદિરમાં અર્પણ તરીકે લવાશે નહિ.


હે વેદીઓ આગળ સેવા કરનારા યજ્ઞકારો, કંતાન પહેરીને વિલાપ કરો! મંદિરમાં જઈને આખી રાત રુદન કરો! તમારા ઈશ્વરને અર્પણ કરવા માટે કંઈ ધાન્ય કે દ્રાક્ષાસવ રહ્યાં નથી.


મંદિરમાં અર્પણ કરવા માટે કંઈ ધાન્ય કે દ્રાક્ષાસવ રહ્યાં નથી; પ્રભુને ચઢાવવાનાં અર્પણો ન હોવાથી યજ્ઞકારો ઝૂરે છે.


પ્રભુ તમારા ઈશ્વર પોતાનું મન કદાચ બદલે અને તમને વિપુલ પાકથી આશીર્વાદિત કરે. ત્યારે તો તમે તેમને ધાન્ય અને દ્રાક્ષાસવનાં અર્પણો ચઢાવી શકશો.


તે સાથે જ તેલમાં મોયેલો બે કિલો લોટ ધાન્ય અર્પણ તરીકે ચડાવવો. તેની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે. તે સાથે એક લિટર દ્રાક્ષાસવ પણ ચડાવવો.


યજ્ઞવેદી પર અગ્નિ સતત સળગતો રાખવો અને તેને કદી હોલવાઈ જવા દેવો નહિ.


સમગ્ર સમાજથી સરતચૂકથી અને અજાણે આજ્ઞાભંગ થયો હોય તો તેમણે પ્રભુને પ્રસન્‍ન કરવા સુવાસને માટે એક વાછરડાનો દહનબલિ કરવો અને તેની સાથે જરૂરી ધાન્યઅર્પણ અને પેયાર્પણ ચડાવવાં. એ ઉપરાંત પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરાનું પણ અર્પણ કરવું.


દર સાબ્બાથદિને આ દહનબલિ દરરોજના દહનબલિ ઉપરાંત તેના દ્રાક્ષાસવઅર્પણ સાથે અર્પવાનો છે.


એ જ પ્રમાણે સાત દિવસ સુધી દરરોજ તમારે પ્રભુને પ્રસન્‍ન કરનાર સુવાસયુક્ત અગ્નિબલિ આહાર તરીકે ચડાવવા. દરરોજના દહનબલિ અને તેની સાથેના દ્રાક્ષાસવઅર્પણ ઉપરાંત એનું અર્પણ કરવાનું છે.


તેની સાથે એક લિટર ઉત્તમ પ્રકારના તેલથી મોહેલા એક કિલોગ્રામ લોટનું ધાન્યઅર્પણ કરવું.


વળી, પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરો ચડાવવો. આ બધું દરરોજના દહનબલિ, ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવ- અર્પણ ઉપરાંત ચડાવવાનું છે.


યજ્ઞકાર આરોનના પુત્ર એલાઝારની જવાબદારી દીવાનું તેલ, સુગંધીદાર ધૂપ, દરરોજનું ધાન્ય અર્પણ, અભિષેક માટેનું તેલ વગેરે સંભાળવાની છે. તે ઉપરાંત તેણે આખા પવિત્રસ્થાન અને તેના સરસામાનની સંભાળ રાખવાની છે.


તમે તેમને તમારાં બલિદાનોની ચરબી ખવડાવી, અને દ્રાક્ષાસવ-અર્પણનો આસવ તેમને પીવડાવ્યો. તેઓ ભલે આવીને તમને મદદ કરે! તમને ઉગારવા તેઓ ભલે દોડી આવે!


તમારા વિશ્વાસના અર્પણ પર જો મારે પેયાર્પણ તરીકે રેડાઈ જવું પડે તો તે માટે હું ખુશી છું અને તમારા સૌની સાથે આનંદ કરું છું.


Lean sinn:

Sanasan


Sanasan