Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 28:12 - પવિત્ર બાઇબલ C.L.

12 તેમને એફોદના ખભા પરના પટ્ટાઓમાં ઇઝરાયલનાં બારે કુળોના સ્મરણ અર્થે જોડવા. એ રીતે આરોન તેમનાં નામ પોતાના ખભા પર ધારણ કરશે અને હું પ્રભુ મારા લોકને હમેશાં સ્મરણમાં રાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 ઇઝરાયલી લોકોને માટે સ્મરણાર્થે પાષાણો થવા માટે તું એફોદની સ્કંધપટીઓ ઉપર તે બન્‍ને પાષાણો જડ; અને હારુન તેના બન્‍ને ખભા પર તેઓનાં નામ યહોવાની આગળ સ્મરણાર્થે રાખે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 હારુને આ નામો પોતાના બે ખભા પર કિંમતી પથ્થર ધારણ કરીને યહોવાહ પાસે જવું જેથી તેને ઇઝરાયલીઓનું સ્મરણ રહે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 હારુને આ નામો પોતાના બે ખભા ઉપર ધારણ કરીને યહોવા પાસે જવું જેથી તેને એમનું સ્મરણ થાય.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 28:12
23 Iomraidhean Croise  

તો તો હું એ આરોપનામું મારી છાતી પર લટકાવું અને મારા મસ્તક પર મુગટની જેમ પહેરું!


એક વેળાએ તમે સંદર્શનમાં તમારા ભક્તને કહ્યું; “મેં એક યોદ્ધાને શક્તિ પ્રદાન કરી છે. મારી પ્રજામાંથી પસંદ કરેલા એક યુવાનને મેં ઉન્‍નત કર્યો છે.


મેં પ્રભુએ તમારે માટે કરેલાં કાર્યની યાદગીરીમાં તમારે મારા માનાર્થે આ દિવસ ઊજવવો. તમારે એને કાયમી વિધિ તરીકે પેઢી દરપેઢી ઊજવવો.”


આ વિધિ તમારા હાથે બાંધેલ અને કપાળે લટકાવેલ ચિહ્ન જેવું યાદગીરીરૂપ બની જશે. એનાથી પ્રભુનો નિયમ તમારે હોઠે રહેશે.


એ રીતે મુદ્રા બનાવનાર કારીગરના કૌશલથી કોતરવાં અને એ પથ્થરોને સોનાના ચોકઠામાં બેસાડવા.


“જ્યારે આરોન પવિત્રસ્થાનમાં પ્રવેશે ત્યારે ઇઝરાયલનાં બાર કુળોનાં નામ કોતરેલું ઉરપત્ર ધારણ કરશે, જેથી હું પ્રભુ મારા લોકોને હંમેશા સ્મરણમાં રાખીશ.


એફોદને બાંધવા માટે તેને બન્‍ને છેડે ખભા નજીક બે પટ્ટાઓ બનાવીને લગાડવા.


ઈશ્વર મારા ઉદ્ધારક છે. હું તેમના પર વિશ્વાસ રાખીશ અને બીશ નહિ. યાહ મારું સામર્થ્ય અને સ્તોત્ર છે. તે મારા ઉદ્ધારક બન્યા છે.”


હે યરુશાલેમ, મેં તારી દીવાલો પર ચોકીદારો મૂક્યા છે. તેઓ રાતદિવસ શાંત રહેશે નહિ, પણ પ્રભુને તેમણે આપેલાં વચનોની યાદ દેવડાવ્યા કરશે અને જંપીને બેસશે નહિ.


આપણે માટે છોકરો જન્મ્યો છે; આપણને પુત્ર આપવામાં આવ્યો છે. તે રાજ્યાધિકાર ધારણ કરશે. તેને અદ્‍ભુત સલાહકાર, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર એ નામ આપવામાં આવશે.


દરેક હાર પર તું ચોખ્ખો લોબાન મૂક. રોટલીને બદલે એ લોબાન પ્રતીક તરીકે પ્રભુ સમક્ષ અગ્નિબલિ તરીકે ચડાવવાનો છે.


એ પતરાં ઇઝરાયલીઓને માટે ચેતવણીરૂપ હતાં કે આરોનના વંશજ સિવાયના કોઈએ પ્રભુ સમક્ષ ધૂપ ચડાવવા આવવું નહિ. જો કોઈ એમ કરશે તો તેની દશા કોરા અને તેના જૂથના જેવી થશે.” આ બધું પ્રભુએ મોશેની મારફતે એલાઝારને આપેલી આજ્ઞા પ્રમાણે કરવામાં આવ્યું.


પછી મોશે અને યજ્ઞકાર એલાઝાર સેનાપતિઓ, સહસ્ત્રાધિપતિઓ, અને શતાધિપતિઓ પાસેથી મળેલું સોનું સ્વીકારી લઈને મુલાકાતમંડપમાં લઈ આવ્યા; જેથી પ્રભુ ઇઝરાયલને યાદ રાખે અને તેમની રક્ષા કરે.


આપણા પૂર્વજોને આપેલું વચન તેમણે પાળ્યું છે, અને પોતાના સેવક ઇઝરાયલની મદદે આવ્યા છે.


આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવવાનું અને પોતાનો પવિત્ર કરાર પોતે યાદ રાખશે એમ તેમણે કહ્યું હતું.


તે બીકમાં ને બીકમાં દૂત સામે તાકી રહ્યો અને કહ્યું, “શું છે, સાહેબ?” દૂતે કહ્યું, “ઈશ્વરે તારી પ્રાર્થનાઓ અને તારાં દાનધર્મનાં કાર્યોનો સ્વીકાર કર્યો છે, અને તને યાદ કર્યો છે.


અને ઈશ્વરની આભારસ્તુતિ કરીને ભાંગતાં કહ્યું, “આ મારું શરીર છે જે તમારે માટે ભાંગવામાં આવ્યું છે; મારી યાદગીરીને માટે એ કરો.”


તેણે બિન્યામીનના કુળ વિષે કહ્યું: “એ તો પ્રભુનો લાડકવાયો છે, પ્રભુ તેને સલામત રાખે છે; તે તેનું રાતદિવસ રક્ષણ કરે છે અને એ તેમની ગોદમાં રહે છે.”


ત્યારે તમે તેમને કહેજો કે પ્રભુની કરારપેટીએ યર્દન નદી પાર કરી ત્યારે નદીનું વહેણ કપાઈ ગયું. આમ, એ પથ્થરો અહીં બનેલા આ બનાવની ઇઝરાયલી લોકોને સદા યાદ આપશે.”


Lean sinn:

Sanasan


Sanasan