Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 29:1 - પવિત્ર બાઇબલ C.L.

1 “આરોન તથા તેના પુત્રોને યજ્ઞકારો તરીકે મારી સેવાને માટે સમર્પણ કરવા તારે આ પ્રમાણે ક્રિયા કરવી. એક વાછરડો અને ખોડખામી વિનાના બે ઘેટા લેવા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને મારી આગળ યાજકપદ બજાવવા માટે તેઓને પવિત્ર કરવાને જે ક્રિયા તારે કરવી, તે આ પ્રમાણે:એક વાછરડો તથા ખોડ વગરના બે ઘેટા,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યાજકો તરીકે હારુન અને તેના પુત્રોને શુદ્ધ કરવા માટેની વિધિ આ પ્રમાણે છે. ખોડખાંપણ વગરનાં બે ઘેટાં અને એક વાછરડો લેવો

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 દેવે મૂસાને કહ્યું, “યાજકો તરીકે હારુન અને તેના પુત્રોના સમર્પણ માંટેની દીક્ષા વિધિ આ પ્રમાંણે છે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 29:1
23 Iomraidhean Croise  

તમે આરોનના વંશજો, પ્રભુના યજ્ઞકારોને હાંકી કાઢયા અને લેવીઓને પણ હાંકી કાઢયા. તેમની જગ્યાએ તમે અન્ય પ્રજાઓ કરે છે તેમ યજ્ઞકારો નીમ્યા છે; એક વાછરડો અને સાત ઘેટાં લાવીને પોતાનું સમર્પણ કરે તેવા કોઈને પણ તમે તમારા કહેવાતા દેવોનો યજ્ઞકાર નીમો છો.”


તમે હલવાન કે લવારું પસંદ કરી શકો, પણ તે ખોડખામી વિનાનું અને એક વર્ષની ઉંમરનું નરજાતિનું હોવું જોઈએ.


મેં પ્રભુએ છ દિવસમાં પૃથ્વી, આકાશ, સમુદ્ર તથા તેમાંનું સર્વસ્વ બનાવ્યું; પરંતુ સાતમે દિવસે મેં આરામ કર્યો. મેં પ્રભુએ સાબ્બાથદિનને આશિષ આપીને પવિત્ર ઠરાવ્યો.


“તારા ભાઈ આરોન અને તેના પુત્રો નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામારને તારી પાસે બોલાવ. તેમને યજ્ઞકાર તરીકે મારી સેવા બજાવવા ઇઝરાયલીઓમાંથી અલગ કર.


મેં જેમને કળાકૌશલ્ય બક્ષ્યાં છે એવા કારીગરોને બોલાવીને તું તેમને આરોનનાં વસ્ત્ર બનાવવાનું કહે, એ માટે કે યજ્ઞકાર તરીકે સેવા કરવા માટે તમે આરોનનું સમર્પણ કરી શકો.


આ વસ્ત્રો લઈને તારા ભાઈ આરોન તથા તેના પુત્રોને પહેરાવવાં. પછી તારે તેમને દીક્ષા આપી તથા ઓલિવ તેલ વડે તેમનો અભિષેક કરીને તેમનું સમર્પણ કરવું, જેથી તેઓ યજ્ઞકાર તરીકે મારી સેવા કરે.


વેદી પરના રક્તમાંથી તથા અભિષેક કરવાના તેલમાંથી થોડું લઈને આરોન તથા તેનાં વસ્ત્રો પર અને તેના પુત્રો તથા તેમનાં વસ્ત્રો પર છંટકાવ કરવો. એથી આરોન, તેના પુત્રો તથા તેમનાં વસ્ત્રો મારે માટે સમર્પિત થશે.


વેદીને શુદ્ધ કર્યા પછી તારે ખોડખાંપણ વગરનો એક જુવાન આખલો અને ખોડખાંપણ વગરનો એક ઘેટો ચડાવવા.


ત્યાર પછી શુદ્ધિકરણ કરાવનાર વ્યક્તિ અને આ બધી વસ્તુઓ લઈને યજ્ઞકાર પ્રભુ સમક્ષ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે આવે.


પ્રાયશ્ર્વિતબલિ તરીકે આખલો અને દહનબલિ તરીકે ઘેટો લાવ્યા પછી જ તેણે પરમપવિત્રસ્થાનમાં આવવું.”


જો તમે ખોડવાળું પ્રાણી ચડાવશો તો હું પ્રભુ તેનો સ્વીકાર કરીશ નહિ.


“જો પ્રમુખ યજ્ઞકાર પાપ કરે અને લોકો પર દોષ લાવે તો તેણે પ્રાયશ્ર્વિતબલિ તરીકે ખોડખાંપણ વગરનો આખલો પ્રભુને ચડાવવો.


યજ્ઞવેદી પર અગ્નિ સતત સળગતો રાખવો અને તેને કદી હોલવાઈ જવા દેવો નહિ.


તેણે પોતાના દોષનિવારણ બલિ તરીકે ખોડખાંપણ વગરનો એક ઘેટો પ્રભુને ચડાવવો અને પવિત્રસ્થાનના ચલણના શેકેલમાં તેની કિંમત નક્કી કરવી.


જે દિવસે આરોન અને તેના પુત્રોનો યજ્ઞકાર તરીકે અભિષેક કરવામાં આવ્યો તે દિવસે પ્રભુને ચડાવેલા અર્પણોમાંથી એ દાપુ તેમને આપ્યું.


પ્રભુએ મોશેને કહ્યું,


તેણે આરોનને કહ્યું, “તું ખોડખાંપણ વગરના એક વાછરડાનું પ્રાયશ્ર્વિતબલિ તરીકે અને ખોડખાંપણ વગરના એક ઘેટાનું દહનબલિ તરીકે પ્રભુને બલિદાન કર.


માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: આકાશમાંના અમારા ઈશ્વરપિતા, તમારા પવિત્ર નામનું સન્માન થાઓ.


ઈસુ, આપણી જરૂરિયાતો પૂરી કરે તેવા પ્રમુખ યજ્ઞકાર છે. તે પવિત્ર છે; તેમનામાં કોઈ દોષ કે પાપ નથી; તેમને પાપી મનુષ્યોથી અલગ કરવામાં આવેલા છે અને આકાશ કરતાં પણ ઊંચે ચઢાવવામાં આવેલા છે.


એટલે કે, નાશવંત સોનારૂપાથી નહિ, પણ ખ્રિસ્ત જે નિષ્કલંક અને નિર્દોષ હલવાન જેવા હતા તેમના અમૂલ્ય રક્ત વડે તમને મુક્ત કરવામાં આવ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan