Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 27:19 - પવિત્ર બાઇબલ C.L.

19 મંડપમાં વપરાતા સર્વ સાધનો તથા મંડપ અને તેના આંગણાના બધા ખીલાઓ તાંબાના બનાવેલા હોવા જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 મંડપના બધા કામમાં વાપરવાની સર્વ સામગ્રી પિત્તળની હોય, વળી તેની સઘળી ખીલીઓ તથા આંગણાંની સઘળી ખીલીઓ પિત્તળની હોય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 પવિત્ર મંડપમાં વપરાતાં તમામ ઓજારો, તંબુના ખીલાઓ અને બીજી વસ્તુઓ પિત્તળની હોવી જોઈએ. ચોકને ફરતા પડદાઓની ખીલીઓ પિત્તળની બનેલી હોવી જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 પવિત્ર મંડપમાં વપરાતાં તમાંમ ઓજારો, તંબુના ખીલાઓ અને બીજી વસ્તુઓ કાંસાની હોવી જોઈએ. ચોકને ફરતા પડદાઓની ખીલીઓ કાંસાની બનેલી હોવી જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 27:19
14 Iomraidhean Croise  

હે ઈશ્વર, અમારા પ્રભુ, અત્યારે થોડા સમય માટે તમે અમારા પર કૃપા દર્શાવી હોવાથી અમારામાંથી થોડાને ગુલામીમાંથી બચાવી લીધા છે અને આ પવિત્રભૂમિમાં અમને આશ્રયસ્થાન મળ્યું છે. તમે અમારી આંખોમાં તેજ આપ્યું છે અને અમને અમારા બંધનમાં પણ નવજીવન બક્ષ્યું છે.


આંગણું 44 મીટર લાંબું, 22 મીટર પહોળું અને 2.2 મીટર ઊંચુ હોવું જોઈએ. તેના પડદા અળસી રેસાના બારીક વસ્ત્રના અને તેની કૂંભીઓ તાંબાની હોય.


“તું ઇઝરાયલીઓને તારી પાસે દીવાઓ માટે પીલેલું શુદ્ધ ઓલિવ તેલ લાવવાની સૂચના આપ; જેથી દીવા રોજ સાંજે હમેશાં સળગાવી શકાય.


વેદીની રાખ માટે ભસ્મપાત્રો, પાવડીઓ, કટોરા, ચીપિયા અને અંગારપાત્રો બનાવવાં. આ સર્વ સાધનો તાંબાનાં બનાવવાં.


મંડપ તથા આંગણા માટેના ખીલા તથા દોરડાં;


મંડપ તેમજ આસપાસના આંગણા માટેના સર્વ ખીલા તાંબાના બનાવેલા હતા.


આંગણાની ચારે તરફની તથા આંગણાના પ્રવેશદ્વારની કૂંભીઓ અને મંડપ તથા આંગણાની ચારે તરફના બધા ખીલા બનાવ્યા.


આંગણા માટેના પડદા, તેના સ્તંભો અને કૂંભીઓ; આંગણાના પ્રવેશદ્વાર માટેનો પડદો અને તેનાં દોરડાં; મંડપ માટેના ખીલા, મુલાકાતમંડપમાં વપરાતાં સર્વ સાધનો.


જ્ઞાનીનાં વચનો પરોણાની આર જેવાં છે. એ વચનોનો સંગ્રહ મજબૂત રીતે જડેલા ખીલા સમાન છે, એ આપણા બધાના પાલક એટલે ઈશ્વર તરફથી મળેલાં છે.


આપણા ધાર્મિક ઉત્સવોની નગરી સિયોનને નિહાળ! તારી આંખો યરુશાલેમને, સહીસલામત વસવાટના સ્થાનને જોશે. એ તો કદી ન ખસેડાનાર તંબુ જેવું છે કે જેની મેખો કદી ઉખેડાશે નહિ અને જેનાં દોરડાં તોડી નંખાશે નહિ.


મારા લોક પર વહીવટ કરવા માટે તેમનામાંથી જ શાસકો, આગેવાનો, અને અમલદારો ઊભા થશે.


એ ઉપરાંત ચોકની આસપાસના સ્તંભો, કૂંભીઓ, ખીલાઓ અને દોરડાંઓની સંભાળ પણ તેમણે રાખવાની હતી.


અને તેમની કુંભીઓ, ખીલા તથા દોરડાં અને મંડપને ઊભો કરવા માટેનાં તમામ ઓજારો અને તેને લગતી સાધનસામગ્રી; દરેક માણસે અમુક ચોક્કસ વસ્તુ ઉપાડવાની છે.


Lean sinn:

Sanasan


Sanasan