Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 28:41 - પવિત્ર બાઇબલ C.L.

41 આ વસ્ત્રો લઈને તારા ભાઈ આરોન તથા તેના પુત્રોને પહેરાવવાં. પછી તારે તેમને દીક્ષા આપી તથા ઓલિવ તેલ વડે તેમનો અભિષેક કરીને તેમનું સમર્પણ કરવું, જેથી તેઓ યજ્ઞકાર તરીકે મારી સેવા કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 અને તું તે તારા ભાઈ હારુનને તથા તેની સાથે તેના દીકરાઓને પહેરાવ. અને તું તેઓનો અભિષેક કર, ને તેઓને પ્રતિષ્ડિત તથા પવિત્ર કર, એ માટે કે તેઓ મારી આગળ યાજકપદ બજાવે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 હારુન અને તેના પુત્રોને આ પોષાક પહેરાવ અને તેઓને સેવા માટે અર્પણ કર અને તેઓને માથા ઉપર જૈત તેલનો અભિષેક કરીને યાજકપદ માટે પવિત્ર કર. તેઓ યાજકો તરીકે મારી સેવા કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

41 હારુન અને તેના પુત્રોને આ પોષાક પહેરાવ અને તેઓને સેવા માંટે અર્પણ કર. તેઓને માંથા ઉપર જૈતતેલનો અભિષેક કરીને યાજકપદ માંટે પવિત્ર કર. તેઓ માંરી યાજકો તરીકે સેવા કરશે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 28:41
24 Iomraidhean Croise  

“તારા ભાઈ આરોન અને તેના પુત્રો નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામારને તારી પાસે બોલાવ. તેમને યજ્ઞકાર તરીકે મારી સેવા બજાવવા ઇઝરાયલીઓમાંથી અલગ કર.


તું તેમને ઉરપત્ર, એફોદ, ઝભ્ભો, ભરત ભરેલો ડગલો, પાઘડી અને કમરપટ્ટો બનાવવાનું કહે. તેઓ તારા ભાઈ આરોન તથા તેના પુત્રો માટે યજ્ઞકારનાં વસ્ત્રો બનાવે; જેથી તેઓ મારી સન્મુખ યજ્ઞકાર તરીકે સેવા કરી શકે.


એ બધું તારે આરોન તથા તેના પુત્રોના હાથમાં મૂકવું અને મને તે સર્વનું આરતીરૂપે અર્પણ કરવા તેમને કહેવું.


“મેં તને આપેલી આજ્ઞા પ્રમાણે આરોન તથા તેના પુત્રોનો દીક્ષાવિધિ તારે સાત દિવસ પાળવો.


પછી અભિષેક કરવાનું તેલ લઈને તેના માથા પર રેડીને તેનો અભિષેક કરવો.


તેમની કમર પર કમરપટ્ટા અને માથા પર ફાળિયાં બાંધવાં. એ રીતે તારે આરોન તથા તેના પુત્રોને દીક્ષા આપવી. તેઓ તથા તેમના વંશજો યજ્ઞકારો તરીકે મારી હમેશાં સેવા કરશે.


પછી અત્તરની જેમ મેળવણી કરીને તેમાંથી ધૂપ બનાવ. ધૂપને શુદ્ધ અને પવિત્ર રાખવા માટે તેમાં મીઠું ઉમેર.


યજ્ઞકારનાં વસ્ત્રો પહેરાવીને આરોનનો અભિષેક કર અને એ રીતે તેનું સમર્પણ કર; જેથી તે યજ્ઞકાર તરીકે મારી સેવા બજાવે.


પછી જેવી રીતે તેમના પિતાનો અભિષેક કર્યો તે જ રીતે તેમનો પણ અભિષેક કર; જેથી તેઓ યજ્ઞકાર તરીકે મારી સેવા બજાવે. આ અભિષેક દ્વારા તેઓ અને તેમના વંશજોને પેઢી દરપેઢી કાયમી ધોરણનું યજ્ઞકારપદ પ્રાપ્ત થશે.”


એ સમયે હું તમારા ખભા પરથી આશ્શૂરના જુલમનો બોજો ઉતારી મૂકીશ અને તમે પુષ્ટ થયા હોવાથી તમારી ગરદન પરથી તેમની ઝૂંસરી ભાંગી નાખીશ.”


પ્રભુ પરમેશ્વરનો આત્મા મારા પર છે; કારણ, દીનજનોને શુભ સમાચાર જણાવવાને તેમણે મારો અભિષેક કર્યો છે. તેમણે મને ભગ્ન દયવાળાઓને સાજા કરવા માટે, બંદીવાનોને છુટકારાની તથા કેદીઓને અંધારી કોટડીમાંથી મુક્તિની જાહેરાત કરવા માટે,


સાત દિવસ સુધી યજ્ઞકારો વેદીને પવિત્ર કરવા માટે પ્રાયશ્ર્વિત માટેના બલિ ચડાવે. એ રીતે તેઓ તેની પ્રતિષ્ઠા કરે.


મુલાકાતમંડપના પ્રવેશદ્વારની બહાર જશો નહિ. જો એવું કરશો તો માર્યા જશો. કારણ, પ્રભુના અભિષેકના તેલથી તમને સમર્પિત કરવામાં આવ્યા છે.” તેમણે મોશેના કહ્યા પ્રમાણે કર્યું.


તેણે પવિત્રસ્થળે સ્નાન કરવું અને પોતાનાં બીજાં વસ્ત્રો પહેરી લેવાં. તે પછી તેણે બહાર જઈને પોતાનાં અને લોકોનાં પાપ માટે દહનબલિ ચડાવવો.


ત્યાર પછી તેણે કોરા અને તેના આખા જૂથને કહ્યું, “આવતી કાલે સવારે પ્રભુ જણાવશે કે કોણ તેના સેવક છે અને તેમણે કોને પોતાની સેવા માટે પસંદ કરીને અલગ કર્યા છે. જેમને તે પસંદ કરે તેમને જ તે સેવાર્થે અપનાવશે.


તેમનો યજ્ઞકાર તરીકે અભિષેક કરવામાં આવ્યો હતો અને સેવા કરવાને અલગ કરવામાં આવ્યા હતા,


જેને ઈશ્વરે મોકલ્યો છે તે ઈશ્વરની વાણી બોલે છે, કારણ, ઈશ્વર તેને પોતાનો આત્મા ભરપૂરીથી આપે છે.


કોઈ વ્યક્તિ પ્રમુખ યજ્ઞકાર થવાનું માન પોતે જ પસંદ કરતી નથી, પરંતુ આરોનની જેમ ફક્ત ઈશ્વરના આમંત્રણ અનુસાર જ માણસ પ્રમુખ યજ્ઞકાર બને છે.


મોશેનો નિયમ પ્રમુખ યજ્ઞકાર તરીકે અપૂર્ણ માનવોને નીમે છે. પરંતુ નિયમ પછી આવેલું ઈશ્વરનું શપથપૂર્વકનું વચન, સર્વકાળ માટે સંપૂર્ણ બનાવવામાં આવેલા પુત્રને પ્રમુખ યજ્ઞકાર તરીકે નીમે છે.


પણ ખ્રિસ્તની મારફતે રેડી દેવામાં આવેલો પવિત્ર આત્મા તમારી પાસે છે અને તેથી તમને સત્યની ખબર છે.


પણ તમારા પર તો ખ્રિસ્તે પોતાનો પવિત્ર આત્મા રેડી દીધો છે. જ્યાં સુધી તેમનો પવિત્ર આત્મા તમારામાં વાસો કરે છે ત્યાં સુધી તમારે બીજા કોઈ શિક્ષકની જરૂર નથી. કારણ, તેમનો પવિત્ર આત્મા તમને સર્વ બાબતો શીખવે છે અને તેનું શિક્ષણ જૂઠું નથી પણ સાચું છે. આથી પવિત્ર આત્માના શિક્ષણને આધીન થાઓ અને ખ્રિસ્તમાં રહો.


Lean sinn:

Sanasan


Sanasan