Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 27:1 - પવિત્ર બાઇબલ C.L.

1 “તારે બાવળના લાકડાની વેદી બનાવવી. તે વેદી ચોરસ હોય; તેની લંબાઈ ચાર મીટર, પહોળાઈ 2.2 મીટર અને ઊંચાઈ 1.3 મીટર હોય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને પાંચ હાથ લાંબી તથા પાંચ હાથ પહોળી, એવી બાવળની વેદી બનાવ. વેદી સમચોરસ ને ત્રણ હાથ ઊંચી હોય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 વેદી બાવળના લાકડાની બનાવજે, તે ચોરસ હોય અને પાંચ હાથ લાંબી, પાંચ હાથ પહોળી અને ત્રણ હાથ ઊંચી હોય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 “વેદી બાવળના લાકડાની બનાવવી, જે ચોરસ હોય અને 5 હાથ લાંબી, 5 હાથ પહોળી અને 3 હાથ ઊંચી હોય.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 27:1
20 Iomraidhean Croise  

એ જ દિવસે ગાદે દાવિદ પાસે જઈને તેને કહ્યું, “અરાવ્નાના અનાજના ખળાએ જા અને ત્યાં પ્રભુને માટે વેદી બાંધ.”


પ્રભુને અર્પિત થયેલ તામ્રવેદી પેલી નવી વેદી અને પ્રભુના મંદિરની વચ્ચે હતી. તેથી આહાઝે તામ્રવેદીને પોતાની નવી વેદીની ઉત્તર બાજુએ મૂકી.


આરોન અને તેના વંશજો ધૂપવેદી પર ધૂપ ચડાવતા અને યજ્ઞવેદી પર સઘળાં અર્પણ ચડાવતા. પરમપવિત્રસ્થાનની સર્વ ઉપાસના અને ઈશ્વર ઈઝરાયલનાં પાપની ક્ષમા કરે તે માટેનાં પ્રાયશ્ર્વિતબલિની બધી જવાબદારી તેમની હતી. ઈશ્વરના સેવક મોશેએ આપેલી સૂચનાઓ પ્રમાણે તેઓ એ બધું કરતા.


શલોમોન રાજાએ નવ ચોરસમીટરની સાડા ચાર મીટર ઊંચી તાંબાની વેદી બનાવડાવી.


અને યોસાદાકનો પુત્ર યેશૂઆ તથા તેના સાથી યજ્ઞકારોએ તેમ જ શઆલ્તીએલનો પુત્ર ઝરૂબ્બાબેલ તથા તેના સાથી યજ્ઞકારોએ ઈશ્વરભક્ત મોશેના નિયમશાસ્ત્રમાં લખેલી સૂચનાઓ પ્રમાણે વેદી પર દહનબલિ ચડાવવા માટે ઇઝરાયલના ઈશ્વરની વેદી ફરીથી બાંધી.


મોશેએ એક વેદી બાંધી અને તેનું નામ ‘યાહવે-નિસ્સી’ (યાહવે મારો વિજયધ્વજ) પાડયું.


મોશેએ પ્રભુની સર્વ આજ્ઞાઓ લખી લીધી. બીજે દિવસે વહેલી સવારે તેણે પર્વતની તળેટીમાં વેદી બનાવી. તેણે ત્યાં પ્રત્યેક કુળ માટે એક એમ ઇઝરાયલનાં બાર કુળો માટે બાર પથ્થરો ઊભા કર્યા.


યજ્ઞવેદી તથા તેની સામગ્રી, જળકુંડ તથા તેની બેઠક


યજ્ઞવેદી, તેની તાંબાની જાળી, તેના દાંડા તથા તેની સર્વ સાધનસમગ્રી; જળકુંડ તથા તેની બેઠક;


તાંબાની વેદી, તેની તાંબાની જાળી, તેના દાંડાઓ અને તેનાં સર્વ સાધનો; જળકુંડ અને તેની બેઠક;


પછી વેદીનો તથા તેનાં સર્વ સાધનોનો અભિષેક કરીને તેમનું સમર્પણ કરજો, એટલે તે સંપૂર્ણ પવિત્ર થશે.


અને તે પડદાની આગળ બલિદાન ચડાવવાની યજ્ઞવેદી મૂકી. તે વેદી પર તેણે દહનબલિ અને ધાન્ય-અર્પણો ચડાવ્યાં. તેણે એ પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું.


મંડપની આગળ બલિદાન માટે યજ્ઞવેદી મૂકજે.


તેમણે કરારપેટી, મેજ, દીપવૃક્ષ અને વેદીઓ, પવિત્રસ્થાનમાં યજ્ઞકારોએ વાપરવાનાં વાસણો અને પડદાની સંભાળ રાખવાની હતી. આ બધી વસ્તુઓને લગતા કામની તમામ જવાબદારી તેમની હતી.


તેમણે વેદી પરથી રાખ સાફ કર્યા પછી વેદી પર જાંબલી રંગનું કપડું પાથરી દેવું.


અને તેના પર વેદીની સેવામાં વપરાતી બધી સાધનસામગ્રી એટલે, સગડીઓ, ચીપિયા, પાવડા અને તબકડાં મૂકવા. તેના પર પાતળા ચામડાનું આવરણ ઢાંકવું અને પછી ઊંચકવાના દાંડા પરોવી દેવા.


યહૂદી મંડપના યજ્ઞકારોને આપણી વેદી પરથી ખાવાનો કોઈ અધિકાર નથી.


Lean sinn:

Sanasan


Sanasan