Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 28:36 - પવિત્ર બાઇબલ C.L.

36 “તું શુદ્ધ સોનાનું એક પાત્ર લે અને તારે તેના પર મુદ્રાની કોતરણી પ્રમાણે આ શબ્દો કોતરવા: ‘યાહવેને સમર્પિત.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 અને તું ચોખ્ખા સોનાનું પત્ર બનાવ, ને તેના પર મુદ્રાની કોતરણી પ્રમાણે આ શબ્દો કોતર કે, યહોવાને માટે પવિત્ર.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 પછી શુદ્ધ સોનાનું એક પાત્ર બનાવજે અને તેના પર ‘યહોવાહને પવિત્ર’ એમ કોતરાવવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

36 “પછી શુદ્ધ સોનાનું એક પત્ર બનાવવું અને તેના પર ‘યહોવાને સમર્પિત’ એમ કોતરાવવું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 28:36
22 Iomraidhean Croise  

આમ્રામના પુત્રો: આરોન અને મોશે. આરોન તથા તેના વંશજોને પવિત્ર સાધનસામગ્રી હંમેશા પોતાને હસ્તક રાખી પ્રભુને ધૂપ ચઢાવવા, તેમની સેવા કરવા તથા તેમને નામે લોકોને આશીર્વાદ આપવા અલગ કરવામાં આવ્યા હતા.


તમારી આજ્ઞાઓ અફર છે; હે પ્રભુ, પવિત્રતા તમારા મંદિરને સદા સર્વકાળ શોભાવે છે.


વળી, તમે મારા રાજપદ નીચે સેવા કરનાર યજ્ઞકારો તરીકે મારું રાજ્ય તથા મને સમર્પિત થયેલા લોક બની રહેશો.”


એ રીતે મુદ્રા બનાવનાર કારીગરના કૌશલથી કોતરવાં અને એ પથ્થરોને સોનાના ચોકઠામાં બેસાડવા.


આરોન યજ્ઞકાર તરીકે સેવા કરે ત્યારે તે આ ઝભ્ભો પહેરે. જ્યારે તે પવિત્રસ્થાનમાં મારી સન્મુખ આવે અથવા બહાર જાય ત્યારે ધૂઘરીઓનો અવાજ સંભળાશે અને તે માર્યો જશે નહિ.


તું તેને પાઘડીની આગળની બાજુએ વાદળી રંગની દોરીથી બાંધ.


ગોમેદના બે પથ્થરો લઈને તેના પર યાકોબના બાર પુત્રોનાં નામ કોતરવાં.


પછી તેને પાઘડી પહેરાવીને તેના પર ‘યાહવે સમર્પિત’ એવા શબ્દો કોતરેલ પવિત્ર મુગટ પહેરાવવો.


તેમણે આરોન તથા તેના પુત્રો માટે અળસીના ઝીણા કાંતેલા રેસામાંથી સફેદ ડગલા,


તેમણે અર્પણના પવિત્ર ચિહ્નરૂપે શુદ્ધ સોનાનું પત્ર બનાવ્યું. તેમણે તેના પર આ શબ્દો કોતર્યા: ‘યાહવેને સમર્પિત’


તેમણે તેને પાઘડીની આગળની બાજુએ વાદળી રંગની દોરીથી બાંધ્યું. તેમણે એ બધું પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે જ બનાવ્યું.


તેના વેપારનો નફો અને તેની કમાણી પ્રભુને અર્પણ થશે. તેનો સંગ્રહ કરવામાં આવશે નહિ, પણ તે પૈસામાંથી પ્રભુની સેવા કરનારા ભરીપૂરીને ખાશે અને ઉત્તમ વસ્ત્રો પહેરશે.


મંદિરનો નિયમ આ છે: પહાડના શિખર પરના મંદિરની ચારે તરફનો બધો ભૂમિવિસ્તાર અતિ પવિત્ર છે.”


પછી મોશેએ આરોનને કહ્યું, “આ તો પ્રભુએ જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે જ બન્યું છે. ‘મારી સેવા કરનારાઓએ મારી પવિત્રતાની અદબ જાળવવી જોઈએ. હું મારું ગૌરવ મારા લોક સમક્ષ પ્રગટ કરીશ.’ ” પરંતુ આરોન શાંત રહ્યો.


“ઇઝરાયલના સમગ્ર સમાજને આ પ્રમાણે કહે: તમે પવિત્ર થાઓ, કારણ, હું પ્રભુ, તમારો ઈશ્વર પવિત્ર છું.


ત્યાર પછી તેણે તેને માથે પાઘડી મૂકી અને પ્રભુની આજ્ઞા પ્રમાણે તેણે પાઘડીના આગળના ભાગ પર સમર્પણની નિશાની એટલે સુવર્ણપત્ર લગાવ્યું.


તે વખતે ઘોડાઓની ઘંટડીઓ પર આવા શબ્દો કોતરેલા હશે: “પ્રભુને સમર્પિત.” મંદિરનાં રાંધવાનાં તપેલાં પણ વેદી પરનાં પ્યાલાં જેવાં પવિત્ર ગણાશે.


બધાની સાથે શાંતિપૂર્વક રહેવાનો યત્ન કરો. વળી, પવિત્ર જીવન જીવવાનો યત્ન કરો.


ઈસુ, આપણી જરૂરિયાતો પૂરી કરે તેવા પ્રમુખ યજ્ઞકાર છે. તે પવિત્ર છે; તેમનામાં કોઈ દોષ કે પાપ નથી; તેમને પાપી મનુષ્યોથી અલગ કરવામાં આવેલા છે અને આકાશ કરતાં પણ ઊંચે ચઢાવવામાં આવેલા છે.


પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજવી યજ્ઞકારો, પવિત્ર પ્રજા અને ઈશ્વરના પોતાના લોક છો. અંધકારમાંથી પોતાના અદ્‍ભુત પ્રકાશમાં તમને આમંત્રણ આપનાર ઈશ્વરનાં આશ્ર્વર્યકારક કાર્યો પ્રગટ કરવા માટે તમને પસંદ કરવામાં આવ્યા છે. એક સમયે તમે ઈશ્વરના લોક ન હતા, પણ હવે તમે તેમના લોક છો.


પણ અશુદ્ધ, શરમજનક કાર્ય કરનાર કે જૂઠાઓ તેમાં પ્રવેશ પામશે નહિ. ફક્ત જેમનાં નામ હલવાનના જીવંત લોકોની યાદીના પુસ્તકમાં લખેલાં છે તેઓ જ તેમાં પ્રવેશ પામશે.


Lean sinn:

Sanasan


Sanasan