Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 29:37 - પવિત્ર બાઇબલ C.L.

37 સાત દિવસ સુધી તારે એ પ્રમાણે કરવું. તે પછી વેદી સંપૂર્ણ રીતે પવિત્ર બનશે અને જે કંઈ તેને અડકે તે પવિત્ર બની જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 સાત દિવસ સુધી તું વેદીને માટે પ્રાયશ્ચિત કર, ને તેને પવિત્ર કર. અને વેદી પરિશુદ્ધ થાય. જે કંઈ વેદીને અડકે તે પવિત્ર થાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 સાત દિવસ સુધી વેદીને શુદ્ધ અને પવિત્ર બનાવવી. ત્યાર બાદ વેદી સંપૂર્ણપણે અત્યંત પવિત્ર બનશે. પછી જો કોઈ તેના સંપર્કમાં આવશે તે પવિત્ર બની જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

37 સાત દિવસ સુધી વેદીને શુધ્ધ અને પવિત્ર બનાવવી. ત્યાર બાદ વેદી સંપૂર્ણપણે અત્યંત પવિત્ર બનશે, એના પછી વેદી જ અત્યંત પવિત્ર બનશે. અને જો કોઈ તેના સંપર્કમાં આવશે તે પવિત્ર બની જશે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 29:37
12 Iomraidhean Croise  

તેમણે સાત દિવસ વેદીના સમર્પણમાં ગાળ્યા હતા અને પછી બીજા સાત દિવસ માંડવાપર્વ મનાવ્યું. છેલ્લે દિવસે પર્વની સમાપ્તિની સભા કરી.


પછી વેદીનો તથા તેનાં સર્વ સાધનોનો અભિષેક કરીને તેમનું સમર્પણ કરજો, એટલે તે સંપૂર્ણ પવિત્ર થશે.


તારે તેના રક્તમાંથી થોડુંક લઈને વેદીના મથાળાનાં ચારે શિંગો પર અને વેદીના મધ્યભાગના ચારે ખૂણા પર અને ચારે તરફની ફરતી કિનારી પર લગાડવું. આ રીતે તારે વેદીને પવિત્ર કરીને તેને માટે પ્રાયશ્ર્વિત કરવું.


સાત દિવસ સુધી પ્રતિદિન પ્રાયશ્ર્વિત માટેના બલિ તરીકે એક બકરો, એક વાછરડો અને એક ઘેટો ચડાવવા. તેઓ સર્વ ખોડખાંપણ વગરના હોવા જોઈએ.


“તારા લોક તથા તારા પવિત્ર શહેરને પાપ અને દુષ્ટતાથી દૂર કરવાની ઈશ્વરની મુદ્દત સાતગણા સિત્તેર વર્ષની છે. પાપ માફ કરવામાં આવશે અને સાર્વકાલિક ન્યાય સ્થાપન કરાશે એટલે દર્શન અને ભવિષ્યકથન સાચાં પડશે અને પવિત્ર મંદિરની પુન:સ્થાપના કરાશે.


આ રીતે ઇઝરાયલી લોકની અશુદ્ધતા અને તેમનાં બધાં પાપથી પરમપવિત્રસ્થાનને મુક્ત કરવા તે પ્રાયશ્ર્વિતનો વિધિ કરે. એ જ રીતે ઇઝરાયલી લોકની મધ્યે આવેલા મુલાકાતમંડપને પણ અશુદ્ધતાથી મુક્ત કરવા તે પ્રાયશ્ર્વિતનો વિધિ કરે.


ત્યાર પછી તેણે પોતાનો પોશાક બદલવો અને એ રાખ છાવણી બહાર સ્વચ્છ જગ્યાએ નાખી દેવી.


તેણે વેદી પર તેલનો સાતવાર છંટકાવ કર્યો. તેણે વેદી અને તેનાં બધાં પાત્રો, તેમજ જળકુંડ અને તેની બેઠકનું પ્રભુને સમર્પણ કર્યું.


જો કોઈ માણસ પોતાના વસ્ત્રની ચાળમાં અર્પિત માંસ લે, અને પછી એ વસ્ત્રને રોટલી, શાક, દ્રાક્ષાસવ, તેલ કે બીજો કોઈ ખાદ્ય પદાર્થ સ્પર્શે તો એ ખાદ્યપદાર્થ પવિત્ર બની જાય ખરો?” યજ્ઞકારોએ જવાબ આપ્યો, “ના.”


ઓ મૂર્ખ આંધળાઓ! કઈ બાબત વધુ મહત્ત્વની છે? સોનું કે સોનાને પવિત્ર કરનાર મંદિર?


તમે કેવા આંધળા છો! કઈ બાબત વધુ મહત્ત્વની છે? અર્પણ કે અર્પણને પવિત્ર કરનાર વેદી?


Lean sinn:

Sanasan


Sanasan