નિર્ગમન 28:4 - પવિત્ર બાઇબલ C.L.4 તું તેમને ઉરપત્ર, એફોદ, ઝભ્ભો, ભરત ભરેલો ડગલો, પાઘડી અને કમરપટ્ટો બનાવવાનું કહે. તેઓ તારા ભાઈ આરોન તથા તેના પુત્રો માટે યજ્ઞકારનાં વસ્ત્રો બનાવે; જેથી તેઓ મારી સન્મુખ યજ્ઞકાર તરીકે સેવા કરી શકે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને તેઓએ જે વસ્ત્ર બનાવવાં તે આ:ઉરપત્ર તથા એફોદ તથા જામો તથા ચોકડાંવાળો ડગલો, પાઘડી તથા કમરબંધ. આવાં પવિત્ર વસ્ત્રો તેઓ તારા ભાઈ હારુનને માટે તથા તેના દીકરાઓને માટે બનાવે, એ માટે કે તે મારી આગળ યાજકપદ બજાવે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેઓ આ પોષાક બનાવે: ઉરપત્રક, એફોદ, ઝભ્ભો, સફેદ ગૂંથેલો લાંબો જામો, પાઘડી તથા કમરબંધ; તેઓએ તારા ભાઈ હારુન તથા તેના પુત્રો માટે મારા યાજકો તરીકે સેવા બજાવે ત્યારે ગણવેશ તરીકે પહેરવાના અલગ પવિત્ર વસ્ત્રો બનાવવાં. Faic an caibideilપવિત્ર બાઈબલ4 તેઓએ આ પોષાક બનાવવાનાં છે. ઉરપત્ર, એફોદ, ઝભ્ભો, સફેદ ગૂંથેલો ડગલો, પાઘડી તથા કમરબંધ; તેમણે તારા ભાઈ હારુન તથા તેના પુત્રો માંટે માંરા યાજકો તરીકે સેવા બજાવે ત્યારે પહેરવાં માંટે પવિત્ર વસ્ત્રો બનાવવાં. Faic an caibideil |