Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 29:18 - પવિત્ર બાઇબલ C.L.

18 તારે વેદી પર આખા ઘેટાનું દહન કરવું. એ તો મને પ્રભુને ચડાવેલ દહનબલિ છે. એના અર્પણની સુવાસ મને પ્રભુને પ્રસન્‍ન કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને તું આખા ઘેટાનું વેદી પર દહન કર; તે યહોવાને માટે દહનીયાર્પણ છે; તે સુવાસને અર્થે યહોવાને માટે હોમયજ્ઞ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 પછી આખા ઘેટાંનું વેદી પર દહન કરવું એ યહોવાહના માનમાં દહનીયાર્પણ છે. એની સુવાસથી હું પ્રસન્ન થાઉં છું, એ મારા માનમાં કરેલો હોમયજ્ઞ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 પછી આખા ઘેટાંનું વેદી પર દહન કરવું એ યહોવાના માંનમાં આપેલ દહનાર્પણ છે. એની સુવાસથી હું પ્રસન્ન થાઉં છું, એ માંરા માંનમાં કરેલો હોમયજ્ઞ છે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 29:18
23 Iomraidhean Croise  

અબ્રાહામે આસપાસ જોયું તો ઝાડીમાં શિંગડાથી ભરાઈ પડેલા એક ઘેટાને જોયો. અબ્રાહામ ત્યાં જઈને ઘેટાને લઈ આવ્યો અને તેણે પોતાના દીકરાને બદલે એ ઘેટાનું બલિદાન ચડાવ્યું.


ઈશ્વરે કહ્યું, “તારો પુત્ર, તારો એકનોએક પુત્ર ઇસ્હાક, જેના પર તું અત્યંત પ્રેમ રાખે છે તેને લઈને મોરિયા પ્રદેશમાં જા, અને ત્યાં હું દેખાડું તે પર્વત પર તેનું મને દહનબલિ તરીકે અર્પણ ચડાવ.”


તેઓ જતા હતા ત્યારે ઇસ્હાક બોલી ઊઠયો, “પિતાજી!” અબ્રાહામે કહ્યું, “શું છે દીકરા?” ઇસ્હાકે પૂછયું, “આપણી પાસે અગ્નિ અને લાકડાં તો છે, પરંતુ બલિદાનને માટે ઘેટું ક્યાં છે?


પછી નૂહે પ્રભુ માટે એક યજ્ઞવેદી બાંધી. તેણે કેટલાંક શુદ્ધ પ્રાણીઓ અને શુદ્ધ પક્ષીઓ લઈને તેમનું દહનબલિ તરીકે વેદી પર અર્પણ ચડાવ્યું.


પ્રભુ એ યજ્ઞની સુવાસથી પ્રસન્‍ન થયા અને પોતાના મનમાં બોલ્યા, “જો કે માણસના મનનો પ્રત્યેક વિચાર તેના બાળપણથી જ ભૂંડો છે તેમ છતાં માણસને લીધે હું ભૂમિને ફરી કદી શાપ આપીશ નહિ. આ વખતે જેમ મેં સર્વ સજીવોનો સંહાર કર્યો તેમ હવે પછી કદી કરીશ નહિ.


પ્રભુએ અગ્નિ મોકલીને બલિદાન, લાકડાં અને પથ્થર તથા માટીને બાળીને ભસ્મ કરી નાખ્યાં અને ખાઈમાંનું પાણી સૂકાઈ ગયું.


એકવાર તે ગિબ્યોનમાં અર્પણ ચડાવવા ગયો, કારણ, ત્યાં ભક્તિનું સૌથી મોટું ઉચ્ચસ્થાન હતું. તે ત્યાં પ્રત્યેક વખતે હજાર સંપૂર્ણ દહનબલિ ચડાવતો.


મારે તમને તમારાં બલિદાનો વિષે ઠપકો આપવાનો નથી; કારણ, તમારાં દહનબલિ તો તમે મને નિત્ય ચડાવો છો.


તે પછી, એ ઘેટાને કાપીને તેના કટકા કરવા અને તેના આંતરિક અવયવો તથા તેના પાછળના પગ ધોઈ નાખીને તેમને બીજા કટકા તથા માથા સાથે મૂકવા.


પછી એ બધું તેમના હાથમાંથી લઈને તારે તેમને વેદી પરના દહનબલિ ઉપર મૂકીને તેમનું અગ્નિબલિ તરીકે દહન કરવું. એ તો મને પ્રભુને પ્રસન્‍ન કરનાર સુવાસિત અર્પણ છે.


પ્રભુ કહે છે, “તમારા આ અસંખ્ય યજ્ઞોની મારે કંઈ જરૂર નથી. તમારાં ઘેટાંના દહનબલિ અને માતેલાં ઢોરની ચરબીથી હું ધરાઈ ગયો છું અને આખલા, હલવાન તથા બકરાના રક્તથી હું કંટાળી ગયો છું.


શેબા દેશથી આયાત કરેલા લોબાનની કે દૂર દેશના ધૂપની મારે શી જરૂર છે? અરે, તેમનાં દહનબલિ મને સ્વીકાર્ય નથી અને તેમનાં બલિદાનો મને પસંદ નથી.”


પછી યજ્ઞકારે તેને બે પાંખો વચ્ચેથી ચીરવું, પણ તેના બે ભાગ પડવા દેવા નહિ. પછી એ બધાંનું યજ્ઞવેદી પર દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.


તે માણસે પ્રાણીનાં આંતરડાં અને પગ પાણીથી ધોઈ નાખવા અને યજ્ઞકારે વેદી પર બલિનું સંપૂર્ણ દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.


ત્યારપછી તેણે સંગતબલિની માફક જ તેની બધી ચરબી કાઢી લઈ યજ્ઞવેદી પર તેનું દહન કરવું. તેની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે. યજ્ઞકાર આ રીતે માણસના પાપનું પ્રાયશ્ર્વિત કરે એટલે તે માફ કરવામાં આવશે.


એકાએક પ્રભુનો અગ્નિ પ્રગટયો અને યજ્ઞવેદી પરનાં દહનબલિ અને બધી ચરબીને ભસ્મ કરી નાખ્યાં. આ બધું જોઈને લોકોએ હર્ષનાદ કર્યો અને ભૂમિ પર શિર ટેકવીને પ્રભુનું ભજન કર્યું.


માણસે ઈશ્વર પર પોતાના પૂરા દયથી, પૂરા મનથી અને પૂરા સામર્થ્યથી પ્રેમ કરવો જોઈએ; તેમ જ જેવો પોતા પર તેવો જ બીજા પર પ્રેમ રાખવો. યજ્ઞવેદી પર પ્રાણીઓ અને બીજાં અર્પણો ચઢાવવા કરતાં આ બે આજ્ઞાઓને આધીન થવું વધારે મહત્ત્વનું છે.”


ખ્રિસ્તે આપણા પર પ્રેમ કરીને આપણે માટે ઈશ્વર પ્રસન્‍ન થાય તેવા એક સુવાસિત અર્પણ અને બલિદાન તરીકે પોતાના જીવનનું સમર્પણ કર્યું. તેથી તમારું જીવન પણ પ્રેમથી દોરવાવું જોઈએ.


મને બધું મળ્યું છે. મારી પાસે પુષ્કળ, બલ્કે જરૂર કરતાં વિશેષ છે. એપાફ્રોદિતસે તમારી સર્વ ભેટ મને આપી છે. એ તો સુવાસિત અર્પણ છે, ઈશ્વરને માન્ય અને પ્રિય એવું બલિદાન છે.


શમુએલે એક નાનું હલવાન કાપ્યું અને પ્રભુને અર્પણ તરીકે તેનું પૂરેપૂરું દહન કર્યું. ઇઝરાયલને બચાવવાને તેણે પ્રભુને પ્રાર્થના કરી અને પ્રભુએ તેની પ્રાર્થના સાંભળી.


Lean sinn:

Sanasan


Sanasan