Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 27:2 - પવિત્ર બાઇબલ C.L.

2 તેના ચાર ખૂણા પર વેદીની સાથે એકરૂપ હોય તેવાં શિંગ બનાવવાં. આખી વેદી તાંબાથી મઢવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને તેના ચાર ખૂણા પર તું તેનાં શિંગ બનાવ; તેનાં શિંગ તેની સાથે સળંગ હોય; અને તું તેને પિત્તળથી મઢ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 ચારે ખૂણે ચાર શિંગ બનાવજે અને તે વેદીના લાકડામાંથી જ બનાવજે અને તેની ચારે બાજુથી ખૂણા જોડી દેજે, જેથી તે એક બની જાય ત્યારબાદ વેદીને પિત્તળથી ઢાંકી દેજે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 ચારે ખૂણે ચાર ટોચકાં બનાવવાં, અને તે વેદીના લાકડામાંથી જ બનાવવા અને તેના ચારે બાજુથી ખુણા જોડી લેવા, જેથી તે એક બની જાય ત્યારબાદ વેદીને કાંસાથી ઢાંકી દેવી.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 27:2
19 Iomraidhean Croise  

શલોમોનથી ખૂબ ભયભીત થઈને અદોનિયા મુલાકાતમંડપે નાસી ગયો અને ત્યાં જઈને તેણે વેદીનાં શિંગ પકડયાં.


યોઆબને તેની જાણ થઈ, (તેણે અદોનિયાનો પક્ષ લીધો હતો, જો કે તેણે આબ્શાલોમનો પક્ષ કર્યો નહોતો.) તેથી તે પ્રભુના મુલાકાતમંડપમાં નાસી ગયો અને ત્યાં તેણે વેદીના શિંગ પકડયાં.


તેણે તે જ દિવસે મંદિરના પ્રાંગણમાંના ચોકનો મધ્યભાગ પવિત્ર કર્યો; અને પછી ત્યાં પૂર્ણ દહનબલિ ધાન્યઅર્પણ અને સંગતબલિ માટે પ્રાણીઓની ચરબીનું અર્પણ ચઢાવ્યું. આ બધાં બલિદાનો માટે તામ્રવેદી નાની હોવાથી તેણે તેમ કર્યું.


પ્રભુને અર્પિત થયેલ તામ્રવેદી પેલી નવી વેદી અને પ્રભુના મંદિરની વચ્ચે હતી. તેથી આહાઝે તામ્રવેદીને પોતાની નવી વેદીની ઉત્તર બાજુએ મૂકી.


શલોમોન રાજાએ નવ ચોરસમીટરની સાડા ચાર મીટર ઊંચી તાંબાની વેદી બનાવડાવી.


યાહવે જ એકમાત્ર ઈશ્વર છે. તેમણે આપણને પ્રકાશ આપ્યો છે. વેદીનાં શિંગો સાથે પર્વના બલિદાનને દોરડાંથી બાંધો.


વેદીની રાખ માટે ભસ્મપાત્રો, પાવડીઓ, કટોરા, ચીપિયા અને અંગારપાત્રો બનાવવાં. આ સર્વ સાધનો તાંબાનાં બનાવવાં.


વાછરડાના રક્તમાંથી થોડું રક્ત લઈને તારી આંગળી વડે વેદીના શિંગ ઉપર લગાડવું. પછી બાકીનું રક્ત વેદીના પાયા આગળ રેડી દેવું.


તેનાથી બસાલએલે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર માટે કૂંભીઓ, તાંબાની વેદી તથા તેની જાળી તથા તેની સઘળી સાધનસામગ્રી,


વેદીના મથાળાનો ભાગ, જેના ઉપર બલિ ચડાવાતો તે બે મીટર ઊંચો હતો. વેદીના મથાળાની ઉપરની બાજુએ ચાર શિંગડાં હતાં. તે મથાળાના બીજા ભાગ કરતાં ઊંચાં હતાં.


પછી તે બહાર આવીને પ્રભુ સમક્ષ યજ્ઞવેદી પાસે જાય અને તે વેદી માટે પણ પ્રાયશ્ર્વિતનો વિધિ કરે. વાછરડા અને બકરાના રક્તમાંથી થોડું લઈ તેણે તે યજ્ઞવેદીનાં શિંગ પર લગાડવું.


ત્યારપછી તેણે થોડું રક્ત મુલાકાતમંડપની અંદર પ્રભુ સમક્ષ ધૂપવેદીનાં શિંગ પર લગાડવું અને બાકીનું બધું રક્ત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આહુતિની યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું.


ત્યાર પછી યજ્ઞકાર પ્રાયશ્ર્વિતબલિના રક્તમાં પોતાની આંગળી બોળે અને યજ્ઞવેદીના શિંગ પર તે લગાવે અને બાકીનું રક્ત યજ્ઞવેદીના પાયામાં રેડી દે.


ત્યાર પછી તેણે થોડું રક્ત મુલાકાતમંડપની અંદર પ્રભુ સમક્ષ ધૂપવેદીનાં શિંગ પર લગાવવું અને બાકીનું રક્ત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આહુતિની યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું.


પછી મોશેએ તેને કાપ્યો અને તેના રક્તમાંથી થોડું લઈને આંગળી વડે શિંગ પર લગાવ્યું; જેથી વેદી વિધિગત રીતે શુદ્ધ થાય. બાકીનું રક્ત તેણે વેદીના પાયામાં રેડી દીધું. આ રીતે તેણે વેદીને શુદ્ધ કરીને તેનું સમર્પણ કર્યું.


સર્વસમર્થ પ્રભુ પોતાના લોકોનું રક્ષણ કરશે. તે તેમના શત્રુઓનો નાશ કરશે. તે પીધેલા માણસોની જેમ યુદ્ધમાં હોંકારા મારશે, અને તેમના શત્રુઓનું રક્ત વહેવડાવશે; પ્યાલામાંથી વેદી પર રેડાતા રક્તની જેમ તેમનું રક્ત વહી નીકળશે.


તેમણે કરારપેટી, મેજ, દીપવૃક્ષ અને વેદીઓ, પવિત્રસ્થાનમાં યજ્ઞકારોએ વાપરવાનાં વાસણો અને પડદાની સંભાળ રાખવાની હતી. આ બધી વસ્તુઓને લગતા કામની તમામ જવાબદારી તેમની હતી.


તેથી વચન તથા શપથ એ બે બાબતો એવી છે કે તે કદી બદલાઈ શકે નહિ. તેમજ તેના સંબંધી ઈશ્વર જૂઠું બોલી શક્તા નથી. તેથી તેની સાથે સલામતી મેળવનાર એવા આપણને આપણી સમક્ષ મૂકવામાં આવેલી આશાને દૃઢતાથી વળગી રહેવા માટે ઘણું પ્રોત્સાહન મળે છે.


Lean sinn:

Sanasan


Sanasan