Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 28:1 - પવિત્ર બાઇબલ C.L.

1 “તારા ભાઈ આરોન અને તેના પુત્રો નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામારને તારી પાસે બોલાવ. તેમને યજ્ઞકાર તરીકે મારી સેવા બજાવવા ઇઝરાયલીઓમાંથી અલગ કર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 વળી ઇઝરાયલીઓમાંથી તું તારા ભાઈ હારુનને તથા તેની સાથે તેના દીકરાઓને મારી આગળ યાજકપદ બજાવવાને માટે તારી પાસે બોલાવ, એટલે હારુનને તથા તેની સાથે તેના દીકરાઓને મારી આગળ યાજકપદ બજાવવાને માટે તારી પાસે બોલાવ, એટલે હારુનને તથા તેના દીકરાઓ નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઇથામારને બોલાવ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ઇઝરાયલીઓમાંથી તું તારા ભાઈ હારુનને અને તેના પુત્રો નાદાબ, અબીહૂ, એલાઝાર, અને ઈથામારને અલગ કરીને મારી સેવા માટે યાજકો તરીકે સમર્પિત કરજે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 દેવે મૂસાને કહ્યું, “ઇસ્રાએલીઓમાંથી તું તારા ભાઈ હારુનને અને તેના પુત્રો નાદાબ, અબીહૂ, એલઆઝાર, અને ઈથામાંરને અલગ કરીને માંરી સેવા કરવા માંટે યાજકો તરીકે સમર્પિત કરજે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 28:1
33 Iomraidhean Croise  

આમ્રામના પુત્રો: આરોન અને મોશે. આરોન તથા તેના વંશજોને પવિત્ર સાધનસામગ્રી હંમેશા પોતાને હસ્તક રાખી પ્રભુને ધૂપ ચઢાવવા, તેમની સેવા કરવા તથા તેમને નામે લોકોને આશીર્વાદ આપવા અલગ કરવામાં આવ્યા હતા.


સૂફ, એલ્કાના, માહાથ, આમાસાય.


લેવીઓ તેમનાં ગૌચરો અને બીજી જમીનો છોડી દઈ યહૂદિયા અને યરુશાલેમમાં આવ્યા. કારણ, ઇઝરાયલનો રાજા યરોબામ અને તેના રાજવારસો તેમને પ્રભુના યજ્ઞકારો તરીકે સેવા કરવા દેતા નહોતા.


હે આરોનવંશી યજ્ઞકારો, પ્રભુ પર ભરોસો રાખો; તે જ તમારા સહાયક અને તમારી સંરક્ષક ઢાલ છે.


ઈશ્વરના યજ્ઞકારોમાં મોશે અને આરોન હતા, અને ઈશ્વરને નામે પ્રાર્થના કરનારાઓમાં શમુએલ પણ હતો; તેમણે પ્રભુને અરજ કરી અને તેમણે તેમને ઉત્તર આપ્યો.


પ્રભુએ મોશેને કહ્યું, “તું, આરોન, નાદાબ, અબીહૂ અને ઇઝરાયલના આગેવાનોમાંથી સિત્તેર આગેવાનો મારી પાસે ઉપર આવો. તમે આવો, ત્યારે થોડે દૂર રહીને ભક્તિપૂર્વક નમન કરો.


મોશે, આરોન, નાદાબ, અબીહૂ અને ઇઝરાયલના આગેવાનોમાંના સિત્તેર આગેવાનો પર્વત પર ગયા; અને તેમણે ઇઝરાયલના ઈશ્વરને જોયા.


આ વસ્ત્રો લઈને તારા ભાઈ આરોન તથા તેના પુત્રોને પહેરાવવાં. પછી તારે તેમને દીક્ષા આપી તથા ઓલિવ તેલ વડે તેમનો અભિષેક કરીને તેમનું સમર્પણ કરવું, જેથી તેઓ યજ્ઞકાર તરીકે મારી સેવા કરે.


“આરોન તથા તેના પુત્રોને યજ્ઞકારો તરીકે મારી સેવાને માટે સમર્પણ કરવા તારે આ પ્રમાણે ક્રિયા કરવી. એક વાછરડો અને ખોડખામી વિનાના બે ઘેટા લેવા.


હું મંડપ તથા વેદીને પવિત્ર કરીશ અને આરોન તથા તેના પુત્રોને યજ્ઞકારો તરીકે મારી સેવા બજાવવા માટે હું અલગ કરીશ.


તેમની કમર પર કમરપટ્ટા અને માથા પર ફાળિયાં બાંધવાં. એ રીતે તારે આરોન તથા તેના પુત્રોને દીક્ષા આપવી. તેઓ તથા તેમના વંશજો યજ્ઞકારો તરીકે મારી હમેશાં સેવા કરશે.


પછી આરોન અને તેના પુત્રોનો અભિષેક કર અને મારી સેવામાં તેમને યજ્ઞકાર તરીકે દીક્ષા આપ.


તથા યજ્ઞકારના સેવાકાર્ય માટે આરોન યજ્ઞકાર તથા તેના પુત્રોનાં પવિત્ર વસ્ત્રો,


વળી, પવિત્રસ્થાનમાં યજ્ઞકાર તરીકે સેવા કરતી વખતે આરોન તથા તેના પુત્રોએ પહેરવાનાં પવિત્ર વસ્ત્રો.”


આરોને આમ્મીનાદાબની પુત્રી એટલે નાહશોનની બહેન એલીશેબા સાથે લગ્ન કર્યાં. એલીશેબાએ નાદાબ, અબીહૂ, એલાઝાર અને ઇથામારને જન્મ આપ્યો.


આરોનના પુત્રો નાદાબ અને અબીહૂએ પોતાની ધૂપદાની લીધી. તેમાં સળગતા અંગારા મૂકી તે પર ધૂપ નાખ્યો અને પ્રભુએ જે અગ્નિ ચડાવવાની આજ્ઞા આપી નહોતી તેવો અપવિત્ર અગ્નિ પ્રભુને ચડાવ્યો.


મોશેએ આરોન અને તેના બન્‍ને પુત્રો એલાઝાર તથા ઇથામારને કહ્યું, “પ્રભુને ચડાવેલ ધાન્યઅર્પણમાંથી બાકી રહેલો લોટ લો. તેમાંથી ખમીર વગરની રોટલી બનાવો અને યજ્ઞવેદી પાસે તે ખાઓ; કારણ, તે અતિ પવિત્ર છે.


જે દિવસે આરોન અને તેના પુત્રોનો યજ્ઞકાર તરીકે અભિષેક કરવામાં આવ્યો તે દિવસે પ્રભુને ચડાવેલા અર્પણોમાંથી એ દાપુ તેમને આપ્યું.


પ્રભુએ મોશેને કહ્યું,


“આરોન અને તેના પુત્રોને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે લઈ જા. તે સાથે યજ્ઞકારનો પોશાક, અભિષેકનું તેલ, પ્રાયશ્ર્વિતબલિનો આખલો, બે ઘેટા અને ખમીર વગરની રોટલીની ટોપલી પણ લે.


પરંતુ માત્ર તારે અને તારા પુત્રોએ જ વેદીની અને પરમપવિત્રસ્થાનને લગતી સેવાઓ બજાવવાની છે. કારણ, મેં તને યજ્ઞકારપદ બક્ષિસમાં આપ્યું છે. જો કોઈ બીજો એ સેવા બજાવવા આવશે તો જરૂર માર્યો જશે.”


તેમાંથી નાદાબ અને અબીહૂ પ્રભુની સમક્ષ અપવિત્ર અગ્નિ ચડાવવાને લીધે માર્યા ગયા હતા.


એક દિવસ રોજિંદી સેવામાં પોતાના વર્ગના વારા પ્રમાણે ઝખાર્યા ઈશ્વર સમક્ષ યજ્ઞકાર તરીકેનું સેવાકાર્ય બજાવતો હતો.


“ઇઝરાયલીઓ યાકાનીઓના કૂવાઓ પાસેથી નીકળીને મોસેરા આવી પહોંચ્યા. ત્યાં આરોન મૃત્યુ પામ્યો અને ત્યાં તેનું દફન થયું; અને તેની જગ્યાએ તેના પુત્ર એલાઝારે યજ્ઞકારપદની સેવા સંભાળી.


કારણ કે, તમારાં સર્વ કુળોમાંથી તમારા ઈશ્વર પ્રભુએ લેવીકુળના વંશજોને પ્રભુ સમક્ષ યજ્ઞકારો તરીકે સેવા બજાવવા હંમેશને માટે પસંદ કર્યા છે.


ઇઝરાયલનાં બધાં કુળોમાંથી મારા યજ્ઞકાર બનવા માટે, વેદી પર સેવા કરવા માટે, ધૂપ બાળવા માટે અને એફોદ પહેરીને મારી સેવામાં ઊભા રહેવા માટે મેં આરોનના કુટુંબની પસંદગી કરી. મેં તેમને વેદી પરના દહનબલિમાંથી હિસ્સો લેવાનો હક્ક આપ્યો.


Lean sinn:

Sanasan


Sanasan