Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 28:9 - પવિત્ર બાઇબલ C.L.

9 ગોમેદના બે પથ્થરો લઈને તેના પર યાકોબના બાર પુત્રોનાં નામ કોતરવાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને બે ગોમેદ પાષાણો લઈને તું તેમના પર ઇઝરાયલના પુત્રોનાં નામ કોતર;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 વળી ગોમેદના બે પાષાણો લેવા અને પછી તેના પર ઇઝરાયલ પુત્રોનાં નામ કોતરવાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 “ત્યારે ગોમેદના બે પાષાણે લેવા અને પછી તેના પર ઇસ્રાએલનાં પુત્રોનાં નામ કોતરવાં.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 28:9
16 Iomraidhean Croise  

એ પ્રદેશમાં ઉત્તમ પ્રકારનું સોનું તેમજ અમૂલ્ય એવા પન્‍ના તથા અકીકના પથ્થરો મળે છે.


મંદિર માટે જે જે વસ્તુઓની જરૂર છે તે પ્રમાણે મેં સોનું, ચાંદી, તાંબુ, લોખંડ, ઈમારતી લાકડું, બેસાડવા માટે ગોમેદમણિ, પીરોજમણિ અને રંગબેરંગી કિંમતી પથ્થરો અને પુષ્કળ આરસપહાણ વગેરે સર્વ સાધનસામગ્રી પુષ્કળ જહેમત ઉઠાવીને તૈયાર રાખેલ છે.


તેથી કોતરણીકામમાં તેમ જ સોનું, ચાંદી, તાંબુ, લોખંડ તથા આસમાની, જાંબલી અને લાલ વસ્ત્રોની કારીગરીમાં નિપુણ હોય તેવા માણસને મોકલો. મારા પિતા દાવિદે યહૂદિયા પ્રાંતમાંથી અને યરુશાલેમમાંથી પસંદ કરેલા કારીગરો સાથે તે કામ કરશે.


ઓફિરના વિશુદ્ધ સોનાથી પણ તે ખરીદી શકાય નહિ, કે મૂલ્યવાન ગોમેદ કે નીલમણિથી તેની કીમત થાય નહિ.


મુખ્ય યજ્ઞકારના એફોદમાં અને તેના ઉરપત્રમાં જડવા માટે ગોમેદના પથ્થરો અને બીજાં રત્નો.


એ નામ તેમની વયના ક્રમ પ્રમાણે એક પથ્થર પર છ તથા બીજા પથ્થર પર છ;


અને ચોથી હારમાં પીરોજ, ગોમેદ તથા યાસપિસ જડવા. તેમને સોનાના ચોકઠામાં જડવા.


“તું શુદ્ધ સોનાનું એક પાત્ર લે અને તારે તેના પર મુદ્રાની કોતરણી પ્રમાણે આ શબ્દો કોતરવા: ‘યાહવેને સમર્પિત.’


વળી, એ જ વસ્તુઓનો ઉપયોગ કરીને ગૂંથેલો પટ્ટો બનાવવો અને તે એફોદ સાથે એકરૂપ થઈ જાય એ રીતે તેને જોડવો.


કીમતી પથ્થરોના જડાવકામ માટે, પાસા પાડવામાં તેમ જ લાકડાનું નકશીકામ કરવામાં તે નિપુણ બને.


અને ચોથી હારમાં પિરોજ, ગોમેદ અને યાસપિસ. એ સર્વ સોનાના ચોકઠામાં જડવામાં આવ્યા.


તેમણે ગોમેદ પાષાણો તૈયાર કરીને તેમને સોનાના ચોકઠામાં બેસાડયા. આ પથ્થરો પર મુદ્રાકામ કરનાર ઝવેરીના જેવા કૌશલથી યાકોબના બાર પુત્રોનાં નામ કોતરવામાં આવ્યાં હતાં.


બીજાં બધાં કરતાં કેવળ મને જ તારા હૃદય પર મુદ્રા તરીકે અને તારા હાથ પર વીંટી તરીકે બેસાડ. કારણ, પ્રીતિ મૃત્યુના જેટલી જ શક્તિશાળી છે અને તાલાવેલી મોત જેવી દઢ છે. તે જ્યોતરૂપે પ્રગટે છે અને ભડકે બળ્યા કરે છે.


જો, મેં તો તને મારી હથેલીમાં કોતરેલી છે! તારા કોટ પર મારી સતત ચાંપતી નજર છે.


તું ઈશ્વરની વાડી એદનમાં રહેતો હતો અને સર્વ પ્રકારનાં મૂલ્યવાન રત્નો એટલે માણેક પોખરાજ, હીરા, પીરોજ, ગોમેદ, યાસપિસ, નીલમ, લીલમ અને અગ્નિમણિ ધારણ કરતો હતો. તારા અલંકારો સુવર્ણના હતા. તારા સર્જનના દિવસે એ તારે માટે તૈયાર કરવામાં આવ્યા હતા.


એ દિવસ આવશે ત્યારે જેમ ઘેટાંપાળક પોતાનાં ઘેટાંનું જોખમથી રક્ષણ કરે છે, તેમ પ્રભુ પોતાના લોકોને બચાવશે. પ્રભુના પ્રદેશમાં તેઓ મુગટમાંના હીરાઓની જેમ પ્રકાશશે.


Lean sinn:

Sanasan


Sanasan