Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 29:33 - પવિત્ર બાઇબલ C.L.

33 તેમની દીક્ષામાં પાપોની માફીની વિધિ માટે જે કંઈ વપરાયું હોય તે તેઓ ખાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 અને જેથી પ્રાયશ્ચિત કરાયું હોય તે વસ્‍તુઓ તેઓ ખાય, એ માટે કે તેઓ પ્રતિષ્ઠિત તથા પવિત્ર થાય; પણ તેઓમાંથી પારકો ન ખાય, કેમ કે તે પવિત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 તેમની દીક્ષાવિધિ વખતે તેમની પ્રાયશ્ચિત વિધિ માટે ઉપયોગમાં લેવાયેલ પદાર્થો જ ખાવા; યાજકો સિવાય અન્ય કોઈ પણ અજાણ્યા વ્યક્તિએ તે ખાવા નહિ કારણ એ પવિત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 તેમની દીક્ષાવિધિ વખતે તેમની પ્રાયશ્ચિત વિધિ માંટે ઉપયોગમાં લેવાયેલ પદાર્થો જ ખાવા; યાજકો સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિએ તે ખાવા નહિ. કારણ એ પવિત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 29:33
16 Iomraidhean Croise  

તેમાંથી ગરીબો ધરાઈને ખાશે; પ્રભુને શોધનારા ભક્તો તેમની સ્તુતિ કરતાં કહેશે, “તેઓ સદા સુખમાં જીવો.”


તેઓ એ માંસ ટોપલીમાં બાકી રહેલી રોટલીઓ સાથે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ બેસીને ખાય.


માણસે પ્રાણીના માથા પર પોતાનો હાથ મૂકવો એટલે તેનાં પાપ દૂર કરવાને માટે તેનો સ્વીકાર કરવામાં આવશે.


મોશેએ આરોન અને તેના બન્‍ને પુત્રો એલાઝાર તથા ઇથામારને કહ્યું, “પ્રભુને ચડાવેલ ધાન્યઅર્પણમાંથી બાકી રહેલો લોટ લો. તેમાંથી ખમીર વગરની રોટલી બનાવો અને યજ્ઞવેદી પાસે તે ખાઓ; કારણ, તે અતિ પવિત્ર છે.


જ્યારે તમે તમારો પડાવ બદલો ત્યારે લેવીઓ તે મંડપને છોડે અને ફરી નવા સ્થળે પડાવ નાખવાનો હોય ત્યાં મંડપને ઊભો કરે. તેમના સિવાય જો બીજો કોઈ મંડપની નજીક આવે તો તે માર્યો જશે.


એ પતરાં ઇઝરાયલીઓને માટે ચેતવણીરૂપ હતાં કે આરોનના વંશજ સિવાયના કોઈએ પ્રભુ સમક્ષ ધૂપ ચડાવવા આવવું નહિ. જો કોઈ એમ કરશે તો તેની દશા કોરા અને તેના જૂથના જેવી થશે.” આ બધું પ્રભુએ મોશેની મારફતે એલાઝારને આપેલી આજ્ઞા પ્રમાણે કરવામાં આવ્યું.


ત્યાર પછી તેણે કોરા અને તેના આખા જૂથને કહ્યું, “આવતી કાલે સવારે પ્રભુ જણાવશે કે કોણ તેના સેવક છે અને તેમણે કોને પોતાની સેવા માટે પસંદ કરીને અલગ કર્યા છે. જેમને તે પસંદ કરે તેમને જ તે સેવાર્થે અપનાવશે.


તેઓ તારી સાથે સેવામાં જોડાય અને મંડપને લગતી તેમની બધી ફરજો બજાવે. લેવીવંશ સિવાયનો કોઈ અન્ય એ સેવા કરવા આવે નહિ.


પરંતુ માત્ર તારે અને તારા પુત્રોએ જ વેદીની અને પરમપવિત્રસ્થાનને લગતી સેવાઓ બજાવવાની છે. કારણ, મેં તને યજ્ઞકારપદ બક્ષિસમાં આપ્યું છે. જો કોઈ બીજો એ સેવા બજાવવા આવશે તો જરૂર માર્યો જશે.”


આરોન તથા તેના પુત્રોની તું યજ્ઞકાર તરીકે નિમણૂક કર. જો બીજું કોઈ એ પદ ભોગવવાનો પ્રયત્ન કરે તો તે માર્યો જશે.”


મોશે, આરોન અને તેના પુત્રોના કુટુંબોએ મુલાકાતમંડપની સામે પૂર્વ બાજુએ પડાવ નાખવાનો હતો. ઇઝરાયલી લોકો માટે પવિત્રસ્થાનમાં સેવા બજાવવાનું કાર્ય તેમનું હતું. જો કોઈ બીજો એ સેવા બજાવવા જાય તો તે માર્યો જશે.


અને ઈશ્વરની આભારસ્તુતિ કરીને ભાંગતાં કહ્યું, “આ મારું શરીર છે જે તમારે માટે ભાંગવામાં આવ્યું છે; મારી યાદગીરીને માટે એ કરો.”


કારણ, જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો અને આ પ્યાલામાંથી પીઓ છો તેટલી વાર પ્રભુના આગમન સુધી તમે તેમનું મરણ પ્રગટ કરો છો.


Lean sinn:

Sanasan


Sanasan