Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 28:11 - પવિત્ર બાઇબલ C.L.

11 એ રીતે મુદ્રા બનાવનાર કારીગરના કૌશલથી કોતરવાં અને એ પથ્થરોને સોનાના ચોકઠામાં બેસાડવા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 પાષાણ કોતરનારના કામથી, મુદ્રાની કોતરણી પ્રમાણે, તું બન્‍ને પાષાણ પર ઇઝરાયલના પુત્રોનાં નામ કોતર; તું તેમને સોનાનાં ચોકઠાંમાં બેસાડ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 આ મુદ્રા બનાવનાર કલાકાર પાસે તારે બે પાષાણ પર ઇઝરાયલ પુત્રોનાં નામ કોતરાવવાં અને તેમને સોનાના ચોકઠામાં જડવાં. અને ઇઝરાયલ પુત્રોના સ્મારક તરીકે ઉરાવરણની સ્કંધપટી સાથે જડી દેવા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 આ મુદ્રા બનાવનાર કારીગર પાસે તારે બે પાષાણ પર ઇસ્રાએલના પુત્રોનાં નામ કોતરાવવાં અને તેમને સોનાનાં ચોકઠામાં જડવાં અને ઇસ્રાએલના પુત્રોના સ્માંરક તરીકે ઉરાવરણના ખભાના પટા સાથે જડી દેવા.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 28:11
16 Iomraidhean Croise  

એમને લોઢાની છીણીથી અને સીસાથી સદાને માટે શિલા પર કોતરવામાં આવે તો કેવું સારું!


એ નામ તેમની વયના ક્રમ પ્રમાણે એક પથ્થર પર છ તથા બીજા પથ્થર પર છ;


તેમને એફોદના ખભા પરના પટ્ટાઓમાં ઇઝરાયલનાં બારે કુળોના સ્મરણ અર્થે જોડવા. એ રીતે આરોન તેમનાં નામ પોતાના ખભા પર ધારણ કરશે અને હું પ્રભુ મારા લોકને હમેશાં સ્મરણમાં રાખીશ.


દરેક પથ્થર પર યાકોબના એક એક પુત્રનું નામ કોતરજો; જેથી તે ઇઝરાયલનાં બારે કુળો માટે સ્મરણરૂપ બની રહે.


સોનાની સાંકળીઓના બીજા બે છેડાને ચોકઠામાં જડીને તેને એફોદના આગલા ભાગમાં તેના ખભા ઉપરના પટ્ટાઓમાં લગાડવી.


“તું શુદ્ધ સોનાનું એક પાત્ર લે અને તારે તેના પર મુદ્રાની કોતરણી પ્રમાણે આ શબ્દો કોતરવા: ‘યાહવેને સમર્પિત.’


અને ચોથી હારમાં પિરોજ, ગોમેદ અને યાસપિસ. એ સર્વ સોનાના ચોકઠામાં જડવામાં આવ્યા.


સોનાની સાંકળીઓના બીજા બે છેડાને ચોકઠામાં જડીને તેને એફોદના આગળના ભાગમાં તેના ખભા પરના પટ્ટાઓ પર લગાડી.


તેમણે ગોમેદ પાષાણો તૈયાર કરીને તેમને સોનાના ચોકઠામાં બેસાડયા. આ પથ્થરો પર મુદ્રાકામ કરનાર ઝવેરીના જેવા કૌશલથી યાકોબના બાર પુત્રોનાં નામ કોતરવામાં આવ્યાં હતાં.


યહોયાકીમના પુત્ર યહૂદિયાના રાજા કોન્યાને પ્રભુએ પોતાના જીવના સમ ખાઈને કહ્યું કે, “તું મારા જમણા હાથ પરની મુદ્રિકા હોય, તો પણ હું તને ખેંચી કાઢીશ.


હું યહોશુઆની સમક્ષ સાત પાસાવાળો એક પથ્થર મૂકું છું. હું તેના પર એક લેખ કોતરીશ અને એક જ દિવસમાં હું આ દેશનો અપરાધ દૂર કરીશ.


તમારા સંબંધમાં પણ એવું જ છે. તમે સાચો સંદેશ, એટલે કે, તમને ઉદ્ધાર પમાડનાર શુભસંદેશ સાંભળ્યો, ત્યારે તમે ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો, અને ઈશ્વરે પોતે આપેલા વચન પ્રમાણે પવિત્ર આત્મા આપીને તેમણે તમારા પર પોતાની માલિકીના હકની મહોર મારી.


ઈશ્વરના પવિત્ર આત્માને દુ:ખી ન કરો. કારણ, પવિત્ર આત્મા તો તમારા પર લગાવેલી ઈશ્વરની માલિકીની મહોર છે અને પ્રભુનો દિવસ આવશે ત્યારે ઈશ્વર તમને મુક્ત કરશે તેની ખાતરી છે.


પણ ઈશ્વરે નાખેલો મજબૂત પાયો હલાવી શકાય નહિ. તેના પર આ શબ્દો લખેલા છે: “પ્રભુ પોતાના લોકને ઓળખે છે અને ખ્રિસ્તનું નામ લઈને પોતે તેમનો છે એવું કહેનારે ભૂંડાઈથી દૂર રહેવું જોઈએ.”


પછી પૂર્વ દિશામાંથી મેં બીજા દૂતને ઈશ્વરની મુદ્રા લઈને આવતો જોયો. જે ચાર દૂતોને પૃથ્વી તથા સમુદ્રને નુક્સાન પહોંચાડવાની સત્તા આપવામાં આવી હતી તેમને તેણે મોટે અવાજે બોલાવ્યા અને કહ્યું,


Lean sinn:

Sanasan


Sanasan